ખબર

વોડાફોન-આઇડિયાના યુઝર્સ માટે આવી ખરાબ ખબર, 1 એપ્રિલથી મોંઘી થઇ શકે છે આ સર્વિસ

ટેલિકોમ કંપની વોડાફોન-આઇડિયા ટૂંક સમયમાં તેના ગ્રાહકોને ઝટકો આપવાની છે. હકીકતમાં, સુપ્રીમ કોર્ટે જલ્દીથી-જલ્દી કંપનીને એજીઆર (એવરેજ ગ્રોસ રેવન્યુ) ચૂકવવાનો આદેશ આપ્યો છે, જે પછી વોડાફોન-આઈડિયા કંપનીએ મોબાઇલ ડેટા માટેની દર વધારીને ઓછામાં ઓછા 35 રૂપિયા પ્રતિ જીબીનો દર નક્કી કરવાની માંગ કરી છે. એ હાલના દર કરતા સાત-આઠ ગણો વધારે છે.

Image Source

ટેલિકોમ કંપનીએ પણ એક નિશ્ચિત માસિક ફી સાથે કોલ સેવાઓ માટે છ પૈસા પ્રતિ મિનિટનો દર નક્કી કરવાની પણ માંગ કરી છે. અત્યારે મોબાઇલ ડેટા દર જીબી દીઠ ચાર-પાંચ રૂપિયા છે.

Image Source

આ સિવાય કંપનીએ બીજી માંગ કરી છે કે એજીઆરની ચુકવણી માટે 18 વર્ષનો સમય અને વ્યાજ સહિતના દંડ માટે 3 વર્ષનો સમય જોઈએ છે. જો કે, કોર્ટે હજી સુધી આ માંગ સ્વીકારી નથી. વોડાફોન-આઇડિયા કહે છે કે અમે અમારી સેવાઓ ચાલુ રાખવા માટે 1 એપ્રિલથી કોલ અને ડેટાના દરોમાં વધારો કરીશું. જણાવી દઈએ કે કંપનીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં પ્રિપેઇડ પ્લાનની કિંમતમાં વધારો કર્યો હતો, જેની સીધી અસર ગ્રાહકો પર પડી હતી.

Image Source

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, વોડાફોન-આઈડિયા પર લગભગ 53 હજાર કરોડની એજીઆર બાકી છે. કંપનીએ અત્યાર સુધીમાં ફક્ત 3,500 કરોડ રૂપિયા ટેલિકોમ્યુનિકેશન્સ વિભાગને ચૂકવ્યા છે. જો કંપની ડેટા અને કોલ રેટ્સ મોંઘા કરશે, તો ગ્રાહકોને 1 જીબી ડેટા માટે 32 રૂપિયા ચૂકવવા પડશે. આ સિવાય કોલિંગ કરવા માટે પ્રતિ મિનિટ છ પૈસા ચૂકવવા પડશે.

Image Source

જોકે, કંપનીએ હજી ડેટા અને કોલ રેટમાં વધારો કર્યો નથી. કંપનીએ આ માંગણી એ સમયે કરી છે જ્યારે તેણે પહેલાથી જ છેલ્લા ત્રણ મહિનામાં મોબાઇલ સેવાઓનાં દરોમાં 50 ટકાનો વધારો કર્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.