હેલ્થ

જો તમારું બાળક દરરોજ પેકેટ બંધ ચિપ્સ ખાઈ છે તો આ વાંચવું જરૂરી છે, નહીં તો થઇ શકે ઘાતક બીમારીઓ

બટેટાની વેફર નાનામોટા સૌને પસંદ હોય છે.અને તેની માંગ પણ સૌથી વધુ હોય છે. બાળકો ઘરની બાર નીકળે એટલે સૌથી પહેલા વેફરના પેકેટની જ માંગ કરે છે. નાસ્તામાં પણ વેફર પસંદ કરવામાં આવે છે. બજારમાં ઘણી ફ્લેવરની વેફર આસાનીથી મળી જાય છે. પરંતુ શું તમને ખબે છે કે આ વેફર જેટલી સ્વાદિષ્ટ છે તેટલી જ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

વેફરના પેકેટથી તમારું બાલહ મોટાપણું જ શિકાર નથી બનતું પરંતુ ઘણી બીમારીઓ પણ લાગુ પડે છે. વેફરનું વધારે સેવન કરવાથી ડાયાબિટીસથી લઈને ઘણી બીજી બીમારી થઇ શકે છે.એટલું જ નહીં હૃદય  સંબંધી બીમારી પણ થઇ શકે છે. ઘણા સંશોધનમાં આ વાતને પૃષ્ટિ કરવાંમાં આવી છે.

Image Source

પેકેટ બંધ વેફેરમાં ફેટ અને કેલેરીની માત્રા સૌથી વધારે હોય છે. તેનાથી વજન વધવાની અને મોટાપાની સમસ્યા રહે છે. 28 ગ્રામ અથવા 10થી 12 ચિપ્સમાં 10 ગ્રામ ફેટ અને  154 ગ્રામ કેલેરી હોય છે.

પેકેટ બંધ ચિપ્સથી ડાયાબિટીસ અને હદયને લગતી બીમારીનો ખતરો રહે છે. જો તમારું બાળક દરરોજ ચિપ્સ ખાતું હોય તો તેને પોષણની ખામી રહી જાય છે. ચિપ્સમાં વિટામિન અને મિનરલ બહુજ ઓછા માત્રામાં હોય છે.તેથી શરીરમાં ભરપૂર પોષણ નથી મળી શકતું. ચિપ્સમાં સોડિયમની માત્રા સૌથી વધુ હોય સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.

Image Source

સોડિયમની વધુ માત્રાથી શરીરમાં ઘણી બીમારી ઘર કરી જાય છે. જેમાં સ્ટ્રોક અને હાર્ટની બીમારીથી લઈને કિડનીની બીમારી પણ શામેલ છે. 28 ગ્રામ આલુ ચિપ્સમાં 120 મિલીગ્રામથી લઈને 189 મિલીગ્રામ સોડિયમ હોય છે.

Image Source

અમેરિકામાં ડાયટ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી.તેમાં જણાવવામાં આવ્યું હતું કે,કેટલી માત્રામાં મીઠું લેવું જોઈએ.આ ગાઈડ લાઈનના જણાવ્યા મુજબ દિનભરમાં 2300 મિલીગ્રામથી વધુ મીઠુંનું સેવન ના કરવું જોઈએ. જો વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો ઘાતક બીમારીઓનો ભોગ બની શકાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks