ખબર

108 ને લઈને આવ્યા ખરાબ સમાચાર

કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક બની રહી છે ત્યારે ગુજરાતમાં પણ હવે પરિસ્થિતિ ખુબ જ ગંભીર જોવા મળી રહી છે. હોસ્પિટલ અને સ્મશાનનોની બહાર લાંબી લાઈનો જોવા મળે છે અને વેઈટીંગ પણ ચાલે છે ત્યારે માત્ર 10 મિનિટમાં એક કોલ કરતા પહોંચી જતી 108નું પણ ગાંધીનગરમાં 2-2 કલાકનું વેઇટિંગ ચાલી રહ્યું છે.

ગાંધીનગરમાં 108ની વધેલી કામગીરીમાં 1થી 18 એપ્રિલ વચ્ચે કુલ 2524 જેટલા કોલ આવ્યા હતા. જેમાં કોરોનાના 1507 જેટલા કોરોના પેસન્ટનો સમાવેશ થાય છે. એટલે કહીં શકાય કે ગાંધીનગરમાં 108 દ્વારા દરરોજ કોરોના 80થી વધુ મળીને કુલ 140 જેટલા કોલ આવી રહ્યાં છે.

ગાંધીનગરમાં હાલ 15 ગાડી અને 75 જેટલો સ્ટાફ છે, જોકે હાલની સ્થિતિમાં અમારે 20થી 25 કોલ વેઈટિંગ હોય છે, જેને પગલે બે-બે અઢી કલાકનું વેઈટિંગ થઈ જાય છે. જોકે તેનું સૌથી મોટું કારણ મોટાભાગના દર્દીઓ સિવિલ જવાનો જ આગ્રહ રાખે છે. ત્યાં પહોંચતા જગ્યાના અભાવે દર્દીને ક્યાંય એડમિટ ન થાય ત્યાં સુધી 108ને પણ ત્યાં જ રાખવી પડે છે. જેમાં ઘણીવાર ત્રણ-ચાર કલાક જેટલો સમય પણ જતો રહે છે. જેને પગલે જ્યાં સુધી 108 ફ્રી ન થાય ત્યાં સુધી બીજા દર્દીને લઈ શકાતો નથી. 1 દર્દીના ઉપયોગ બાદ અમારે મેડિકલ સ્ટાફ જાતે જ આખી ગાડીમાં સેનિટાઈઝર છાંટી દે છે જેને પગલે બીજા દર્દીઓને વધારે રાહ જોવી ન પડે.

108ના સ્ટાફ દિવસ-રાત જોયા વગર કામગીરી કરે છે જેમાં ઘણીવાર જમવા માટેનો પણ સમય રહેતો નથી. જોકે હાલની સ્થિતિએ કેસો જ એટલા બધા વધી ગયા છે કે 108માં વેઈટિંગ બોલે છે.

તો બીજું કારણ એ પણ છે કે દર્દીઓને 108માં ઓક્સિજન આપવો પડતો હોવાથી અને લાંબા સમય સુધી રાહ જોવી પડતી હોવાથી હાલની સ્થિતિએ ઉપયોગ વધી ગયો છે. જેમાં 45 લીટરની એક એવી રોજની 10થી 12 બોટલો રિફિલ કરવી પડે છે. એટલે કહીં શકાય કે 108ની ગાડીઓમાં લઈ જવાતા દર્દીઓ માટે દરરોજનો 450 લીટર જેટલો ઓક્સિજન વપરાય છે.

હાલની સ્થિતિમાં ઓક્સિજનની સમસ્યા વધુ જોવા મળે છે ત્યારે 108માં તાત્કાલિક સારવાર અને ઓક્સિજનની સુવિધા અવેલેબલ હોવાથી અમારા લેવલે તો દર્દીઓ જીવ બચી જાય છે. કારણ કે દર્દીને જગ્યા ન મળે ત્યાં સુધી તેને 108માં ઓક્સિજન અને આરામ બંને મળી રહે છે. ઘણા કિસ્સામાં દર્દીઓ સ્ટેબલ પણ થઈ જાય છે. ત્યારે આવી સ્થિતિમાં દર્દી સાથે કોઈ એક જ સગાએ એ પણ યંગ વ્યક્તિ આવવું જોઈએ. કારણ કે વૃદ્ધોને કોરોના સંક્રમણ જલ્દી થવાની શક્યતાઓ છે.

આ બાબતે ગાંધીનગર જિલ્લા 108ના ઈન્ચાર્જ અક્ષય પંચાલે દિવ્ય ભાસ્કરની ટીમને કહ્યું હતું કે, “અમારા 75 જેટલા સ્ટાફમાંથી હાલ 3-4 જેટલા કર્મચારીઓ કોરોના પોઝિટિવ છે. સ્ટાફ કોરોના દર્દીઓ વચ્ચે કામગીરી કરતો હોવા છતાં સાવચેતીના કારણે મોટાભાગના લોકોને સંક્રમણ થતું નથી. અમે પીપીઈ કીટ, માસ્ક, હેન્ડ સેનિટાઈઝર ઉપયોગ સાવચેતી સાથે કરીએ છે.”

(સાભાર: દિવ્ય ભાસ્કર)