સરકારી નોકરીઓ પ્રત્યે વધતા જતાં ક્રેઝના આ દાયકામાં યુવાનોની પોલીસની ડ્યૂટી કરવાના ઉત્સાહમાં પણ વધારો થયો છે. પોલીસ કોન્સ્ટેબલથી માંડીને જીપીએસસીની પરીક્ષાઓ આપવી કે યુપીએસસીની કઠોર એક્ઝામ આપીને આઇપીએસ જેવો ઉચ્ચ પોલીસ હોદ્દો મેળવવા માટે ગુજરાતના યુવાનો સદાય તત્પર જોવા મળે છે.
અમુક જૂજ બનાવોને બાદ કરતા, ગુજરાત પોલીસ માટે હવે ગુંડાગર્દી, લાંચ-રૂશ્વત જેવાં વિશેષણો વાપરવા ઓછાં થયાં છે. તેનું કારણ અલબત્તા આ નવતર યુગમાં પોલીસકર્મીઓ દ્વારા કરાયેલ કામ જ છે. તડકો-ટાઢ કે ઝડી બોલાવતા વરસાદમાં પણ ગુજરાત પોલીસના જવાનો પોતાની ડ્યૂટીમાં ખડેપગે રહીને આપણી સુરક્ષા નિશ્વિત કરતા હોય છે.

આજે ટ્વીટર, ફેસબુક જેવા સોશિયલ મીડિયાના માધ્યમોમાં ગુજરાત પોલીસના જે ઓફિશિયલ એકાઉન્ટ છે, તેમાં પોતાના દ્વારા કરાતી માનવીય પ્રવૃત્તિઓનો તે સિતાર આપે છે અને આપણને ખ્યાલ આવે છે તેમનાં કાર્યો વિશે.
એવું જ થયું હમણાં ગયેલા ‘મધર્સ ડે’ના દિવસે. આપણે તો જાણે મધર્સ ડે સોશિયલ મીડિયા પર સૌ-સૌની માતાજીઓના ફોટા મુકીને ઉજવ્યો. અને ઠીક છે, ઉજવવો પણ જોઈએ. સ્ટેટ્સ મુકો, પોસ્ટ મુકો એમાં કશું ખોટું નથી. આ બહાને પણ આપણે વર્ષમાં એકવાર માતૃત્ત્વનું લેણું અદા કરીએ એ સારી બાબત છે.

પણ અમદાવાદ પોલીસના ઓફિશિયલ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક ભાવુક કાર્યવાહીની જાણકારી આપવામાં આવી. અમદાવાદ પોલીસે માતૃત્ત્વનો આ દિવસ વૃધ્ધાશ્રમમાં જઈને ઉજવ્યો! ત્યાંની અનેક સંજોગવશ કે પરિવારવશ અભાગી બનેલી, વૃધ્ધાશ્રમમાં જીવતી માતાઓને પોલીસ જવાનો પગે લાગ્યા, અરસ્પર મીઠાઈ વહેચી અને બની ગયો મધર્સ ડેનો અનેરો યાદગાર અનુભવ!
આ પ્રેરણાત્મક કાર્ય થકી પોલીસકર્મીઓએ નવતર પેઢી સહિત અનેક લોકોને માટે જરૂરથી હ્રદયના દ્વાર ખોલીને કંઈક અલગ વિચારવાની પ્રેરણા આપી જ હશે. આપણી માતાને તો આપણે મધર્સ ડે વિશ કરીશું જ, પણ જેને કોઈ વિશ કરનારું નથી એના પણ થોડા વાવડ પૂછી લઈશું તો ઈશ્વર કેવો રાજી થશે! ગુજરાત પોલીસે આ કર્યું.

જનતા હવે પોલીસમાં વધારે વિશ્વાસ ધરાવતી થઈ છે. અમુક જૂજ કિસ્સાઓ તો ‘રાંધણ ત્યાં દાઝણ’ જેવા હોય છે. એમનો ખેદ પણ ખરો છતાં એનાથી પોલીસની ઇમેજ સમૂળગી બદનામ કરવાની કોશિશ કરતા લોકો કદાપિ સફળ નહી થાય. જુવાનો આશાસ્પદ છે. સમાજને એ જ તો રક્ષણ આપવાના છે. જય ગુજરાત! જય જવાન!
[આર્ટીકલ સારો લાગે તો શેર કરજો. જણાવજો કે, ગુજરાતના પોલીસકર્મીઓ પર જનતાનો વિશ્વાસક હજુ અડગ છે તેનું આ ઉજ્જવલ ઉદાહરણ છે!]
Author: Kaushal Barad GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks