મનોરંજન

વિવેક ઓબેરૉયની આ એક ભૂલને કારણે ઐશ્વર્યા પણ તેનાથી દૂર થઇ ગઈ અને તેની કારકિર્દીને પણ થયું નુકશાન

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં અવારનવાર કોઈને કોઈના અફેરની ચર્ચાઓ તો થતી જ હોય છે. કેટલાક આ ઇન્ડસ્ટ્રીના જ કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરે છે તો કેટલાક લોકો આ ઇન્ડસ્ટ્રીની બહાર પણ લગ્ન કરે છે. આ બધું તો અહીં સામાન્ય થઇ ચુક્હ્યુ છે. ત્યારે આપણે સૌ જાણીએ જ છીએ કે ઐશ્વર્યા રાયના અભિષેક બચ્ચન સાથે લગ્ન થયા એ પહેલા તેનું નામ સલમાન ખાન સાથે અને પછી વિવેક ઓબેરોય સાથે પણ જોડાયું હતું.

Image Source

સલમાન ખાન અને ઐશ્વર્યાના સંબંધોની ચર્ચાઓ કોઈ નવી નથી, પણ શું તમે જાણો છો કે સલમાન ખાનથી કંટાળીને ઐશ્વર્યાએ વિવેક ઓબેરૉયનો હાથ ઝાલ્યો હતો. અને પછી વિવેક ઓબેરૉયની એક ભૂલને કારણે ઐશ્વર્યાએ એને પણ છોડી દીધો. હમ દિલ દે ચુકે સનમ ફિલ્મના સેટ પર સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની મુલાકાત થઇ અને તેમના વચ્ચે પ્રેમ પાંગર્યો. કેટલાક સમય સુધી બંનેએ એકબીજાને ડેટ કર્યા પછી સલમાનની એક વાતને કારણે બંનેના સંબંધો તૂટી ગયા. સલમાન ખાને ઐશ્વર્યા સામે કાબુલ કર્યું કે તેને ઐશ્વર્યાને દગો આપ્યો છે, તેના હોવા છતાં પણ બીજી છોકરી સાથે સંબંધ રાખ્યો છે.

Image Source

આ જ વાત પર ઐશ્વર્યાએ આ સંબંધને ખતમ કરવાનો નિર્ણય લીધો. ઐશ્વર્યા સાથેના સંબંધોનો અંત આવ્યા પછી સલમાન પોતાના ગુસ્સા પર કાબુ રાખી શકતા ન હતા. ઐશ્વર્યા શૂટિંગમાં વ્યસ્ત હોય ત્યારે સલમાન ત્યાં જઈને ધમાલ કરી મુકતા હતા. સલમાનના આવા વર્તનને કારણે ઐશ્વર્યા પરેશાન થઇ ચુકી હતી.

Image Source

આ સમય દરમ્યાન વિવેક ઓબેરોય તેમના જીવનમાં આવ્યા. વિવેક ઓબેરોયે વર્ષ 2002માં ફિલ્મ કંપનીથી ડેબ્યુ કર્યું હતું. તેમની કારકિર્દી સારી ચાલી રહી હતી, પણ તેમના જીવનમાં ઐશ્વર્યા આવી અને તેઓની એક ભૂલને કારણે તેમની કારકિર્દી પર અસર થઇ.

Image Source

સલમાન ખાનથી અલગ થયા બાદ ઐશ્વર્યાના જીવનમાં વિવેક ઓબેરોય આવ્યા. બંનેએ ફિલ્મ ‘કયો હો ગયા ના’માં સાથે કામ કર્યું અને કામ કરતા સમયે બંનેએ એકબીજા માટે પ્રેમ અનુભવ્યો. ઐશ્વર્યાના 30મા જન્મદિવસે વિવેકે ઐશ્વર્યાને 30 ગિફ્ટ પણ આપ્યા હતા. જો કે ઐશ્વર્યાએ ક્યારેય ખુલીને કહ્યું ન હતું કે તે વિવેક સાથે સંબંધમાં છે, પણ તેની સાથે બધા જ ફંક્શનમાં જતી હતી. એનાથી એ તો સ્પષ્ટ હતું કે બંને વચ્ચે કઈંક રંધાઈ રહ્યું છે.

Image Source

આ દરમ્યાન વિવેકે એક મોટી ભૂલ કરી નાખી. તેઓ ઇચ્છતા હતા કે તેઓ ઐશ્વર્યાના ખરાબ સમયમાં તેની સાથે રહે પણ વિવેકની ભૂલને કારણે બધું જ બદલાઈ ગયું. વિવેકે એક દિવસ એક હોટલના એક રૂમમાં પ્રેસ કોન્ફ્રન્સ બોલાવી અને ખુલાસો કર્યો કે તેને સલમાન તરફથી મારી નાખવાની ધમકી ભર્યા ફોન આવી રહયા છે. આટલું જ નહીં સલમાને તેને 42 વાર કોલ્સ પણ કર્યા છે. આ પ્રેસ કોન્ફ્રન્સને કારણે કોઈનું પણ ભલું ન થયું પણ જેના માટે વિવકે આવું કર્યું હતું એને પણ તેનો સાથ છોડી દીધો.

Image Source

ઐશ્વર્યાએ પછીથી સ્પષ્ટતા કરી હતી કે આ બધા સાથે તેને કોઈ લેવાદેવા નથી અને તે વિવેકથી દૂર થઇ ગઈ. ઐશ્વર્યાની સાથે સાથે વિવેકના હાથમાંથી ઘણી ફિલ્મોની ઓફર પણ જતી રહી. ઇન્ડસ્ટ્રીમાં સલમાન ખાન એક સ્ટાર બની ચુક્યા હતા અને વિવેકે તો હજુ શરૂઆત કરી હતી. સલમાન સાથેની બબાલને કારણે કોઈ તેને પોતાની ફિલ્મમાં લેવા માંગતું ન હતું. આ ઘટના પછી વિવેક કારકિર્દીની એ ઊંચાઈ સુધી પહોંચી શક્યો નહિ. જો કે વિવેકને જલ્દી જ પોતાની ભૂલનો અહેસાસ થયો અને એ ઘણીવાર સલમાન ખાનની માફી માંગી ચકયો છે.

Image Source

ઐશ્વર્યાની વાત કરીએ તો અભિષકે બચ્ચન સાથે લગ્ન કરીને તે ખૂબ જ ખુશ છે અને તેની એક દીકરી આરાધ્યા પણ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks