લાલા જોડામાં હાથી પર બેસી દુલ્હને રાખી હાથમાં કટારને બદલે કલમ, દીકરીનું ફુલેકું ફેરવી સ્ત્રી સાક્ષરતાનો આપવામાં આવ્યો અનોખો સંદેશ

સુરેન્દ્રનગરના વઢવાણમાં એક યુવતિના લગ્ન નિમિત્તે તેનું ફૂલેકુ હાથીની અંબાડી પર ફેરવવામાં આવ્યુ હતુ અને લોકોને સ્ત્રી સાક્ષરતાનો અનોખો સંદેશ પાછવવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે ગણપતિ ફાટસર વિસ્તારમાં દીકરીના લગ્નમાં હાથીની અંબાડી પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને દીકરો-દીકરી એકસમાનનો સંદેશ પણ પાઠવવામાં આવ્યો હતો. હાથી પર પોસ્ટ લગાવવામાં આવ્યુ હતુ અને તેમાં લખેલુ હતુ કે ‘દીકરીને ભણાવો, દીકરીને અધિકાર આપો’. (તમામ તસવીરો સૌજન્ય : BBC ગુજરાતી)

જણાવી દઇએ કે, નટુભાઇ પરમારની દીકરી ભારતીના લગ્ન હતા અને આ દરમિયાન તેનું ફૂલેકુ કાઢવામાં આવ્યુ હતુ. હાથીની અંબાડી પર નીકળેલ ફૂલેકુ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતુ. તારીખ 20 મે 2022ના રોજ વઢવાણની શિવનગર સોસાયટીમાં રહેતા નટુભાઇ પરમાર અને હંસાબેન પરમારની દીકરી ભારતીના લગ્ન હતા.

લગ્ન નિમિત્તે ભારતીનું ફૂલેકુ હાથીની અંબાડી પર નીકળ્યુ હતુ. જેમાં પોસ્ટર પર”દીકરીને ભણાવો, દીકરીને અધિકાર આપો” તેવો સંદેશો આપવામાં આવ્યો હતો.ભારતી પરમારના આ લગ્ન હાલ ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યા છે. કન્યાના માતા-પિતા દ્વારા કન્યાનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને હાથી પર કન્યાને બેસાડી તેનું ફૂલેકુ પણ ફેરવવામાં આવ્યુ હતુ.

કન્યા ભારતી પરમારે કહ્યુ કે, તેના લગ્ન 20 મેના રોજ હતા અને રાસ ગરબાના દિવસે ઘોડો મંગાવવામાં આવ્યો હતો.આ ઉપરાંત ફૂલેકાના દિવસે હાથી પણ મંગાવ્યો હતો.તેણે કહ્યુ કે, આ વસ્તુ તેના માટે સરપ્રાઇઝ હતુ. કન્યાએ કહ્યુ હતુ કે, લગ્ન કરતા હોય તો કટાર કે તલવારને એવું રાખવામાં આવતુ હોય છે પરંતુ તેના પિતાએ તેને હાથમાં રાખવા કલમ આપી હતી.

જે એવો સંદેશ આપે છે કે દીકરીને ભણાવવી જોઇએ અને તેને સમાન અધિકાર પણ આપવા જોઈએ. ભારતી કહે છે કે નાનપણથી તેના પિતાએ તેના અને તેના ભાઇ વચ્ચે કોઇ ભેદભાવ રાખ્યો નથી. ભાઇ કરતા પણ વિશેષ બહેનને રાખી છે.

 

View this post on Instagram

 

A post shared by BBC News Gujarati (@bbcnewsgujarati)

ભારતીની માતાનું કહેવુ છે કે તેમણે તેમની દીકરીના રાસ ગરબા દરમિયાન તેની એન્ટ્રી ઘોડી પર કરાવી હતી. આવું દીકીઓને કોઇ કરાવતુ નથી.ભારતીના લગ્નમાં ડો.બાબાસાહેબ આંબેડકર સહિત અનેક જાણિતા સ્વાતંત્ર્ય સેનાનીઓના ફોટા પણ રાખવામાં આવ્યા હતા.

Shah Jina