વિવેક ઓબેરૉયની પત્નીનો ફોટો જોઈને ખુદ ઐશ્વર્યા રાય પણ થઇ જશે સ્તબ્ધ
અભિનેતા વિવેક ઓબોરોય બોલીવુડનું એક એવું નામ છે જેને હિટ ફિલ્મોતો ખાસ નથી આપી છતાં પણ મોટાભાગના લોકો આ નામને ઓળખે છે અને ફિલ્મોમાં તેનું કામ જોયું છે. વિવેક ત્યારે ખુબ ચર્ચામાં આવ્યો હતો જયારે તેનું અભિનેત્રી ઐશ્વર્યા રાય સાથે અફેર ચાલતું હતું.

ઐશ્વર્યા સાથેના અફેર દરમિયાન જ વિવેકને સલમાન ખાને ધમકી પણ આપી હતી જેના કારણે વિવેકે ઐશ્વર્યા સાથે બ્રેકઅપ પણ કરી લીધું હતું અને ફિલ્મોથી પણ દૂર થઇ ગયો હતો. બ્રેકઅપ બાદ વિવેકનું નામ બીજી કોઈપણ અભિનેત્રી સાથે નથી જોડાયું અને તેને કરવાનું જ નક્કી કરી લીધું હતું.

એ દરમિયાન વિવેક લંડનની અંદર પોતાની મા યશોધરા ઓબોરોય સાથે રહેતો હતો અને તેને તેની માએ પ્રિયંકા આલ્વાને લગ્ન માટે મળવાનું કહ્યું જે ફોલોરેન્સમાં જ હતી. પ્રિયંકા કર્ણાટકના પૂર્વ મિનિસ્ટર જીવરાજ અલ્વાની દીકરી હતી. વિવેકે શરૂઆતમાં તો તેને મળવા માટેની ના કહી દીધી, પરંતુ તેની માતાના દબાણ કરવા ઉપર તે તેને એક શરતે મળવા માટે તૈયાર થયો. વિવેકે જણાવ્યું કે તેને જો પ્રિયંકા ગમશે તો એક વર્ષ સુધી તેની સાથે ડેટ કરશે અને પછી જ તે લગ્ન માટે હા પાડશે.

તેની માએ પણ તેની શરત માની અને એ સમયે તેને પ્રિયંકા અલ્વાને મળવા માટેનું કહ્યું જે ફ્લોરેન્સમાં હતી. વિવેક તેને મળવા માટે ગયો અને પહેલી નજરમાં જ પ્રિયંકા તેને પસંદ આવી ગઈ હતી.

પ્રિયંકાને જયારે તે મળ્યો ત્યારે પ્રિયંકા વિવેકને Santa Trinita Bridge લઇ ગઈ, આ વાત વિવેકે એક ઈન્ટવ્યુની અંદર જણાવી હતી. વિવેકને પ્રિયંકા અને તેનો સ્વભાવ ખુબ જ પસંદ આવ્યો જેના વિષે વિવેકે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું.

“પ્રિયંકાએ બિલકુલ મેકઅપ નહોતો કર્યો, તે હકીકતમાં જેવી છે તેવી જ મારી સામે આવી, મેં પોતાનું જેકેટ જમીન ઉપર પાથર્યું અને અમે બંને કલાકો સીધી ત્યાં બેઠા અને વાતો કરી. હું પ્રિયંકાને 4 જુલાઈના રોજ મળ્યો અને 7 સપ્ટેમબરે અમે સગાઈ કરી અને 29 ઓક્ટોમ્બરે અમે લગ્ન પણ કરી લીધા.”

વિવેકને પ્રિયંકા એટલી પસંદ આવી ગઈ હતી કે તે લગ્ન માટે એક વર્ષની પણ રાહ ના જોઈ શક્યો. પ્રિયંકા એક સોશિયલ વર્કર છે. તે એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલી છે, વિવેક અને પ્રિયંકા બંને ઘણું જ સોશિયલ વર્ક કરે છે. અભિનય ઉપરાંત વિવેક KARRM ઇન્ફાસ્ટ્રકચરનો મલિક પણ છે. વિવેક અને પ્રિયંકાનો એક દીકરો વિવાન અને દીકરી આમેય પણ છે.