વડોદરામાં લક્ષ્મીકુંજ સોસાયટીમાં દીકરાનું મૃત્યુ થતા માતા ધ્રુસકે ધ્રુસકે રડી, કહ્યું ‘મારા દીકરાને જબરદસ્તી ઇન્જેક્શન લગાવીને…’

વડોદરામાંથી હાલમાં જ ગઇકાલના રોજ એક રહસ્યમય મોતનો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં ન્યૂ સમા રોડ પર રાધાકૃષ્ણ ફ્લેટમાં એક યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યુ હતુ. આ બાબતે પ્રાથમિક વિગત અનુસાર, આ યુવાનનું મોત કેફી પદાર્થના ઓવરડોઝના કારણે થયું હતુ. આર્મીના નિવૃત્ત અધિકારીના 31 વર્ષિય પુત્ર વિવેક અશોકકુમાર કરણ જે અમદાવાદની ખાનગી કંપનીમાં એચઆર હેડ તરીકે કામ કરતો હતો તેનું રાધાકૃષ્ણ ફ્લેટમાં રહસ્યમય રીતે મોત થયુ હતુ. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતકના શરીરમાં નશાકારક દ્રવ્ય, ઝેરી પ્રવાહી અને ડ્રગ્સની હાજરી મળી આવી હતી. આ બાબતે હવે તેની માતાનું કહેવુ છે કે, જે લોકો બોલી રહ્યા છે તે ખોટુ કહી રહ્યા છે,

તેમના દીકરાને જબરદસ્તી ઇન્જેક્શન લગાવી મારી નાખવામાં આવ્યો છે.મૃતકની માા શૌરી કરણે જણાવ્યું કે તેમનો દીકરો એટલો મોટો છે, એટલું બોડી છે. એ દારૂ પીને મરી શકતો નથી. આમાં બધા મળેલા છે. બધાને ખબર હોય છે કે ક્યાં શું ચાલે છે, પોલીસવાળા કંઇ નથી કરતા. તેમને બધી ખબર હોય છે. મારા દીકરા સાથે શું થયું એની ખબર નથી. તેમણે આગળ જણાવ્યુ કે, તેના ગળા અને હાથ પર નિશાન પણ છે. મૃતકની માતા તો કહેતા કહેતા ધ્રુસકને ધ્રુસકે રડી રહી હતી. મૃતકના પિતાએ જણાવ્યું હતું કે સવારે 8.30 વાગ્યા આસપાસ તેના મિત્રનો ફોન તેમની પત્ની પર આવ્યો અને કહ્યુ કે, વિવેક અહીં પડેલો છે. તે લોકોએ જઇને જોયું તો એનો મૃતદેહ પડેલો હતો.

તેઓ એવું વિચારતા હતા કે તેને હોસ્પિટલ લઈ જઇશું, પણ મૃતદેહ જોઈ આઘાત લાગ્યો હતો. તેઓના કહેવા અનુસાર, કોણે શું પીવડાવ્યું અને શું થયુ એની ખબર નથી. આ કાવતરું હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. વિવેકનાં પરિવારજનોએ જણાવ્યું કે તેના મિત્રોએ વીડિયો બતાવ્યો અને કહ્યુ કે, વિવેક પોતાની મરજીથી દારૂ પી રહ્યો છે, તે લોકોએ નથી પિવડાવ્યો. પરિવારજનોનો આરોપ છે કે મરનારી વ્યક્તિ આવો વીડિયો કેમ બનાવે ? તેઓનું કહેવુ છે કે, આ વીડિયોની તપાસ થવી જોઈએ. હાલ તો પોલિસ તપાસ અને રીપોર્ટ અનુસાર એવું સામે આવ્યુ છે કે, દારૂના ઓવરડોઝને કારણે તેનું મોત થયું છે.

ફાઈનલ રિપોર્ટ હાલ પેન્ડિંગ છે, જે આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે. આ કેસમાં સમા પોલીસે ફ્લેટમાલિક બલજિત રાવત, તેના મામા કૈલાસ ભંડારી અને કૈલાસ સાથે લિવ-ઇનમાં રહેતી નેહા ભંડારીની પૂછપરછ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કૈલાસ પારુલ યુનિવર્સિટી પાસે ધાબું ચલાવે છે. નેહા અગાઉ દારૂની મહેફિલમાં પણ પકડાઈ હતી, જ્યારે બલજિત સામે દારૂ સહિત 6 ગુના નોંધાયેલા છે.રાધેકૃષ્ણ ફ્લેટમાં રહેતા બલજિત રાવતથી પાડોશીઓ પરેશાન થઇ ગયા છે. બલજિતનાં કરતૂતોને કારણે પોલીસના અનેકવાર દરોડા પડ્યા છે.

જણાવી દઇએ કે, વડોદરાના સમામાં એ-26, લક્ષ્મીકુંજ સોસાયટીમાં રહેતા અશોકભાઇ નિવૃત્ત લશ્કરી જવાન છે. તેમનો એકનો એક દીકરો વિવેક બે દિવસ પહેલા જ વડોદરા આવ્યો હતો અને મોડી રાત્રે 10 વાગ્યા આસપાસ સમા ચાણક્ય પુરી સોસાયટી પાસે આવેલ 203 રાધેકૃષ્ણ ફ્લેટમાં તે ગયો હતો. આ દરમિયાન જ તેનું રહસ્યમય રીતે મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ રૂમમાં રહેતી નેહા નામની યુવતીએ પોલીસ કંટ્રોલમાં કરી હતી. જે બાદ પોલિસે તાત્કાલિકે દોડી આવી લાશનો કબજો લીધો અને તેને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી.ઘટનાની જાણ મૃતકના માતા-પિતાને કરવામાં આવતા માતા-પિતા તેમજ અન્ય પરિવારજનોને દોડી આવ્યા હતા અને માતા-પિતાના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો.

Shah Jina