ખબર

હાઈપ્રોફાઈલ વૃષ્ટિ-શિવમ મિસિંગ મામલો: આ કેસમાં આવ્યો ચોંકાવનારો વળાંક, વૃષ્ટિની માતાએ ઈમેલને લઈને કહ્યું કે- આ ઈમેલ…

અમદાવાદના નવરંગપુરામાંથી વૃષ્ટિ અને શિવમના હાઈપ્રોફાઈલ મિસિંગ કેસમાં એક નો જ વળાંક આવ્યો છે. અત્યાર સુધી પોલીસ સીસીટીવીના આધારે તપાસ કરતી હતી. પરંતુ હાલમાં જ એક ચોંકવનારો ખુલાસો થયો છે. વૃષ્ટિ અને શિવમ છેલ્લા 7 દિવસથી ગુમ છે. ત્યારે હાલમાં જ વૃષ્ટિના પરિવારજનોએ એક ઘટસ્ફોટ કરતા આ મામલો વધારેગરમ થઇ ગયો છે.

હાલમાં જ આ ઘટના એક નવો ખુલાસો થયો છે. વૃષ્ટિએ તેના મમ્મીને ફોન કરવાની બદલે એક ઇમેઇલ કર્યો છે. આ માહિતી પોલીસને મળતા પોલીસે આઈપી એડ્રેસના આધારે તપાસને તેજ કરી છે.

Image Source

વૃષ્ટિએ ઇમેલમાં લખ્યું હતું કે, તેને નોકરી મળી ગઈ છે. વધુમાં તેને લખ્યું હતું કે, તેને ઘર છોડવાનું દુઃખ છે. પરંતુ તેને શિવમ અંગે કંઈ જ ઉલ્લેખ કર્યો નથી. વૃષ્ટિએ ઈમેલની શરૂઆતમાં લખ્યું હતું કે, હેલો મમ્મી મને ખબર છે તમે મારી બહુ ચિંતા કરી રહ્યા છે. મારું આવું કંઈ કરવાનો ઈરાદો ના હતો. તમને દુઃખ પહોંચ્યું હોય તો તેના માટે હું માફી માંગુ છું. એવી ઘણી વસ્તુઓ હતી જેના કારણે હું સાથે રહી શકું એમ નથી.

પરંતુ મીડિયા રિપોર્ટ પ્રમાણે વૃષ્ટિના પરિવારજનોએ દાવો એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે જેના કારણે પોલીસની મૂંઝવણમાં વધારો થયો છે. વૃષ્ટિના પરિવારજનોએ દાવો કર્યો છે કે, આ ઈમેલ વૃષ્ટિના આઈડી પરથી કરવામાં આવ્યો નથી. હવે પોલીસ માટે મહત્વની વાત એ છે કે,આ ઈમેલ વૃષ્ટિએ નથી કર્યો તો આખરે આ ઈમેલ કોને કર્યો છે ? શું આ મેઈલ દ્વારા તે પોલીસ અને પરિવારજનોને ગેરમાર્ગે દોરવા માંગે છે ? આખરે આ મેઈલ કરનાર વ્યક્તિ કરવા શું માંગે છે?

પોલીસ વૃષ્ટિ અને શિવમની ભાળ મેળવવા માટે તપાસ વધુ વેગવંતી બનાવી છે. પહેલા પરિવારજનોએ સીસીટીવીમાં વૃષ્ટિ-શિવમ હોવાનો ઇન્કાર કરી દીધૉ હતો. ત્યારબાદ હવે ઈમેલ કરનાર પણ વૃષ્ટિના હોય પોલીસની મુશ્કેલીમાં વધારો થયો છે.

Image Source

પોલીસે દેશના તમામ એરપોર્ટ, બસસ્ટેન્ડ, રેલવે સ્ટેશન , ઓનલાઇન ફૂડ ડિલેવરી કરતી કંપની, ઓનલાઇન કેબ સર્વિસ કંપનીઓનો પણ સહારો લીધો છે. તો બીજી તરફ પોલીસ વૃષ્ટિ અને શિવમના સોશિયલ મીડિયા અને ઓનલાઈન ટ્રાન્જેક્શન પર ચાંપતી નજરે રાખી રહી છૅ.