ફિલ્મી દુનિયા

Vogue Beauty Awards : બૉલીવુડ સેલેબ્સનો જોવા મળ્યો હતો અનેરો અંદાજ, જુઓ 15 તસ્વીરો એક ક્લિકે

મુંબઈમાં બુધવારે વોગ બ્યુટી 2019 એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડમાં બોલીવુડના સેલેબ્સ ઉમટી પડ્યા હતા. બોલીવુડ સેલેબ્સ એકથી એક ચડિયાતા ડ્રેસ પહેરીને ઉમટી પડયા હતા. આ એવોર્ડ ફંક્શનમાં આલિયા ભટ્ટ, મલાઈકા અરોરા, ભૂમિ પેડનેકેર, કૃતિ સેનન સહીત ઘણા સેલિબ્રિટી સ્પોટ થાય હતા.

આ એવોર્ડ ફંકશનમા સૈફ અલીખાનની માતા શર્મિલા ટાગોર પણ પહોંચી હતી. તેને ઓફ વ્હાઇટ કલરની સાડી પહેરી હતી. લુકને પૂર્ણ કરવા માટે ગ્રીન એમરેલ્ડ ઈયરરિંગ્સ સાથે વાળને ખુલ્લા રાખ્યા હતા. આ એવોર્ડ ફંક્શનમાં સોનાલી બેન્દ્રે તેના પતિ ગોલ્ડી બહેલ સાથે પહોંચી હતી.

આ એવોર્ડ ફંક્શનમાં મલાઈકા અરોરા તેની બહેન અમૃતા અરોરા સાથે આ ઇવેન્ટમાં પહોંચી હતી. અહીં બન્ને બહેનોએ સાથે પોઝ પણ આપ્યો હતો. આ એવોર્ડ ફંક્શનમાં મલાઈકા અરોરા સેન્ટર ઓફ અટ્રેક્શન રહી હતી.

વ્હાઇટ કલરના હાઈ સ્લીટ ડ્રેસમાં મલાઈકા અરોરા બેહદ ગ્લેમરસ લાગી રહી હતી. મલાઈકાએ રેડ લિપસ્ટિક, ઓપન હેર અને સ્મોકી આઈઝ સાથે લુકને પૂર્ણ કર્યો હતો.

એક્ટ્રેસ સ્વરા ભાસ્કર પણ ફંક્શનમાં જોવા મળી હતી. સ્વરા ભાસ્કરે વ્હાઇટ કલરના આઉટફિટમાં બેહદ ખુબસુરત લાગી રહી હતી.

અર્જુન રામપાલ તેની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલા ડેમેટ્રીએડ્સ સાથે પહોંચ્યો હતો. ગેબ્રિએલા થોડા સમય પહેલા જ માતા બની હતી. તેને પુત્રને જન્મ આપ્યો હતો.

આ એવોર્ડ ફંક્શનમાં આલિયા ભટ્ટ ખુબસુરત અંદાજમાં પહોંચી હતી.આ દરમિયાન તેને ચમકીલી ડ્રેસ પહેરી હતી. તો સની લિયોની પણ આ એવોર્ડમાં હાજરી આપી હતી.

આ એવોર્ડમાં કુબરા સોંત અને અપાર શક્તિ ખુરાના પણ પહોંચ્યા હતા.બન્ને એક સાથે ફોટો પડાવતા નજરે ચડ્યા હતા. આ એવોર્ડ ફંક્શનમાં ક્રિતી કુલ્હારી પણ પહોંચી હતી.

મલાઈકા અરોરા ફરી એકવાર પોતાની કાતિલ અદાઓને લઈને ચર્ચામાં છે. 45 વર્ષીય મલાઈકા પોતાને જે રીતે મેઈન્ટેન રાખે તે ખરેખર પ્રશસંનિય છે. સલમાનની એક્સ ભાભી મલાઈકા અરોરાએ વોગ બ્યૂટી અવોર્ડ્સમાં ખૂબજ હૉટ અંદાજમાં પહોંચી હતી.

જેની તસવીરો જોઈને ચારે બાજુ ચર્ચા જાગી છે.તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે મલાઈકા એવોર્ડ ફંક્શનમાં સફેદ રંગના ડીપ એન્ડ બ્રોડ નેક ગાઉન પહેર્યું હતું. ગ્લેમરસ ગાઉનમાં મલાઈકાએ ડાર્ક લિસ શેડ યૂઝ કર્યું હતું. મલાઈકાએ શાનદાર પોઝ આપી બધાને દંગ કરી દીધા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.