ખબર પ્રવાસ

શું તમે ગોવા જવાનો પ્લાન કરો છો ? જશો આ ટ્રેનમાં તો થશે વિદેશની ધરતી જેવી અનુભૂતિ

થોડા દિવસ પછી સાતમ-આઠમનો તહેવાર આવે છે. લોકો ક્યાંકને કયાંક ફરવા જવાનું વિચારે છે. ત લોકોની પહેલી પસંદગી ગોવા હોય છે. પરંતુ વિચારીએ છીએ કે ગોવા જવું હોય તો કેવી  રીતે જઈ શકાય? બાય રોડ કે બે એર. તો તમારે બન્ને રીતથી જઈ  શકો છો. જાણો કેમ ?

Image Source

અમદાવાદથી મુંબઈ ફ્લાઈટમાં અને મુંબઈથી ગોવા જતી જનશતાબ્દી એક્સપ્રેસમાં ગોવા પહોંચી શકાય છે.  આ ટ્રેન મુંબઈના દાદર સ્ટેશનથી ગોવાના મડગાંવ સુધી જાય છે. આ રીતે જઈને તમે તમારી ટ્રિપને યાદગાર બનાવી શકો છો. જન શતાબ્દી એક્સપ્રેસમાં એક સ્પેશિયલ કોચ છે. જેની છત કાચની છે. રેલવેનો મુખ્ય ઉદ્દેશ ટુરિઝમને પ્રોત્સાહિત કરવાનો છે.  આ ટ્રેનમાં મુસાફરી કરવાથી તમને હરિયાળી અને કોંકણનો નજારો જોવા મળે છે. બારી સાથે કાચની છત હોવાથી નજારામાં ચાર ચાંદ લાગી જાય છે.

આ ટ્રેનમાં કોચ  ડોરને ઇલેક્ટ્રિક્લી કંટ્રોલ કરવામાં આવે છે. તો તમે મુસાફરી દરમિયાન સુંદર દ્રશ્યો કેમેરામાં કંડારવા માંગતા હોય તો તમે આ રૂફને ટ્રાન્સપરન્ટ પણ કરી શકો છો. આ કોચની સીટ 360  અંશના ખૂણે ફરી શેક છે એટલે કે આ સીટમાંથી તમે બધી જ દિશામાં જોઈ શકો છો. આ કોચનની ખાસિયત એ છે કે, આ કોચમાં ડોર ઓટોમેટિક છે. સાથે જ કોચમાં 12 એલસીડી, એક ફ્રીઝ, એક ઓવન, અને જ્યુસર અને ગ્રાઇન્ડરની પણ સુવિધા છે. આ કોચની બારી એટલા પહોળી છે કે , તમે કુદરતી દ્રશ્યોને જોતા નહીં રોકી શકો.

Image Source

આ કોચમાં 40 સીટ છે. કોચને કોંકણ રૂટ પર ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ રૂટમાં સૌથી સુંદર મજાના ઘાટો, પહાડીઓ, નદીઓ, ખીણો તેમજ ખેતરો જોઈને તમે વિદેશની ધરતીની યાદ આવી જશે. સાથે અહીં આ રૂટ પર ટનલનો પણ અલગ જ નજારો હોય છે.

Image Source

સામાન્ય  દિવસોમાં આ કોચને અઠવાડિયામાં 5 દિવસ ચલાવવમાં આવે છે. ત્યારે ટ્રેનની સ્પીડ 110 કિમિ હોય છે. પરંતુ ચોમાસામાં અઠવાડીયામાં ફક્ત 3 દિવસ જ  ચલાવવામાં આવે છે. કારણકે ચોમાસામાં  લેન્ડ સ્લાઈડ થવાના કારણે આ કોચની બદલે 2-ટાયર એસી કોચ લગાવી દેવામાં આવે છે. અને તેની સ્પીડ પણ ઓછી કરી નાખવામાં આવે છે. આ કોચને વિસ્ટાડો કહેવાય છે. આ કોચની કિંમત 3.38 કરોડ રૂપિયા છે. આ ટ્રેનમાં મુંબઈથી ગોવા જવા માટે વ્યક્તિ દીઠ 2,235 રૂપિયા ચૂકવવા પડશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks