અમદાવાદના દિગ્ગજ ઉદ્યોગપતિ અને વાઘ બકરી ચાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરનો કૂતરાને કારણે ગયો જીવ, જાણો કઈ રીતે થયું મોત

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Wagh Bakri Executive Director Died : છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર ઘણા બધા લોકોના હાર્ટ એટેકથી મોત થવાના મામલાઓ સામે આવી રહ્યા છે.  તો કેટલાય લોકો આપઘાત કરીને પણ જીવન ટૂંકાવતા હોય છે. આ ઉપરાંત ઘણા લોકોના રખડતા ઢોરની અડફેટેમાં આવવાના કારણે પણ જીવ ચાલ્યો જતો હોય છે. ત્યારે હાલ એક એવી ઘટના સામે આવી છે જેને લઈને આખા ગુજરાતમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વાઘ બકરી ચાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરનો રખડતા શ્વાનના કારણે ગયો જીવ ચાલ્યો ગયો છે.

મોર્નિંગ વૉકમાં રખડતા શ્વાન પાછળ પડ્યા :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વાઘ બકરી ચાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રાગ દેસાઈ ઇસ્કોન આંબલી રોડ પર મોર્નિંગ વૉક માટે નીકળ્યા હતા. આ દરમિયાન જ તેમની પાછળ રખડતા શ્વાન પડતા જ તેઓ તેનાથી બચવા માટે ભાગવા લાગ્યા અને આ દરમિયાન જ તેઓ નીચે પડી જતા તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના બાદ તેમને સારવાર માટે તાત્કાલિક શેલ્બી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને ત્યાંથી ઝાયડસમાં સર્જરી માટે શિફ્ટ કરવામાં આવ્યા.

રોડ પર પડતા બ્રેઈન હેમરેજ થયું :

આ દરમિયાન જ તેઓ વેન્ટિલેટર પર હતા અને ત્યાં જ 22 ઓક્ટોબરના રોજ તેમનું મોત નીપજ્યું હતું. તેમનું મોત બ્રેઈન હેમરેજના કારણે થયું હોવાનું સામે આવી રહ્યું છે. આમ પ્રાગ દેસાઈના નિધનના કારણે બિઝનેસ જગતમાં પણ શોકનો માહોલ વ્યાપી ગયો છે. હોસ્પિટલમાં તેમની સતત 7 દિવસ સુધી સારવાર ચાલી હતી, પરંતુ તેમના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો ના થવાના કારણે તેમને ગત 22 ઓક્ટોબરના રોજ અંતિમ શ્વાસ લીધા હતા.

2000થી પણ વધુનું ટર્નઓવર :

પરાગ દેસાઈએ અમેરિકાના ન્યૂયોર્કમાં લોંગ આઈલેન્ડ યુનિવર્સિટીમાંથી MBAનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને વાઘબકરી પ્રીમિયમ ટી જૂથના ચોથી પેઢીના ઉદ્યોગસાહસિક હતા. પરાગ દેસાઈ  1995માં બિઝનેસમાં જોડાયા હતા. તે સમયે વાઘ બકરીનું મૂલ્ય 100 કરોડથી પણ ઓછું હતું. હાલમાં કંપનીનું વાર્ષિક ટર્નઓવરમાં ભારતમાં 2000 કરોડથી વધારે છે અને તે 24 રાજ્યોમાં વિસ્તરેલું છે. જ્યારે 60 જેટલા દેશોમાં ચા એક્સપોર્ટ કરે છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Niraj Patel