...
   

વોલ્વો બસ થઇ આઉટ ઓફ કંટ્રોલ, અનેક વાહનને મારી ટક્કર- વીડિયો આવ્યો સામે

વોલ્વો બસનો કહેર, બાઇક સવારો સમેત અનેક ગાડીઓને મારી ટક્કર- અકસ્માતનો વીડિયો જોઇ દિલ બેસી જશે

કર્ણાટકના બેંગલુરુમાં હેબ્બલ ફ્લાયઓવર પર બીએમટીસીની વોલ્વો બસે અનેક વાહનોને ટક્કર મારી દીધી. અનિયંત્રિત બસ અનેક વાહનો સાથે અથડાઈ અને આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માતમાં બે બાઇક સવારો ઘાયલ થયા છે અને ઘણા વાહનોને નુકસાન થયું છે. બસની બ્રેક ફેલ થવાના કારણે આ અકસ્માત થયો હોવાની આશંકા છે.

ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં જોવા મળે છે કે બસ ડ્રાઈવરે પહેલા એક બાઇક સવારને ટક્કર મારી અને પછી આગળ વધવાનું ચાલુ રાખ્યું. આ દરમિયાન અન્ય ઘણા વાહનો તેની સાથે અથડાયા હતા. રસ્તામાં એક કાર આવી ત્યારે બસ ઉભી રહી. એક બાઈકરને પગમાં ઈજા થઈ હોવાનું સામે આવ્યુ છે. આ ઘટના ગઈકાલે સવારે લગભગ 9.30 વાગ્યે બની હતી. હેબ્બલ ફ્લાયઓવર પાસે વોલ્વો બસના ચાલકે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો.

બસ રસ્તા પર આગળ વધી રહેલી અનેક બાઇક અને કાર સાથે અથડાઈ. સદ્નસીબે કારમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બસનો ડ્રાઈવર બ્રેક લગાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ બસની બ્રેક વાગી નથી રહી.

 

View this post on Instagram

 

A post shared by Aaj Tak (@aajtak)

Shah Jina