ફિલ્મી દુનિયા

વિવેક ઓબેરોયે ઐશ્વર્યાની એવી તસ્વીર શેર કરી કે ફેન્સ ચોંકી ગયા…

કોરોના વાયરસ વાયરસની ઝપેટે દરરોજ હજારો લોકો ચડે છે. સામાન્ય નાગરિકથી લઈને સિતારાઓ પણ કોરોનાની ઝપેટે ચડ્યા છે. કોરોનાની ઝપેટે શહેનશાહ અમિતાભ બચ્ચનનો પરિવાર પણ ચડ્યો છે. અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફેન્સ અને દર્શકોમાં ચિંતાની લાગણી છવાઈ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

બચ્ચન પરિવારની સલામતી માટે બધા લોકો દુઆ માંગે છે. દેશમાં ઘણી જગ્યા પર તો પૂજા પાઠ દેવામાં આવ્યા છે જેથી બચ્ચન પરિવારના સંકટના સમયમાં જલ્દીથી જલ્દી બહાર નીકળી શકે. તો ઐશ્વર્યાના પૂર્વ પ્રેમી વિવેક ઓબેરોયે ઐશ્વર્યા અને આરાધ્યાના કોરોના પોઝિટિવ થવાની ખબરની લિંક શેર કરી પરિવારની સલામતી માટે પ્રાર્થના કરી છે.

વિવેક ઓબેરોયે તેના ટ્વિટર એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરી અને લખ્યું કે, ‘અમારી પ્રાર્થના પરિવારની સુખાકારી અને જલ્દીથી સ્વસ્થ થવા માટે છે.’ જણાવી દઈએ કે, વિવેક ઓબેરોય અને ઐશ્વર્યા રાયના રિલેશનશિપને લઈને ચર્ચામાં આવ્યા હતા.

બચ્ચન પરિવારમાં કોરોનાની ઝપેટે આવતા પરિવારના સંપર્કમાં આવેલા લોકો કોરોના ટેસ્ટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર,બીએમસીએ બચ્ચન પરિવારમાં કામ કરનાર 54 લોકોનું લિસ્ટ કાઢ્યું છે. જેનો ટેસ્ટ કરાવવામાં આવી રહ્યો છે જેમાંથી 28 લોકોના સેમ્પલમાં લીધા છે. આજે તે લોકોના રિપોર્ટ આવવાની સંભાવના છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ અમિતાભ બચ્ચનને શનિવારે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ સાથે જ અભિષેક બચ્ચનનો રિપોર્ટ પણ આ પછી કોરોના પોઝિટિવ આવ્યો છે. રેપિડ ટેસ્ટમાં ઐશ્વર્યા, આરાધ્યા અને જયા બચ્ચનનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો પરંતુ બીજા રિપોર્ટમાં ઐશ્વર્યા અને આરાધ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by John Cena (@johncena) on

જણાવી દઈએ કે, આ સમયે સોશિયલ મીડિયા પર ફેન્સથી લઈને બૉલીવુડ સ્ટાર્સ અમિતાભ બચ્ચન અને તેના પરિવારની તબિયત સારી રહે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. થોડા સમય પહેલા જાહેર થયેલા હેલ્થ બુલેટિનમાં એ વાત બહાર આવી છે કે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનની હાલત સ્થિર છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

બચ્ચન પરિવારમાં કોરોના પગપેસારો કરતા તેના 4 બંગલા સીલ કરવામાં આવ્યા છે. BMCની ટીમે અમિતાભના જુહુ સ્થિતિ જલસા બંગાલાને સેનિટાઈઝ કરવા માટે પહોંચી. અમિતાભના આ જ વિસ્તારમાં આવેલા પ્રતીક્ષા અને જનલ બંગલાને પણ સેનિટાઈઝ કરાયા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.