હેલ્થ

શું દરેક વ્યક્તિ માટે વિટામિનની ગોળી ખાવી જરૂરી છે ? જાણો ફાયદા અને નુકસાન

શું તમે ક્યારે પણ વિટામિનની ગોળી ખાધી છે ? દુનિયામાં દરરોજ કરોડો લોકો વિટામિનની ગોળી ખાઈ છે. ક્યાંક એવું તો નથીને તમે પણ એ પૈકી એક છો. ગત 100 વર્ષમાં દુનિયા ઘણી બદલાઈ ગઈ છે. વિટામિનની આ ગોળીઓએ દુનિયાને બદલતી જોઈ છે. 100 વર્ષના ગાળામાં અરબો ડોલરની બજાર બની ગઈ છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે વિટામિનનું મોટું યોગદાન રહ્યું છે. પરંતુ શું દરેક વ્યક્તિ માટે વિટામિનની ગોળી ખાવી જરૂરી છે.

Image source

આપણા શરીરને 13 પ્રકારના વિટામિનની જરૂરિયાત હોય છે. આ વિટામિન છે એ,સી, ડી, ઈ અને કે. આલ્ફાબેટના હિસાબે જોવામાં આવે તો વિટામની એ અને સીની વચ્ચે હોય છે વિટામિન બી જે આઠ પ્રકારના હોય છે. દરેક વિટામિન બીજા વિટામિનથી અલગ છે. સારું સ્વાસ્થ્ય મેળવવા માટે સાચી માત્રામાં વિટામિન બેહદ જરૂરી છે. વિટામિન ડીને આપણા શરીરમાં સૂર્યપ્રકાશ પણ બનાવી શકે છે. બાકી વિટામિન ભોજનમાંથી મળે છે.

Image source

ડોકટરના જણાવ્યા અનુસાર, દુનિયામાં 2 અરબથી વધુ લોકો વિટામિન અને મિનરલ્સની કમીથી પીડિત છે. બાળકો માટે વિટામિનની ઉણપ જીવ લઇ શકે છે. આજે બહુ ઓછા લોકો વિટામિન વિષે જાણે છે. આપણા ખાવાપીવાની આદતએ મુશ્કેલી વધારી દીધી છે. ઘણા લોકો એવું માને છે કે વિટામિનની ગોળી ખાવાથી ફાયદો થશે. પરંતુ એ લોકોએ ભૂલી જાય છે કે, વિટામિન શરીરમાંથી ત્યારે જ મળે છે જયારે આપણે પૌષ્ટિક આહાર લઈએ છીએ. ફક્ત ગોળી ખાવાથી વાત નથી થઇ જતી.પ્રેગ્નેન્સી અને બુઢાપા જેવી સ્થિતિમાં વિટામિનની ગોળીઓ ખાવી અલગ વાત છે. પરંતુ ઘણા લોકો સ્વસ્થ હોવા છતાં પણ વિટામિનની ગોળી ખાતા હોય છે ?

Image source

જે સમયે વિટામિનની શોધ થઇ રહી છે તે સમય દરમિયાન ફૂડ -ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા બદલાવ આવ્યા છે. ખાવા-પીવાની વસ્તુમાં પોષક તત્વ કુદરતી હતી. પરંતુ હવે ફૂડ પ્રોસેસિંગ દરમિયાન બધા પોષક તત્વો નષ્ટ થતા જાય છે. નેચરલ વિટામિન તેલમાં હોય છે. તેલના કારણે પ્રોસેસ્ડ ફૂડ જલ્દી ખરાબ થઇ જાત છે. આ માટે કુદરતી ઓઇલ્સને પ્રોસેસિંગ દરમિયાન ખતમ કરવું જરૂરી છે. આ રીતે પ્રોસેસ્ડ ફૂડથી કુદરતી વિટામિન ખતમ થઇ ગયા છે.

Image source

આપણા શરીરમાં વિટામિન ઓછા મળે તો સ્વાસ્થ્ય માટે ખતરો ઉભો કરે છે. પરંતુ વિટામિન વધુ મળે તો ખતરનાક સાબિત થાય છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ડોક્ટરોએ નોટિસ કર્યું હતું કે, જરૂરત કરતા વધારે વિટામીનને કારણે બાળકો ગંભીર બીમારીથી પીડાતા હતા.

ગર્ભાવસ્થાના શરૂઆતના સમયગાળામાં ફોલિક એસિડ ઘણું જરૂરી છે જે વિટામિન બીના રૂપમાં હોય છે. મહિલાના પ્રેગ્નેન્ટ થતા પહેલા ફોલિક એસિડની કમી દૂર કરવા માટે પ્રેગ્નેન્સીના શરૂઆતના અઠવાડિયામાં ફોલિક એસિડની ભરપાઈ કરવા માટે કહેવામાં આવે છે. આ કારણે અનાજથી બનનારા ફૂડ-પ્રોડક્ટ્સને ફોલિક એસિડથી ભરપૂર કરી દેવામાં આવી છે. દુનિયાના લગભગ 75 દેશ,આ અનિવાર્ય બનાવી દેવામાં આવ્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.