વિટામીન બી 12ના લક્ષણો
- જલદી થાક લાગવો, કમજોરી થવી
- આળસ આવવી
- પાચન શક્તિ નબળી બનવી
- લોહીની કમી
- માથું દુખવું
- હાથ પગમા ખાલી ચડવી
- કાનમાં કોઈ અવાજ સંભળાવો

- ધબકારા વધી જવા
- મોં આવવું
- યાદ શક્તિ ઓછી થવી
- આખો કમજોર થવી
- ગુસ્સો આવવો
- અનિયમિત માસિક
વિટામીન બી 12 એ અનિવાર્ય વિટામીન છે. જે શરીર જાતે બનાવતું નથી. વિટામીન બી 12ને કોબામાલિન તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણા શરીરમાં નિયમિતરૂપથી વિટામીન બી 12 આહારથી પ્રાપ્ત કરી શકાય છે.

વિટામીન બી 12 આપણા શરીરમાં ઘણી બધી રીતે કામ કરે છે આપણા ડી.એન.એ અને લાલ રક્ત કોશિકાઓ અને બનાવવા માટે મદદરૂપ છે.
આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે શરીરમાં વિટામીન બી 12 હોવું આવશ્યક છે. આપણે દરરોજ એ જેટલા પણ તત્વ આહારમાં લઈએ છે એમાંથી આપણને વિટામીન પ્રાપ્ત થઈ જાય છે પરંતુ બી 12 એવું વિટામિન છે જે આપણને આહાર ખૂબ જ ઓછા માત્રામાં મળે છે. આપણા શરીરના સ્વાસ્થ્ય માટે બી 12 ખૂબ જ જરૂરી છે.
બી 12 કમીના કારણે એનિમિયા જેવી બીમારી થાય છે તેમ જ આપણી તંત્રિકાઓને નુકસાન પણ પહોંચે છે.

બી 12ના ઉપચાર માટે તમે શું કરશો..
પહેલા તો જાણવાનું રહેશે કે તમારે બીટ 12 કેટલા લેવલ સુધી ઘટયો છે. ત્યાર પછી ડોક્ટરની સલાહ લઈને તમે ઇન્જેક્શન કે ટેબલેટ લઈ શકશો.
તમે દૂધ તેમજ દૂધથી બનાવેલી વાનગીનો ઉપયોગ કરી શકશો.
તેમજ માસ, ચિકન, માછલી, ઈંડામાં બી 12 જોવા મળશે. આહારમાં આ વસ્તુનો ઉપયોગ કરી શકશો.
શાકભાજી શાકાહારી આહાર વનસ્પતિ જેવી શાકાહારી વસ્તુમાં બી 12 ખુબ જ ઓછું માત્રામાં જોવા મળે છે. જેના કારણે આપણામાં બી 12ની માત્રા ઓછી જોવા મળે છે.

ઉંમર પ્રમાણે બી 12 રોજ કેટલું જોઈએ…
- જન્મથી છ મહિના બાળકોને = 0.4 microgram
- સાતથી બાર મહિનાના બાળકોને = 0.5 microgram
- એક થી ત્રણ વર્ષના બાળકોને = 0.9 microgram
- ચાર થી આઠ વર્ષના બાળકોને =1.2 microgram
- 9 થી 13 વર્ષનાં બાળકોને = 1.8 microgram
- 14 વર્ષથી વધારે ઉંમરના બાળક = 2.4 microgram
- ગર્ભવતી મહિલાને =2.6 microgram
- સ્તનપાન કરાવતી મહિલાને =2.8 microgram
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks