વિવાહમાં શાહિદ કપૂરની સાળીનું ફિગર અત્યારે જોરદાર બની ગયું, લોકોએ કહ્યુ- આ ખરેખર એ જ છે કે શું

“વિવાહ” ફિલ્મની સાવલી અભિનેત્રી હવે થઇ ગઇ છે એટલી મોટી કે બ્લાઉઝ વગર સાડી પહેરી જ ક્લિક કરાવી લીધી તસવીરો

બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર અને એક્ટ્રેસ અમૃતા રાવની સુપરહિટ ફિલ્મ ‘વિવાહ’ આજે પણ દર્શકોની ફેવરિટ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મની વાર્તાથી લઈને કેરેક્ટર સુધી દર્શકોને દરેક વસ્તુ ખૂબ પસંદ આવી. આ જ કારણ છે કે ઘણા વર્ષો વીતી જવા છતાં પણ આ ફિલ્મ લોકોમાં પહેલાની જેમ જ લોકપ્રિય છે.આ ફિલ્મમાં અમૃતા રાવ અને શાહિદ કપૂરની જોડીને ઘણી પસંદ કરવામાં આવી હતી. પરંતુ આ ફિલ્મમાં અમૃત રાવ સિવાય બીજી એક અભિનેત્રી હતી જેણે ઘણી હેડલાઇન્સ બનાવી હતી,

એ હતી અમૃતા રાવની ઓનસ્ક્રીન બહેન અમૃતા પ્રકાશ. જે ફિલ્મમાં સાવલી અને નાની બતાવી હતી તે આજે ખૂબ મોટી અને બોલ્ડ બની ગઈ છે.અમૃતા પ્રકાશ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે દરરોજ સોશિયલ મીડિયા પર કેટલીક શ્રેષ્ઠ પોસ્ટ પોસ્ટ શેર કરતી રહે છે. જે ચાહકોને ખૂબ જ ગમે છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર તેના કેટલાક ફોટા વાયરલ થઈ રહ્યા છે, જેમાં અભિનેત્રીએ તેના બોલ્ડ લુકથી બધાને ઘાયલ કરી દીધા છે.

બેકલે ડ્રેસમાં અભિનેત્રીની આ પોસ્ટે સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે. જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. તસવીરમાં તમે જોઈ શકો છો કે અમૃતા પ્રકાશે બ્લાઉઝ પહેર્યા વગર સાડી પહેરી છે. આ તસવીરમાં અભિનેત્રી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. જો કે અભિનેત્રીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બહુ સફળતા મેળવી નથી, પરંતુ તે ઈન્સ્ટાગ્રામ પર ઘણી લોકપ્રિય છે. અભિનેત્રી અમૃતા પ્રકાશને ‘વિવાહ’માં તેના પાત્ર માટે ખૂબ પસંદ કરવામાં આવી હતી.

ફિલ્મમાં સિમ્પલ દેખાતી અમૃતા રિયલ લાઈફમાં એકદમ બોલ્ડ બની ગઈ છે. તે અવારનવાર પોતાના બોલ્ડ અવતારને ફેન્સ સાથે શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર તેની તસવીરો દરરોજ વાયરલ થતી રહે છે, જેને તેના ફેન્સ પણ ખૂબ પસંદ કરે છે.જ્યારે અમૃતાએ વિવાહ ફિલ્મ કરી ત્યારે તે 19 વર્ષની હતી. આજે તે 35 વર્ષની છે. દેખાવથી લઈને ફિટનેસમાં તે સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આજે તે તેના ગ્લેમરસ લુકથી ચાહકોના દિલ ધડકતા રહે છે.

અમૃતા પ્રકાશ ચાર વર્ષની ઉંમરથી જ પડદા પર દેખાવા લાગી હતી. તે બાળપણમાં ઘણી જાહેરાતોમાં જોવા મળી હતી. વર્ષ 2001માં તેણે ફિલ્મ ‘તુમ બિન’થી બાળ કલાકાર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે પછી તે ઘણા ટીવી શોમાં જોવા મળી હતી. તે મલયાલમ ફિલ્મોમાં પણ જોવા મળી છે. અમૃતા પ્રકાશ 2006માં સૂરજ બડજાત્યાની ફિલ્મ ‘વિવાહ’માં જોવા મળી હતી. આ ફિલ્મે તેને સ્ટાર બનાવી દીધી.

 

View this post on Instagram

 

A post shared by Amrita Prakash (@amoopointofview)

આ પછી તેણે ‘કોઈ મેરે દિલ મેં હૈ’, ‘એક વિવાહ ઐસા ભી’, ‘વી આર ફેમિલી’, ‘ના જાને કબ સે’ જેવી ફિલ્મોમાં પોતાનું અભિનય કૌશલ્ય બતાવ્યું. અમૃતા પ્રકાશ ‘ડાબર’, ‘ગ્લુકોન-ડી’, ‘રસના’, ‘સનસિલ્ક’ સહિત 50થી વધુ જાહેરાતોમાં જોવા મળી છે. તે ‘લાઈફ બોય’ સાબુની જાહેરાતમાં જોવા મળી હતી. જેમ જેમ અમૃતા પ્રકાશ લોકપ્રિય થતી ગઇ તેમ તેમ તેનો દેખાવ બદલાતો ગયો.

 

View this post on Instagram

 

A post shared by Amrita Prakash (@amoopointofview)

Shah Jina