ખબર

હવે કંટાળજનક નહીં લાગે ટ્રેનની રાહ જોવી, રેલવે પ્લેટફોર્મ પર મુકાઈ એવી સુવિધા- ઝૂમી ઉઠશો

ભારતીય રેલવે તરફથી બાળકો માટે રેલવે સ્ટેશનો પર ફન ઝોન (Fun Zone) શરુ કરવામાં આવ્યું છે. સફર સાથે મનોરંજન મેળવવા માટે રેલવે સ્ટેશનોમાં ગેમિંગ ઝોન ખોલવામાં આવશે.

image source

આ ગેમીંગ ઝોન સૌથી પહેલા વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશનમાં ખોલવામાં આવ્યું છે. આ ગેમીંગ ઝોનમાં ટ્રેનની રાહ જોઈ રહ્યા યાત્રિકો અને બાળકો માટે સમયપસાર કરવા ઘણી ગેમ્સ ઉપલબ્ધ છે.

આ ગેમિંગ ઝોનની મહત્વની વાત એ છે કે કોઈ પણ ગેમ માટે અહીંયા ફક્ત 50 રૂપિયા ચાર્જ રાખવામાં આવ્યો છે. આ ગેમિંગ ઝોન સવારના 8 થી લઇ અને રાતના 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

image source

ત્યાં કાર રેસિંગ, ગન ફાઇટિંગ જેવી અલગ અલગ ગેમ્સ ઉપલબ્ધ છે. સાથે જ બાળકો માટે મિકી માઉસ, ડોરેમોન, હોકી, ટેબલ ટેનિસ જેવા અલગ અલગ વિકલ્પો છે.

રેલવે વાલ્યટેયર મંડળે તેના નોન ફેયર રેવન્યુ મોડલ નીચે આ ગેમિંગ ઝોનની શરૂઆત કરી છે. એનાથી દરવર્ષે રેન્ટનાં નામે કમાણી થશે અને સ્ટેશન પર આવેલ મુસાફરોનું મનોરંજન પણ થશે. રેલવે બોર્ડએ દેશના દરેક ઝોન અને મંડળોને રેન્ટ સિવાય દરેક બીજી રીતે કમાણી વધારવાની છૂટ આપી છે.

image source

ઇસ્ટ કોસ્ટ રેલવે ના વોલ્ટેયર ડિવિઝનનું આ પગલું એનો જ હિસ્સો છે. જો આ પ્રયોગ સફળ રહ્યો તો રેલવે દેશના બીજા સ્ટેશનો પર પણ આવા પ્રયોગો કરશે.

હુબલી સ્ટેશન પર મુસાફરો પાસે બચેલ ખાવા યોગ્ય ખોરાક હોય જે ફેંકી ન દેવો પડે એટલા માટે એક પબ્લિક ફ્રીઝ પણ રાખવામાં આવ્યું છે.મુસાફરો તેમાં બચેલ ખાવાનું રાખી શકે છે જેથી જરૂરિયાતમંદ લોકો તેને ખાઈ શકે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.