હું તને જ પ્રેમ કરું છું, તારી સાથે લગ્ન કરી જિંદગી વિતાવવા માગું છું…એમ કહી બનેવીએ સાળી પર અવાર નવાર આચર્યુ દુષ્કર્મ, આવી રીતે ફૂટ્યો ભાંડો

ગુજરાતમાંથી ઘણીવાર એવા એવા કિસ્સા સામે આવે છે કે કોઇ પણ ચોંકી જાય, ત્યારે હાલમાં વિસનગરના એક ગામમાંથી ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. જેમાં યુવતીને તેના સગા બનેવીએ યેન કેન પ્રકારેણ ફોસલાવી અને તેને લગ્નની લાલચ આપી.

જે પછી ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે એક મકાનમાં લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચર્યું. આટલું જ નહિ યુવતિને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં મામલો સામે આવ્યો અને યુવતીએ વિસનગર શહેર પોલીસ મથકમાં બનેવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. ફરિયાદ મળ્યા બાદ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

પ્રાપ્ત જાણકારી અનુસાર, વિસનગરના એક ગામમાં રહેતી 19 વર્ષીય યુવતીની મોટી બહેનના લગ્ન વડનગરના એક ગામમાં થયા હતા, જ્યાં તે બે વર્ષ પહેલા ધોરણ 10ની પરીક્ષા બાદ ઉનાળા વેકેશનમાં બહેનના ઘરે રહેવા માટે ગઈ હતી. બહેનના પતિ સાથે યુવતી હસીને વાતો કરતી અને મસ્તી પણ કરતી, ત્યારે બનેવીએ તેને કહ્યું હતું કે તું મને ગમે છે, મારે તારી સાથે પ્રેમસંબંધ રાખવો છે.

જોકે, પહેલા તો બહેનનો ઘરસંસાર ન બગડે એટલે યુવતિએ બનેવીને ના પાડી પણ એમ છતાં બનેવીએ અવારનવાર યુવતિને મેસેજ અને ફોન કરી હું તને જ પ્રેમ કરું છું, તારી સાથે લગ્ન કરી જિંદગી વિતાવવા માગું છું એમ કરી હેરાન કરતો. આ વાતને થોડો સમય વીત્યો અને પછી યુવતી પાછી તેના ઘરે આવી ગઈ.

જુલાઇ 2022ના રોજ યુવતીનો જન્મદિવસ હતો એટલે તેના બનેવીએ પાર્ટી આપવાના બહાને તેને બોલાવી અને અંબાજી ગાડીમાં લઇ ગયો. જ્યાં દર્શન કરી પરત ફરતા સમયે દાંતાથી સતલાસણા રોડ પર આરોપીએ સાઈડમાં ગાડી ઊભી રાખી અને યુવતિ તેમજ તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાડીમાં જ શરીરસંબંધ બાંધ્યો.

ધમકીના ડરને કારણે યુવતીએ આ વાત ઘરમાં કોઈને ન કરી. છ મહિના પહેલા પણ બનેવીએ યુવતીને ત્રણ વખત કડા સિદ્ધેશ્વરી માતાનાં દર્શન કરવા લઈ જઇ ના પાડવા છતાં પણ મરજી વિરુદ્ધ ગાડીમાં શરીરસંબંધ બાંધ્યો. આ પછી દોઢેક મહિના પહેલા તેને ફોન કરી બોલાવી અને વકીલ પાસે મહેસાણા લઈ ગયો અને મૈત્રી કરારના લેખ પર સહી કરાવી લીધી.

જો કે, 25/11/2023ના રોજ બનેવી લેવા આવ્યો અને બીકના માર્યા યુવતી તેના સાથે ચાલી પણ ગઇ. ત્યારે બનેવીએ ગાંધીનગર-અમદાવાદ વચ્ચે એક મકાનમાં લઈ જઈ આપણે બંને પતિ-પત્ની છીએ એમ કહી ધમકીઓ આપી અને રાત્રિના સમયે બે વખત શરીરસંબંધ બાંધ્યો.

જો કે, 3 જાન્યુઆરી 2024ના રોજ વકીલે  પોલીસ સ્ટેશનમાં હાજર કરતાં બનેવીએ ધમકીઓ આપી હોવાથી ડરના કારણે યુવતીએ પોલીસને સાચી હકીકતની જાણ કરી નહિ પણ 6 જાન્યુઆરી 2024ના રોજ નારીગૃહમાં જવાનું જણાવતાં માતા-પિતા નારીગૃહમાં લઈ ગયાં અને ત્યાં આ અંગેની જાણ કરી. ત્યારે માતા-પિતા અને બહેને હિંમત આપતાં યુવતીએ બનેવી વિરુદ્ધ વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી.

Shah Jina