લગ્નમાં આ કપલે મંગાવી શાનદાર કેક, વેઈટર લઈને આવતો હતો ત્યારે જ થઈ ગયો મોટો કાંડ, વરરાજાનું મોઢું જોવા જેવું હતું

હાલ લગ્નની સીઝન ચાલી રહી છે અને સોશિયલ મીડિયા ઉપર પણ લગ્નને લઈને ઘણા વીડિયો રોજ બરોજ વાયરલ પણ થતા હોય છે. લગ્નમાં મજાક થવો સામાન્ય વાત છે અને ઘણીવાર આવા મજાક મસ્તીના વીડિયો પણ વાયરલ થાય છે, ત્યારે હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે જોઈને જોનારાની સાથે વર કન્યા પણ હેરાન રહી ગયા.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે દુલ્હા દુલ્હન લગ્નના કપડાંની અંદર સજેલા છે. બંને તેમની વેડિંગ કેકની રાહ જોઈને ઉભા છે. આ દરમિયાન જ હોટલનો બે કર્મચારી કેક લઈને આવે છે અને ત્યારે જ અચાનક એવું થાય છે કે એકનો પગ લપસે છે અને આખી જ કેક જમીન ઉપર પડી જાય છે.

આ ઘટના જોઈને વર-કન્યાનો ચહેરો પણ જોવા જેવો થઇ જાય છે. બંને કેકને પડતા જોઈને હેરાન રહી જાય છે. સૌથી વધારે માઠું વરરાજાને લાગે છે. કારણ કે તેને જ તેની પત્નીને ખુશ કરવા માટે કેક મંગાવી હતી. પરંતુ વર કન્યાની આ ઉદાસી ભરેલી ઘટનામાં એક મોટો ટ્વીસ્ટ આવે છે, જેના કારણે તેમનો ચેહરો પણ હસવા લાગે છે.

ટ્વીસ્ટ એવો આવે છે કે આ ફક્ત વર-કન્યા માટે એક પ્રેન્ક હતો, વીડિયોમાં આગળ જોવા મળી રહ્યું છે કે થોડીવારમાં જ એક અસલી કેક લઈને આવે છે. આ જોઈને વર કન્યા સાથે મહેમાનો પણ રાહતનો શ્વાસ લે છે. જેના બાદ બંને કપલ કેક કાપે છે અને લગ્નનો ઉત્સવ મનાવે છે. સોશિયલ મીડિયામાં વીડિયોમાં બતાવેલો પ્રેન્ક લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

Niraj Patel