ગુજરાતના આ સ્ટુડિયોની અંદર આજે પણ સચવાયેલી છે “લંકેશ”ની યાદો, રામાયણનું થયું હતું શૂટિંગ, જુઓ ક્યારેય ના જોયેલી તસવીરો

5 વર્ષ સુધી ગુજરાતના આ સ્ટુડિયોમાં શૂટ થયું હતું “રામાયણ”, શૂટિંગ પહેલા સ્ટુડિયોની બહાર શિવ મંદિરમાં માથું ટેકવતા હતા અરવિંદ ત્રિવેદી

દૂરદર્શન ઉપર પ્રસારિત થતું રામાયણ આખા દેશ માટે એક સુવર્ણ યાદ સમાન છે. લોકડાઉનમાં પણ રામાયણનું પુનઃ પ્રસારણ થયું અને કરોડો લોકો સાથે આજની યુવા પેઢીએ પણ રામાયણને નિહાળ્યું. આ રામાયણમાં જે પાત્રો જોવા મળ્યા તેમને પણ હાલના સમયમાં મોટી નામના મેળવી. ત્યારે હાલમાં જ રામાયણની અંદર રાવણનું પાત્ર નિભાવી ચૂકેલા અભિનેતા અરવિંદ ત્રિવેદીનું નિધન થયું.

અરવિંદ ત્રિવેદી એક ઉત્તમ કલાકાર હતા. તેમને રાવણના પાત્ર દ્વારા દેશભરમાં પોતાની આગવી ઓળખ પણ ઉંચી કરી હતી. તેમના પાત્ર દ્વારા લોકો રાવણને પણ પ્રેમ કરવા લાગી ગયા હતા. અરવિંદ ત્રિવેદીએ રાવણના પાત્ર ભજવું અને તેમાં પ્રાણ પુરી દીધા હતા.

રામાયણ ધારાવાહિકનું ઘણું બધું શૂટિંગ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામમાં આવેલા વૃંદાવન સ્ટુડિયોની અંદર કરવામાં આવ્યું હતું, આ સ્ટુડિયોની અંદર આજે પણ રામાયણ સાથે જોડાયેલી ઘણી બધી યાદો સંગ્રહાયેલી જોવા મળે છે. જેમાં ઘણી ખરી યાદો લંકેશની પણ છે.

વૃંદાવન સ્ટુડિયોની અંદર 1985થી લઈને 1989 સુધી અંદાજે 5 વર્ષ સુધી રામાયણનું શૂટિંગ ચાલ્યું હતું. રામાયણ ધારાવાહિક લગભગ મોટાભાગના લોકોએ જોયું છે ત્યારે આ ધારાવાહિકની અંદર જે મહેલો અને વૈભવ બતાવવામાં આવ્યો છે તે જોઈને જ આંખો અંજાઈ જાય. ત્યારે તમે કલ્પના કરી શકો છો કે વર્ષો પહેલા થયેલા શૂટિંગ માટે ગુજરાતના આ સ્ટુડિયોની પસંદગી થઇ ત્યારે આ સ્ટુડિયોનો વૈભવ કેવો હશે.

ઉમરગામના આ વૃંદાવન સ્ટુડિયોની અંદર આજે પણ રામાયણના શૂટિંગ સમયની કેટલીક વસ્તુઓ જોઈ શકાય છે, જેમાં મહેલના દૃશ્યો અને બીજી કેટલીક સામગ્રી જોઈને આજે પણ તમને રામાયણના એ દૃશ્યોની યાદ ચોક્કસ આવી જાય.

રામાનંદ સાગરની રામાયણના આર્ટ ડાયરેક્ટર તરીકે હીરાભાઈ પટેલ હતા અને ઉમરગામમાં આવેલો આ સ્ટુડીયો પણ હીરાભાઈ પટેલનો હતો. આ સ્ટુડિયોની અંદર લંકાપતિ રાવણની ભૂમિકા નિભાવી ચૂકેલા અરવિંદ ત્રિવેદીની ઘણી યાદોને સંગ્રહી રાખવામાં આવી છે.

(તસવીર સૌજન્ય/News18)

ત્યારે આ બાબતે મીડિયા દ્વારા મળી રહેલી માહિતી અનુસાર એ અનુસાર એવું પણ જાણવા મળ્યું છે કે અરવિંદ ત્રિવેદી જયારે આ સ્ટુડિયોની અંદર શૂટિંગ માટે આવતા ત્યાં એક મકાનમાં રોકાતા અને શૂટિંગ સમયે જયારે તે સ્ટુડિયોમાં આવતા ત્યારે બહાર બનાવવામાં આવેલા શિવ મંદિરમાં અચૂક માથું ટેકવતા અને શિવની સ્તુતિ અને પૂજા કર્યા બાદ જ શૂટિંગ શરૂ કરતા.

અરવિંદ ત્રિવેદીનો સ્વભાવ પણ ખુબ જ મર્માળો હતો. તે સેટ ઉપર પણ લોકો સાથે હળી મળી જતા અને મિત્ર ભાવે સૌની સાથે વાતો કરતા હતા. હરિભાઈ પટેલ સાથે પણ તેમને સારી એવી મિત્રતા હતી. આજે હરિભાઈ પટેલ હયાત નથી પરંતુ તેમના દીકરાએ આ બધી યાદોને સંગ્રહી રાખી છે.

ઘણા વર્ષો પહેલા રામાયણનું શૂટિંગ આ સ્ટુડિયોની અંદર થયું હતું, આજે આ સ્ટુડિયો જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે, છતાં પણ રામાયણની એક ઉમદા યાદગીરી તરીકે આ સ્ટુડિયોને આજે પણ જોવામાં આવે છે, અને ઘણા લોકો અવાર નવાર આ સ્ટુડિયોની મુલાકાત લેતા પણ નજર આવે છે.

અરવિંદ ત્રિવેદીએ રાવણના પાત્રને પણ પોતાના અભિનય દ્વારા અમર કરી દીધું હતું, અને લંકેશન પાત્ર દ્વારા જ તેમને ઘર ઘરમાં ઓળખ ઉભી કરી હતી.અરવિંદ ત્રિવેદીના નિધન બાદ ગઈકાલે તેમની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં રામાયણ ધારાવાહિકની સ્ટારકાસ્ટના ઘણા બધા કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ અરવિંદ ત્રિવેદીને અશ્રુભેર શ્રદ્ધાંજલિ પણ આપી હતી. જેની ઘણી તસવીરો પણ સામે આવી છે અને સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

Niraj Patel