માણસની ઉંમર વધવાને કારણે તેના શરીરમાં અનેક પ્રકારના બદલાવ આવે છે. જેવી રીતે કોઈ બાળક જુવાન થાય છે ત્યારે તેની ઉંમરની સાથોસાથ તેનું શારીરિક મજબૂરી પણ વધે છે.પરંતુ ઉમરણના એક પડાવ બાદ શારીરિક મજબૂટી ઘટે છે. ત્યારે શરીરને એક્ટિવ રાખવું અને સ્વસ્થ શરીર રહે તે માટે ઉર્જાને જાળવવી મુશ્કેલ બની જાય છે. પહેલા માણસો ઘરનો ખોરાક ખાતા હતા ત્યારે તેની શારીરિક શક્તિ 40 વર્ષ પછી ઘટતી હતી. પરંતુ હાલમાં થોડા વર્ષમાં બહારનું જંક ફૂડ અને અન્ય જમવાનું વધી જતા મનુષ્ય 30ની ઉંમર બાદ જ શારીરિક શક્તિ ઓછી થવા લાગે છે. ત્યારે આ સમયે જો શરીર ઉપર પૂરતું ધ્યાન આપવામાં ના આવે તો ગંભીર બીમારીનો ભોગ બની શકાય છે.

ઉંમરના આ પડાવ પર પહોંચ્યા બાદ શરીરમાં ઘણા વિટામિન અને મિનરલ્સની જરૂરત પડતી હોય છે. વિટામિનરંગી ફક્ત આપણા શરીરને પોષણ ના જ મળે પરંતુ ઘણા રોગોથી મુક્તિ પણ મળે છે. શરીરને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ સારા ખોરાકથી મળે છે. તેના માટે હંમેશા પોષ્ટીક જ આહાર ખાવો જોઈએ. સામાન્ય રીતે તો 40ની ઉંમર પછી જ ચહેરા પર કરચલી થાવનું શરૂ થાય છે. પરંતુ જો ધ્યાન રાખવામાં ના આવે તો 30 વર્ષ પછી પણ થઇ શકે છે.
શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામિન્સ અને મિનરલ્સ

વિટામિન -A
વિટામિન Aઆંખની કમજોરીને દૂર કરવામાં મદદ કરે છે. સાથે જ હાડકા મજબૂત રાખે છે. ગંભીર બીમારીઓથી બચાવવા માટે મદદ કરે છે. વિટામિન મુખ્યત્વે દૂધ, ડેરી પ્રોડક્ટ, બોકીનીમાંથી પ્રાપ્ત થાય છે.

વિટામિન B-12
વિટામિન B12 શરીરના કોશિકાઓથી પ્રાપ્ત થતા ડીએનએ બનાવવા માટે અને તેની મરામત કરવા માટે અગત્યનો ભાગ ભજવે છે. આ વિટામિન મગજ, સ્પાઈનલ કોર્ડ અને નર્વસ સિસ્ટમના અલગ તત્વથી રચના કરે છે. આ વિટામીન આપણા શરીરમાં લાલ રક્તક્ણ પણ બનાવે છે. સાથે જ શરીરના અલગ-અલગ હિસ્સામાં પ્રોટીન બનવવાનું પણ કામ કરે છે. વિટામિન B-12ના કારણે શરીરની પાચન શક્તિ પણ મજબૂત થાય છે.
વિટામણ B-12 માંસાહારી પદાર્થમાં ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ જે લોકો શાકાહારી હોય તે લોકો ભોજનની સાથે જ દૂધની વસ્તુઓનું ભરપૂર માત્રામાં સેવન કરી શકે છે. દૂધની વસ્તુમાં દહીં, પનીર, ચીઝ, માખણ, દૂધ અને સોયા મિલ્કનું સેવન કરવાથી વિટામિન B-12 મળે છે. એસ્થે જમીનની અંદર ઉગતા શાક જેવા કે, ગાજર, મૂળા, બટેટા માંથી વિટામિન B-12 ભરપૂર માત્રામાં મળે છે.

વિટામિન K
વિટામિન K બ્લડ ક્લોટિંગ કરવામાં મદદરૂપ થાય છે.સાથે હાડકાઓમાં કેલ્શિયમને પહોંચાડવા માટે મદદરૂપ થાય છે. વિટામિન ષ્ક મુખ્યત્વે લીલા શાકભાજી, બ્રોકલી, પાલક જેવા પાંદડા વાળા શાકભાજીમાંથી મળે છે.

