જાણવા જેવું

જાણો, વેફરના ફૂલેલા પેકેટમાં કઈ હવા ભરેલી હોય છે? વેફર ખાતા પહેલા આ અચૂક વાંચો

દુનિયામાં બે જાતના લોકો હોય છે જે ચિપ્સનું મોટું પેકેટને જોઈને લે છે કે આ પેકેટમાં વધારે ચિપ્સ હશે. અને બીજા એવા હોય છે જે જેને ખબર હોય છે કે આ પેકેટમાં અડધાથી વધારે હવા હશે. ત્યારે તે લોકો 2થી 4 પેકેટ ખરીદી લે છે. પરંતુ તે તો નક્કી જ છે, કે બંને પ્રકારના લોકો હવાના પૈસા આપે છે.

Image Source

ચિપ્સના ફૂલ પેકેટમાંથી ફક્ત ચોથા ભાગની જ ચિપ્સ નીકળે છે. ત્યારે અમુક લોકો કહે છે કે આ પેકેટ ચિપ્સનું છે કે હવાનું. પરંતુ કોઈ એ નહીં કહી શકે ચિપ્સના પેકેટમાં કઈ હવા ભરી છે. તો તમે વિચારતા હોય કે આ પેકેટમાં ઓક્સીઝ્ન હશે તો તમે બિલકુલ ખોટું વિચારી રહ્યા છો. ચિપ્સના પેકેટમાં નાઇટ્રોજન હવા ભરેલી હોય છે. આ હવા ભરવા પાછળનું લોજિક માનવામાં આવે છે. આવો તો જાણીએ ક્યાં કારણથી ચિપ્સના પેકેટમાં નાઇટ્રોજન હવા ભરવામાં આવે છે.

ચિપ્સ કે બીજા કોઈ નાસ્તા જે પોલીથિનીની બેગમાં આવે છે. તો તેની પાછળ એક થિયરી છે.

થિયરી મુજબ અમુક લોકો માનતા હોય છે કે ચિપ્સના પેકેટમાં ઓક્સિજન હોય છે. પરંતુ ઓક્સિજન ઘણો રિએક્ટિવ ગેસ છે. આ કારણથી જો ચિપ્સના પેકેટમાં આ ગેસ ભરવામાં આવે તો તેનાથી બેકટેરિયા જલ્દી ફેલાવવાની શક્યતા રહે છે. ત્યારે ખાવાપીવાની વસ્તુમાં ઓક્સિજનને બદલે નાઇટ્રોજન ગેસ ભરવામાં આવે છે. નાઇટ્રોજન ગેસ ઓછો રિએક્ટિવ ગેસ છે. આ ગેસ બેક્ટેરિયા અને કીટાણું વધવાથી રોકે છે. 1994માં એક સંશોધન કરવમાં આવ્યું હતું કે ,નાઇટ્રોજન ગેસ લાંબા સમય સુધી ચિપ્સને ક્રિસ્પી બનાવી રાખે છે.

Image Source

એક થિયરી એ પણ છે કે, જયારે આપણે હવાથી ભરેલું ચિપ્સનું પેકેટ ખરીદીએ છીએ ત્યારે ચિપ્સ એકદમ ક્રન્ચી નીકળે છે. એટલે કે પેકેટમાં હવા હોવી એ વાતની ગેરન્ટી છે કે ચિપ્સ એરટાઈટ પેકેટમાં હતી. સાથે જ નાઇટ્રોજન ભરવાનું કારણ એ પણ છે કે પેકેટની સાઈઝ મોટી દેખાઈ છે. ત્યારે તમે એમ વિચારતા હશો કે આ પેકેટમાં વધારે ચિપ્સ હશે.

Image Source

ચિપ્સને ટૂટતી બચાવવા માટે આ પેકેટમાં હવા ભરી દેવામાં આવે છે. બટાકા કે બીજી કોઈ પણ ચિપ્સ બહુ જ નાજુક હોય છે. જો પેકેટમાં હવા ના હોય તો એકબીજાથી ટકરાવવાથી તે તૂટી જાય છે. તો એ પણ વાત છે કે તમે ચિપ્સ માટે પૈસા આપો છો ચિપ્સના પાવડર માટે તો નહીં. ચિપ્સ વેચવાવાળી ટીંન્ગલ કંપની માટે એવું કહેવામાં આવે છે કે, તે ચિપ્સની તૂટવાની સમસ્યાને લઈને તેને પેકટની બદલે કેનમાં ચિપ્સ આપે છે. જે પેકટની સરખામણીએ ઓછી તૂટે છે.

Image Source

એક વેબસાઈટના જણાવ્યા અનુસાર દેશમાં 25 રૂપિયાથી ઓછા ભાવે વેચાતા નાસ્તાના પેકેટમાં આટલો નાઇટ્રોજન ગેસ હોય છે.

  • લેયસના પેકેટમાં 85 ટકા ગેસ હોય છે.
  • કુરકુરે પેકેટમાં 25 ટકા ગેસ હોય છે.
  • બિંગો મેડ એન્ગલમાં 75 ટકા નાઇટ્રોજન ગેસ હોય છે.
  • અંકલ ચિપ્સમાં 75 ટકા નાઇટ્રોજન ગેસ હોય છે.
  • હલ્દીરામ ટકાટકમાં 30 ટકા નાઇટ્રોજન ગેસ હોય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks