ગુજરાતના પૂર્વ મંત્રી વિઠ્ઠલભાઈ રાદડિયાનું લાંબી બીમારી બાદ 61 વર્ષની વયે હોસ્પિટલમાં જ નિધન થયું છે. 5 વાર ધારાસભ્ય અને 1 વાર સાંસદ રહી ચૂકેલા જાણીતા ખેડૂત નેતા, આગેવાનનું 29 જુલાઈ 2019ના રોજ નિધન થયું છે. તેમના નિધન બાદ તેમના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તેમના પુત્ર જયેશ રાદડિયાએ ટ્વીટર પર ટ્વીટ કરીને જણાવ્યું છે કે 30 જુલાઈના રોજ તેમની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાને(જામકંડોરણા)થી નીકળશે.
જયશ્રીકૃષ્ણ,આપણા સૌના વડીલ ખેડુતનેતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાનુ આજરોજ તા.૨૯/૭/૧૯ ને સોમવારના દિવસે દુ:ખદ અવસાન થયેલ છે.અંતિમ દર્શન : તા.૩૦/૭/૧૯ મંગળવાર સવારના ૭થીબપોરના ૧૨ કન્યા છાત્રાલય-જામકંડોરણા,સ્મશાન યાત્રા : તા.૩૦/૭/૧૯ મંગળવાર બપોરે ૧ કલાકે નિવાસસ્થાનેથી પટેલ ચોક,જામકંડોરણા. pic.twitter.com/cX1hNqu3Ba
— Jayesh Radadiya (@ijayeshradadiya) July 29, 2019
ગુજરાતના દબંગ નેતાના રૂપમાં જાણીતા વિઠ્ઠલભાઈનો જન્મ 8 નવેમ્બર 1958ના રોજ જામકંડોરણા હતો. તેમને બીએ સુધીનો અભ્યાસ કર્યો હતો અને તેઓ માટે ખેતી અને સમાજસેવા જીવનના પાયા રહયા હતા. જામકંડોરણામાં 45 વીઘામાં ગૌશાળા ચલાવતા આ નેતાએ જે તે સમયે અલગ સૌરાષ્ટ્ર રાજ્ય માટે સપનું પણ સેવ્યું હતું અને એ માટે લડત પણ શરુ કરી હતી.

તેઓ 1987માં જામકંડોરણા તાલુકા પંચાયત પ્રમુખ, 1990થી 2009 સુધી ધોરાજી જામકંડોરણાના ધારાસભ્ય, 1996થી 1998 ખાણ ખનીજ અને સહકાર ખાતાના મંત્રી, 1997થી 1998 સિંચાઈ ખાતાના કેબિનેટ મંત્રી, 2000થી 2003 રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, 1995થી સતત અત્યાર સુધી રાજકોટ ડ્રિસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેંકના ચેરમેન, 2004થી અત્યાર સુધી ઇફકો, ન્યુ દિલ્હી ડિરેક્ટર, 2009થી 2013 સંસદસભ્ય પોરબંદર વિસ્તાર અને 2009થી અત્યાર સુધી પોરબંદર વિસ્તાર સંસદસભ્ય રહી ચુક્યા છે.

સૌરાષ્ટના કદાવર નેતા વિઠ્ઠલભાઈ રાદડિયા વિધાનસભમાં સતત પાંચવાર ચૂંટાઈ આવ્યા છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં વિઠ્ઠલ રાદડિયાની તબિયત નાતંદુરસ્ત હોવાને કારણે ભાજપે રમેશ ધડૂકને ટિકિટ આપી હતી. સૌરાષ્ટના કદાવર નેતા હોય હાલમાં જ તેને ક્રેન્દ્રિય મંત્રીમંડળમાં સ્થાન આપવાની વાતો ચાલતી હતી. પરંતુ અગમ્ય કારણોસર ભાજપનું આ વિસ્તરણ મોફુક રાખવામાં આવ્યું હતું.

તેઓને કેન્સર થયું હતું, જેની સારવાર તેઓએ અમેરિકામાં કરાવી હતી. આ પછી કેટલાક મહિનાઓ પહેલા તેમની તબિયત લથડતા તેઓને અમદાવાદના ઝાયડસ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા તેઓનું આજરોજ નિધન થયું છે.

તેઓએ સમાજની પ્રગતિ માટે ઘણા કામો કર્યા હતા. કેન્સર હોવા છતાં તેઓ દરેક કામ એક યુવાનને શરમાવે એટલા જોશથી કરતા હતા. તેઓએ પોતાના પુત્રના નિધન બાદ પોતાની પુત્રવધુના બીજા લગ્ન કરાવી પોતાના દિવંગત પુત્રના ભાગની સો કરોડની સંપત્તિ પણ આપી હતી. આમ કરીને તેઓએ સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

વિઠ્ઠલભાઈ રાદડીયાના નાના દીકરા કલ્પેશનું નિધન એક માર્ગ અકસ્માતમાં થયું હતું, જે બાદ તેમની પુત્રવધુ મનીષા, બે બાળકો સાથે સાસરે જ રહેતી હતી, અને વિઠ્ઠલભાઈ રાદડિયાએ સમાજના લોકો સાથે ચર્ચા બાદ પોતાની પુત્રવધુના બીજા લગ્ન કરાવ્યા અને સાથે જ પોતાના દીકરાના ભાગની સંપત્તિ પણ કન્યાદાનમાં આપી દીધી હતી. તેમના આ નિર્ણયથી સમાજના અન્ય લોકોને પણ પ્રેરણા મળી હતી. તેમના પુત્ર જયેશે એક વાર જણાવ્યું હતું કે વિઠ્ઠલભાઈએ હંમેશા સામાજિક સમરસતાના સિદ્ધાંતનું અનુસરણ કર્યું છે.
વિઠ્ઠલભાઈ રાદડિયાના મૃત્યુ પર ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ શોક વ્યક્ત કર્યો છે.
Saddened by the demise of senior BJP leader Shri Vitthalbhai Radadiya. I express my deepest condolences to his family and friends.
Om Shanti…
— Vijay Rupani (@vijayrupanibjp) July 29, 2019
ખેડૂતોના નેતા તરીકે ઓળખાતા વિઠ્ઠલભાઈ એક રાજકીય નેતા કરતા વધુ એક સામાજિક કાર્યકર તરીકે ઓળખાતા હતા. તેઓએ સૌરાષ્ટ્રના ખેડૂતોની સમસ્યામાં હંમેશા સાથ આપ્યો હતો. તેમના નિધન બાદ પણ તેઓ ખેડૂતોના દિલમાં સદાય માટે જીવંત રહેશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks