ફરવાના શોખીનો માટે આવી ગયા સૌથી ખુશીના સમાચાર, હવે થી માલદીવ્સ…..જાણો

વેકેશન મનાવવા વિદેશ જવા માટે લાંબા સમયથી રાહ જોઇ રહેલ હવાઇ યાત્રિઓ માટે ખુશખબરી છે. માલદીવ માટે આંતરરાષ્ટ્રીય ઉડાન 15 જુલાઇથી ફરીથી શરૂ થઇ ગઇ છે. દ્વીપ રાષ્ટ્ર ભારત સહિત કેટલાક દક્ષિણ એશિયાઇ દેશો માટે આંતરાષ્ટ્રીય સીમાઓ ફરી ખુલ્લી મૂકી દીધી છે.

15 જુલાઇથી ભારત સહિત દક્ષિણ એશિયાઇ દેશો માટે માલદીવે તેના દરવાજા ખોલી દીધા છે. આ પહેલા માલદીવે કોરોનાના ડેલ્ટા વેરિયન્ટને લઇને ભારતીય પર્યટકો પર રોક લગાવી દીધી હતી.

તમને જણાવી દઇએ કે, જૂનમાં માલદીવના પર્યટન મંત્રાલયે ઘોષણા કરી હતી કે તે 15 જુલાઇથી દક્ષિણ એશિયાઇ યાત્રિઓના આગમન પર પર્યટક વીઝા જારી કરશે, રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહે તેમની સરકારના નિર્ણયની ઘોષણા કરતા કહ્યુ કે કોરોના મહામારીને કારણે 1થી 15 જુલાઇ વચ્ચે સમય સમય પર સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, દ્વીપ રાષ્ટ્ર અર્થવ્યવસ્થા માટે પર્યટન પર અત્યધિક નિર્ભર છે અને હવે સીમાઓને ફરીથી ખોલવાનો નિર્ણય કેટલાક રિસોર્ટ્સ અને હોટલો માટે રાહતની વાત છે.

Shah Jina