ખબર

ઇન્ડોનેશિયામાં ફાટ્યો ભયંકર જ્વાળામુખી, 5000 મીટર સુધી બસ અંધારું અને ધુમાડાના ગોટા જ દેખાયા, જુઓ વિડીયો

ઇન્ડોનેશિયાના સુમાત્રા આઇલેન્ડ ઉપર વર્ષોથી ભભકી રહેલા માઉન્ટ સિનાબુંગ જ્વાળામુખી સોમવારના રોજ અચાનક જ ફાટી ગયો હતો. આ જ્વાળામુખીના ફાટવાથી મોટા પ્રમાણમાં રાખોડી અને ધુમાડાના ગોટા નીકળવા લાગ્યા હતા. ધુમાડો અને રાખોડી લગભગ 5000 મીટર એટલે કે 16,400 ફૂટ ઊંચાઈ સુધી જઈ પહોંચ્યા. જેના કારણે આકાશની અંદર ફક્ત ધુમાડો જ નજર આવી રહ્યો હતો. આજુ બાજુના વિસ્તારોમાં પણ ઉપરથી રાખોડી પડવા લાગી હતી.

Image Source

જિયોલોજિકલ હાજૉર્ડ મિટિગેશન સેન્ટર પ્રમાણે જ્વાળામુખીના ફાટવાના કારણે હજુ સુધી કોઈના મૃત્યુ કે કોઈના ઘાયલ થવાની ખબર નથી આવી. આ જ્વાળામુખી સવારે ફાટ્યો હતો.

ગામના લોકોને સલાહ આપવામાં આવી છે કે જ્વાળામુખીના કેન્દ્રથી પાંચ કિલોમીટરના વિસ્તારમાં ના જવું. સાથે જ તેમને લાવા નીકળવાને લઈને પણ ચેતવણી આપવામાં આવી છે અને સાવધાન રહેવાનું કહેવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલ આ ઘટનાથી હવાઈ અવર-જ્વર ઉપર કોઈ અસર નથી પડી.

આ જ્વાળામુખીના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં આસપાસના લગભગ 30 હજાર લોકોને મજબૂરીમાં પોતાનું ઘર છોડીને બીજે ક્યાંક વસવું પડ્યું છે. જો કે જ્વાળામુખીની આસપાસના ક્ષેત્રને ઘણા વર્ષોથી બેરિકેડ કરી દેવામાં આવ્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.