મનોરંજન

વિવેક ઑબેરૉયએ પત્ની સાથે શેર કરી રોમેન્ટિક તસ્વીર, માલદીવમાં આવી રીતે એન્જોય કરી રહ્યા છે બંન્ને

પૂર્વ પ્રેમીની 7 માલદીવની તસ્વીરો જોઈને એશ્વર્યાને પણ જલન થશે

હાલના દિવસોમાં બૉલીવુડ કલાકારોનું પ્રિય સ્થળ માલદીવ જાણે કે બીજુ મુંબઈ બનતું દેખાઈ રહ્યું છે. લોકડાઉન પછી બોલીવુડથી લઈને ટીવી જગતના ઘણા કલાકારો વેકેશેન માટે માલદીવમાં પહોંચ્યા હતા. જેમ કે દિશા પટની, તારા સુતરીયા, હીના ખાન, કાજલ અગ્રવાલ, ટાઇગર શ્રોફ માલદીવમાં રજાઓ માણવા પહોંચ્યા હતા.

Image Source

એવામાં અભિનેતા વિવેક ઑબેરૉય પણ પરિવાર સાથે માલદીવ સમુદ્રની લહેરો વચ્ચે પહોંચ્યા છે. જ્યાં તે પત્ની પ્રિયંકા અને બંન્ને બાળકો સાથે મનભરીને નવરાશની પળો માણી રહ્યા છે, વિવેકે માલદિવના વેકેશનની તસ્વીરો પણ શેર કરી હતી.દર્શકો તેની તસ્વીરો ખુબ પસંદ કરી રહ્યા છે.

Image Source

એક તસ્વીરમાં વિવેક બાળકો સાથે રમતા દેખાઈ રહ્યા છે તો બીજી તસ્વીરમાં પત્ની સાથે સમુદ્ર કિનારે સાઇકલ ચલાવી રહ્યા છે. અમુક તસ્વીરોમાં તે પેરાગ્લાઇડિંગ કરતા અને સમુદ્રમાં બોટની સવારી કરતા દેખાઈ રહ્યા છે. જ્યારે એક તસ્વીર દર્શકોને સૌથી વધારે પસંદ આવી છે. વિવેકે પત્ની સાથેની રોમેન્ટિક તસ્વીર શેર કરી છે, જેમાં તે પત્ની સાથે પુલમાં રોમેન્ટિક અંદાજમાં દેખાઈ રહ્યા છે. તસ્વીર શેર કરતા વિવેકે લખ્યું કે,”સનસેટ, અમારો જાદુઈ સમય”. આ સિવાય તેણે પત્નીને ટેગ કરતા હાર્ટ વાળો ઈમોજી પણ પોસ્ટ કર્યો હતો.

Image Source

જણાવી દઈએ કે એક સમયે ઐશ્વર્યા રાય સાથે રિલેશનમાં રહી ચૂકેલા વિવેકે વર્ષ 2011 માં પ્રિયંકા અલ્વા સાથે લગ્ન કર્યા હતા. બંન્નેના બે બાળકો વિવાન અને અમેયા છે. લાંબા સમયના બ્રેક પછી વિવેક ફરીથી ફિલ્મોમાં કમબેક કરી રહ્યા છે.

Image Source

આ વાતની જાણકારી વિવેકે સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. વિવેકે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો હતો જેમાં તે પોતાની આવનારી ફિલ્મ રોજી:દ સૈફરોન ચેપ્ટર માટે ફોટૉશૂટ કરાવી રહ્યા હતા.છેલ્લી વાર વિવેક પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મમાં જોવા મળ્યા હતા જેમાં તેણે મોદીજીનો કિરદાર નિભાવ્યો હતો.