આપણા દેશમાં ઘણી બેંકો શરૂ થાય છે અને બંધ પણ થાય છે અવાર નવાર આપણે સમાચારમાં ઘણા લોકોના નાણાં કેટલીક બેંકમાં ડૂબ્યા હોવાના સમાચાર પણ સાંભળીએ છીએ, ત્યારે આરબીઆઇ દ્વારા કેટલાક નિયમો એની કેટલીક બેંકોને બંધ કરવા માટેના આદેશો પણ કરે છે.

2015માં રિઝર્વ બેંક દ્વારા પેમેન્ટ બેંકની શરૂઆત કરવામાં આવી હતીજેમાં દેશની 41 કંપનીઓએ આરબીઆઇને આવેદન આપ્યું હતું, જેમાંથી કુલ 11 કંપનીઓને જ આરબીઆઇ દ્વારા લાયસન્સ આપવામાં આવ્યું હતું.

ત્યારે દેશની સર્વોચ્ચ મોબાઈલ નેટવર્ક ધરાવતી કંપની વોડાફોનને પણ આ લાયસન્સ મળ્યું હતું, જેમાં વોડાફોન દ્વારા M-pesa દ્વારા પેમેન્ટ બેંક શરૂ કરી હતી. ત્યારે વોડાફોને સ્વેચ્છાએ આ M-pesa પેમેન્ટ બેંક બંધ કરવાની વાત આરબીઆઇ સમક્ષ રજૂ કરી હતી, ત્યારબા રિઝર્વ બેંકે M-pesa પેમેન્ટ બેંકને આપેલા તમામ રાઇટ્સ સર્ટિફિકેટને રદ કર્યું છે.

જેના કારણે હવે વોડાફોન M-pesa દ્વારા થતી તમામ લેવડ-દેવડ બંધ કરવામાં આવશે, માટે હવે આ પેમેન્ટ બેંક બંધ થઈ જશે.

આ સંદર્ભે કંપની દ્વારા પોતાના ગ્રાહકો અને વેપારીઓ માટે પીએસઓ તરીકે કંપનીની ઉપર કાયદેસર દાવો છે તો એઓએ રદ્દ થયાના ત્રણ વર્ષની અંદર 30 સપ્ટેમ્બર 2020 સુધી દાવો કરી શકે છે. ગ્રાહકો કંપની દ્વારા આપવામાં આવેલી આ ડેડલાઈન સુધી પોતાના દાવા કરી શકે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.