લેખકની કલમે

વૃદ્ધિ અને દીક્ષિત બે વર્ષથી રિલેશનશિપમાં હતાં અને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતાં હતાં. દીક્ષિત આઈએએસની તૈયારી કરવા માટે

દીક્ષિતએ કહ્યું, વૃદ્ધિ તું કેમ પાતળી થતી જાય છે ? વૃદ્ધિએ જવાબ આપતા કહ્યું, ક્યાં પાતળી થઈ ગઈ છું ? મારું વજન બાવન કિલો છે અને આ નોર્મલ છે ! વૃદ્ધિ અને દીક્ષિત બે વર્ષથી રિલેશનશિપમાં હતાં અને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતાં હતાં. દીક્ષિત આઈએએસની તૈયારી કરવા માટે દિલ્હી જવાનું વિચારે છે અને આ વાત વૃદ્ધિને પણ કહે છે. વૃદ્ધિ દીક્ષિતને પોતાનાથી દૂર નથી જવા દેવા માંગતી પણ આ એના કેરિયરનો સવાલ હોવાથી તે માની જાય છે. દીક્ષિત દિલ્હી જાય છે અને પોતાની તૈયારીઓમાં વ્યસ્ત થઈ જાય છે. વૃદ્ધિનો એક ખાસ મિત્ર હોય છે જેનું નામ અંકિત હોય છે. અંકિત વૃદ્ધિનો સિનિયર હતો અને બન્ને કૉલેજના બ્રેક ટાઈમમાં સાથે બેસતાં અને વાતો કરતાં. અંકિતને નહોતી ખબર કે વૃદ્ધિનો કોઈ બોયફ્રેન્ડ પણ છે. એના મનમાં તો એમ જ હતું કે વૃદ્ધિ સિંગલ છે ! વૃદ્ધિ દરરોજ રાત્રે દીક્ષિત સાથે વાતો કરતી અને પોતાના દિવસ વિશે પણ કહેતી. દીક્ષિતને અંકિત વિશે ખબર હતી. વૃદ્ધિ ફોન પર અંકિત વિશે જ વાતો કરતી ! સ્વાભાવિક છે કે કોઈપણ બોયફ્રેન્ડને આ વાત પસંદ ન જ આવે અને દીક્ષિતને પણ આ વાત પસંદ ન આવી પણ એને વૃદ્ધિને કીધુ નહીં. વૃદ્ધિ અને અંકિત ક્લોઝ ફ્રેન્ડ્સ થઈ ગયા હતા. વૃદ્ધિ કૉલેજ બ્રેકમાં અંકિતને મળતી અને એની સાથે ઘણી બધી વાતો કરતી. અંકિતે વૃદ્ધિને પૂછ્યું, તારો કોઈ બોયફ્રેન્ડ નથી ? વૃદ્ધિ અંકિતને સાચું કહેવા નહોતી માંગતી એટલે એ બોલી, ના, હજુ સુધી તો નથી જ ! અંકિત પણ વાત કરવા લાગ્યો. અંકિતને ક્રિકેટ અને ડાન્સનો ખૂબ જ શોખ હતો અને આ કારણે જ વૃદ્ધિને અંકિત ગમતો હતો. વૃદ્ધિ અંકિતની દરેક મેચમાં સાથે જતી અને એને ચીયર પણ કરતી. એક દિવસ વૃદ્ધિ અંકિત સાથે કૉલેજમાં હતી અને વૃદ્ધિના ફૉનમાં દીક્ષિતનો કૉલ આવ્યો. વૃદ્ધિએ ફોન કાપી નાંખ્યો ! અંકિતે કહ્યું, કોનો કોલ હતો ? વૃદ્ધિએ કહ્યું, કંઈ નહીં….બસ કંપનીનો કૉલ હતો !