વિટામિન D
વિટામિન Dથી શરીરીના હાડકા મજબૂત થાય છે. આ વિટામિનથી ફક્ત હાડકા જ નહીં પરંતુ શરીરના મસલ્સ પણ મજબૂત થાય છે. શરીરમાં વિટામિન Dનું નિર્માણ હાઇડ્રોક્સી કોલેસ્ટ્રોલ અને અલ્ટ્રાવાયોલેટ કિરણોથીની મદદથી થયા છે. સાથે જ શરીરમાં રસાયણ કોલિકલ કૈસિરોલ પણ મળે છે. જે જમવાની સાથે વિટામિન D નું પ્રવાહ કરે છે. કેલ્શિયમની કમીના કારણે આપણા વવાળ નાની ઉંમરમાં સફેદ થવા લાગે છે. અને આંખની રોશની ઓછી થઇ જાય છે. જે આજના સમય માટે એક કઠીન સમસ્યા છે.
વિટામિન D સવારના કુમળા તડકામાંથી મળે છે. સવારે સસુરજ ઉગ્યા પહેલા સૂરજની સામે અથવા પાછળ ફરીને 15 મિનિટ સુધી ઉભા રહીએ તો શરીરમાં જરૂરી વિટામિન મળી શકે છે. સાથે જ વિટામિન D લીલા શાકભાજીઓમાં દૂધ અને માંસાહારી જેવાકે ઈંડા, માછલીમાંથી પ્રયાપ્ત રૂપે મળી શકે છે.

કેલ્શિયમ
શરીરમાં કેલ્શિયમની ખામીને કારણે માંસપેસીઓ અને હાડકા કમજોર પડવા લાગે છે. શરીરમાં કેલ્શિયમની જરૂરિયાત ઉંમર પ્રમાણે વઘઘટ થતી રહે છે.પ્રુરૂષો માટે 70 વર્ષ સુધી કેલ્શિયમની માત્ર 1 હજાર મિગ્રા દરરોજ અને 70 વર્ષ બાદ 1200 મિગ્રા નિયમિત રીતે કેલ્શિયમની જરૂર પડે છે. જયારે મહિલાઓમાં 50 વર્ષ સુધી 1000 મિગ્રા નિયમિત અને 50 વર્ષ બાદ 1200 મીગ્રાની નિયમત જરૂર પડે છે.
પોષ્ટીક આહાર કેલ્શિયમનો સૌથી સારો સ્ત્રોત છે. નિયમિત આહાર અને દૂધના ઉત્પાદકોમાંથી પ્રયાપ્ત કેલ્શિયમ મળે છે. તાજા અને પાંદડાવાળા શાકભાજી , સોયા મિલ્ક, ઈંડા અને અનાજ કેલ્શિયમનો મુખ્ય સ્ત્રોત છે.

ઓમેગા-3
ઓમેગા-3 ફેટ્સ,કોન્ઝ્યુગેટેડ, લીનોલિક એસિડ અને ગામા લીનોલેનીક એસિડ જેવા થોડા ફેટ હોય છે જે શરીરના હોર્મોન્સને બદલીને ડાયેટિંગ કરવામાં મદદ કરે છે. ઓમેગા-3 ફેટી એસિડનું સેવન હાર્ટ એટેકને જોખમને ઓછું કરવામાં મદદ કરે છે. ઓમેગા-3 ધમનીઓને ફેલાવવામાં પણ સહાયક બને છે.
ઓમેગા-3 મુખ્યત્વે અળસીના બીજ, અખરોટ, બ્લૂબેરી, રાયના તેલ, સોયાબીન। માછલી, સી ફૂડ,ઝીંગા સીપમાંથી વધારે માત્રામાં ઓમેગા 3 પ્રાપ્ત થાય છે.

મેગ્નેશિયમ
ભોજનમાં મૅગ્નેશીયમ પ્રયાપ્ત માત્રામાં હોય તો ઘણા રોગોથી મુક્તિ મેળવી શકાય છે. મેગ્નેશિયમની કમીના કારણે આજકાલની સામાન્ય બીમારી ડાયાબિટીસના ખતરાને ઓછો કરી શકાય છે. સાથે જ મેંગનિશયમની કમીના કારણે ધમનીના રોગો, અર્થારાઇટિસ જેવી બીમારીની સમસ્યા થઇ શકે છે. આપણા શરીરમાં થતી એઝાઇમ પ્રક્રિયા માટે મેગ્નેશિયમ જવાબદાર છે. મેગ્નેશિયમની કમીના કારણે શરીરની વિભિન્ન પ્રકારની બીએમરીઓ પર અસર પડે છે.
મેગ્નેશિયમ મુખ્યત્વે લીલા પાંદડાવાળા શાકભાજી, અનાજ, અખરોટ, બદામ, સોયાબીન, કેળા, દહીં, દૂધ, ચોકલેટ અને તુલસીના નિયમિત સેવનથી શરીરમાં મેગ્નેશિયમથી કમી દૂર થાય છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks