“શ્રીનગર આવો, તમારી હત્યા થઇ જશે” ધ કાશ્મીર ફાઇલ્સના ડાયરેક્ટ વિવેક અગ્નિહોત્રીએ 1990માં કાશ્મીરી હિન્દૂઓને મોકલવામાં આવેલો પત્ર કર્યો શેર

હાલ આખા દેશમાં જો કોઈ ફિલ્મનો ડંકો વાગી રહ્યો હોય તો તે છે “ધ કાશ્મીર ફાઇલ્સ”. આ ફિલ્મ રિલીઝ થયા બાદ જ દરેક સિનેમાઘરોમાં હાઉસફુલ શો જઈ રહ્યા છે, આ ફિલ્મની અંદર કાશ્મીરી પંડિતોનો પીડાને ખુબ જ ઉમદા રીતે વર્ણવવામાં આવી છે. ત્યારે આ ફિલ્મ રિલીઝ થયા બાદ એક પછી એક ચોંકવાનારી હકીકતો પણ સામે આવી રહી છે.

આ ફિલ્મ રિલીઝ થયા બાદ ફિલ્મના નિર્દેશક વિવેક અગ્નિહોત્રી સતત ચર્ચામાં છે, તેમના ઉપર આખા દેશની નજર છે. આ ફિલ્મ આવ્યા બાદ દર્શકો અને આલોચકોનો સમાન પ્રેમ ફિલ્મને મળી રહ્યો છે રેટિંગમાં પણ આ ફિલ્મ ટોપ ઉપર છે. પરંતુ એટલું જ નહિ વિવેક અગ્નિહોત્રી સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે અને કાશ્મીર સાથે જોડાયેલી ઘણી બાબતો પણ શેર કરતા રહે છે.

હાલમાં જ તેમને પોતાના ટ્વીટર ઉપર એક પત્ર શેર કર્યો છે. ગત રોજ ભાજપની સંસદીય દળની બેઠકમાં આ ફિલ્મને બદનામ કરવા વાળાની આલોચના કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા વિવેક અગ્નિહોત્રીએ 1990માં એક કાશ્મીરી હિન્દૂને લખવામાં આવેલો હાડ થિજીવી દેનારો પત્ર પણ શેર કર્યો હતો.

આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, “તમે આઈ.બી. છો. તમારી પત્ની આઈ.બી. છે. અમે બધાને મારી નાખીશું. તમે, તમારા 3 પુત્રો, 2 પુત્રવધૂ અને તેમના બાળકો. શ્રીનગર આવો અને તમારી હત્યા કરી દેવામાં આવશે. સાવધાન રહો. તમે દુશ્મન છો.” આ પત્ર શેર કરવાની સાથે વિવેક અગ્નિહોત્રીએ એક કેપશન પણ લખ્યું હતું.

તેમને લખ્યું હતું કે, “આભાર, PMOIndia narendramodi જી ભારતના સૌથી મહાન મૂલ્ય – સત્ય વિશે દરેકને યાદ કરાવવા બદલ. આ કાશ્મીરનું સત્ય છે. જો કોઈ આ અંગે વિવાદ કરે છે, તો હું આના જેવા 1000 અસલ દસ્તાવેજો રજૂ કરી શકું છું. સત્યમેવ જયતે”  સોશિયલ મીડિયામાં તેમનો આ પત્ર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. તો હજુ એક વીડિયો અનુપમ ખેરે પોસ્ટ કર્યો હતો જે ચાહકોને ખુબ જ ગમ્યો હતો.અનુપમ ખેરે ફિલ્મમાં પુષ્કરનાથ નામના એક વૃદ્ધ વ્યક્તિની ભૂમિકા ભજવી હતી, જેને ડિમેન્શિયા હતો. અભિનેતાએ ઘણી વખત ઉલ્લેખ કર્યો છે કે તે પાત્ર સાથે ભાવનાત્મક રીતે જોડાયેલો હતો કારણ કે તે પોતે એક કાશ્મીરી પંડિત છે, પરંતુ તેના પિતાનું નામ પુષ્કરનાથ હતું.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

અભિનેતાએ તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મના શૂટની BTS ક્લિપ શેર કરી હતી અને આ ક્લિપમાં અનુપમ ખેર, તેમના ચહેરા પર વાદળી કલરના પેઇન્ટ સાથે પરંપરાગત કાશ્મીરી પોશાક પહેરેલા જોવા મળ્યા હતા. તેના હાથમાં એક નાનકડી ટોપલી પણ હતી. તેણે કેપ્શનમાં લખ્યું, “પડદા પાછળ Behind the scene!” અભિનેતાના ચાહકોએ તાજેતરની ફિલ્મમાં તેમના આઇકોનિક અભિનય માટે તેમની પ્રશંસા કરી. એક ચાહકે લખ્યું, “તમે અજેય છો,” જ્યારે અન્ય લોકોએ ઉલ્લેખ કર્યો કે કેવી રીતે તેના કામથી તેમની આંખોમાં આંસુ આવ્યા.

Niraj Patel