રાત્રે દીક્ષિતનો કૉલ આવ્યો અને વૃદ્ધિ બોલી, સૉરી દીક્ષિત આજે સવારે કૉલેજ હતી તો તારો કૉલ રિસીવ ન કરી શકી ! દીક્ષિતે કહ્યું, ડોન્ટ વરી વૃદ્ધિ ! વૃદ્ધિએ કહ્યું, તારું સ્ટડી કેવું ચાલે છે ? દીક્ષિતે કહ્યું, એકદમ મસ્ત…! ત્યાં કેવું ચાલે છે બધુ ? વૃદ્ધિએ કહ્યું, પેલા ચાલતું હતું એવું જ ચાલે છે. દીક્ષિત અને વૃદ્ધિ મોડી રાત સુધી વાતો કરતાં રહ્યા અને બન્ને એકબીજાથી ખૂબ જ ખુશ હતાં. બીજા દિવસે કૉલેજમાં સિનિયરની ફેરવેલ પાર્ટી હતી અને વૃદ્ધિ તૈયાર થઈને કૉલેજ ગઈ ! સાંજ સુધી કૉલેજ હતી અને સાંજે પાર્ટી હતી તો બધા પાર્ટી માટે એકદમ તૈયાર હતાં. અંકિત અને વૃદ્ધિ બન્ને સાથે ફરતાં હતા અને બંને એ સાથે ડિનર લીધું અને અંકિતે વૃદ્ધિને કહ્યું, તું મારી સાથે ડાન્સ કરીશ ? વૃદ્ધિએ સ્મિત આપ્યું અને અંકિત વૃદ્ધિને ખેંચીને ડાન્સ કરવા લાગ્યો ! વૃદ્ધિ કંઈ પણ વિચાર્યા વગર અંકિત સાથે ડાન્સ કરવા લાગી. રાતના દસ વાગ્યે અંકિત પોતાના બાઇક પર વૃદ્ધિને ઘરે છોડી ગયો. વૃદ્ધિ અને અંકિત જ્યારે ડાન્સ કરતાં હતાં ત્યારે દીક્ષિતના ચાર ફૉન આવી ગયા હતા પણ વૃદ્ધિએ એને એક પણ ફૉન ન કર્યો. દીક્ષિતને વૃદ્ધિની ચિંતા થઈ અને તે પાછો આવવા દિલ્હીથી નીકળી ગયો.વૃદ્ધિ બીજા દિવસે કોલેજ ગઈ અને રોજિંદા સમય પ્રમાણે એ અને અંકિત સાથે બેઠા હતાં. વૃદ્ધિને ખબર પણ નહોતી કે દીક્ષિત પાછો આવી ગયો છે. અંકિતે કહ્યું, વૃદ્ધિ આજે સાંજે પાંચ વાગ્યે ફ્રી હોય તો બાજુના ગાર્ડનમાં બેસીએ. વૃદ્ધિએ કહ્યું, હા…. ફ્રી જ છું. વૃદ્ધિ અને અંકિત વાત કરવામાં મશગુલ હતા અને દીક્ષિત એના ઘરે પહોંચી ગયો હતો અને ફ્રેશ થઈને વૃદ્ધિના ઘરે જવા રવાના થવાનો હતો. વૃદ્ધિ ઘરે પહોંચીને અને જમીને અંકિત સાથે એના બાઇકમાં બેઠી અને ગાર્ડનમાં ગયા. બન્ને ત્યાં બેઠા બેઠા વાતો કરતા હતા. આ સમયે દીક્ષિત વૃદ્ધિના ઘરે પહોંચ્યો અને કહ્યું, આંટી વૃદ્ધિ ક્યાં છે ? વૃદ્ધિના મમ્મીએ કહ્યું, બેટા દીક્ષિત તું આવી ગયો, વૃદ્ધિ કૉલેજના બાજુના ગાર્ડનમાં ગઈ છે ! દીક્ષિત પણ ગાર્ડન તરફ ગયો.

દીક્ષિતે ગાર્ડનમાં જોયું તો ત્યાં વૃદ્ધિ અને અંકિત એકબીજાનો હાથ પકડીને બેઠા હતાં. દીક્ષિતને સખત ગુસ્સો આવ્યો અને એ વૃદ્ધિ પાસે ગયો અને એક લાફો માર્યો. અંકિતને લાગ્યું કે વૃદ્ધિને હેરાન કરવા માટે આવ્યો છે અને એ ગાર્ડનમાં અંકિતના ઘણા મિત્રો હતા. બધાને બોલાવીને અંકિતે દીક્ષિતને મરવાનું શરું કર્યું. વૃદ્ધિ રાડો નાંખતી રહી કે આને ના મારો….આને ના મારો…. તોય અંકિતના મિત્રો દીક્ષિતને મારતા રહ્યાં. અંકિતે દીક્ષિતના માથા પર એક પાઇપ મારી અને ત્યારે વૃદ્ધિ બોલી, અંકિત આ મારો બોયફ્રેન્ડ છે. પણ ત્યાં સુધી મોડું થઈ ચૂક્યું હતું. દીક્ષિત બેભાન થઈ ચૂક્યો હતો…બધા મળીને દીક્ષિતને હોસ્પિટલ લઈ ગયા, દીક્ષિત કોમામાં હતો. વૃદ્ધિ રડી રડીને અડધી થઈ ગઈ હતી અને પોતાની ભૂલનો અહેસાસ આવી ગયો હતો. વૃદ્ધિ દીક્ષિત અને અંકિત સાથે જુઠ્ઠું બોલી હતી અને એનું જ આ પરિણામ આવ્યું હતું.

લેખક : પ્રદિપ પ્રજાપતિ

તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.