જાણવા જેવું જીવનશૈલી

અમદાવાદમાંથી ખરીદી કરવી છે? આ સ્થળ વિશે જાણો- સસ્તું અને વ્યાજબી ભાવે મળશે

આપણે કશે પણ ફરવા જઈએ તો કોઈ પણ યાત્રા શોપિંગ કર્યા વિના ખતમ નથી થતી. ભલે આજનો સમય મોલ્સ અને મલ્ટીપ્લેક્સનો છે, પરંતુ જયારે વાત શોપિંગની આવે ત્યારે મગજમાં તો સ્ટ્રીટ શોપિંગ જ આવે. અને એમાં પણ અમદાવાદના સ્ટ્રીટ માર્કેટનું તો કહેવું જ શું? અમદાવાદમાં ડેનીમાંથી માંડીને બાંધણીની ઘણી બધી વેરાયટી, પારંપરિક પોશાક સાથે પારંપરિક ઘરેણા, ભરતકામવાળા જૂતાં, આર્ટ ગેલેરી, દિવાલના પડદા, પટોળા, ચણીયા ચોળી, અને બીજી ઘણું બધું તમને અમદાવાદના સ્ટ્રીટ માર્કેટમાં જોવા મળે છે.

અમદાવાદ ભલે ખરીદી કરવાના શોખીનોના લીસ્ટમાં ઉચ્ચ સ્થાન પર ન હોય પરંતુ અહીના બજારોમાં બધુ એવું છે કે તમે તમારી યાદગીરી રૂપે તેને ઘેર લઈ જઈ શકો છો. અમે તમને બતાવીએ કે કઈ જગ્યાએ તમારે તમારા પૈસાનો ખર્ચ કરવો. મોટું શહેર હોવાના કારણે અહીં ખરીદદારીના સ્થળની કોઈ કમી નથી પરંતુ ગમે તે જગ્યાએ ખરીદદારીનો મતલબ વેલ્યૂ ફોર મની થાય છે.
બંધેજ:

Image Source

બંધેજમાં સૌથી સારા પારંપારિક પોશાક મળે છે જે અહીં વેચાય છે તે શાનદાર હોય છે, અને તેની કિમત તેની ક્વોલિટી અનુસાર હોય છે. પરંતુ અહીં જે કપડાં મળે છે તે ઊચી ક્વોલિટીના કારણે કિંમતમાં પણ થોડા ઊચા હોય છે. જો તમે કિમત કરતાં ક્વોલિટી તરફ ધ્યાન આપો તો સીધા અહીં જ આવો. ક્વોલિટીના મામલે તેની જોડે કોઈ તુલના નહીં.
સ્થળ: સી-1, ચિનાઈ બાગ એસ્ટેટ, દૂધેશ્વર વોટર વર્કની પાસે, અમદાવાદ.
લો ગાર્ડન:
અહીં સાંજે લાગવાવાળી બજાર કચ્છ અને સૌરાષ્ટ્રની જેમ વેચવાવાળા સ્ટોલની જેમ ભરાય છે. દીવાલ ઉપર ટિંગાળવા વાળા કશીદારી ચિત્ર, પરંપરાગત કપડાંની સાથે પહેરવામાં આવતા ઘરેણાં, ગુજરાતી ચણિયાચોળી વગેરે સામાન અહીં વેચાય છે. અહીં વેચાતા સામાનમાં એટલી વિવિધતા જોવા મળશે કે તમને સમય ઓછો પડશે. અને જો તમારે કઈ જ ન ખરીદવું હોય તો પણ આ એક શાનદાર અનુભવ બની રહેશે. અહીં નોંધનીય છે કે આ બજાર સાંજે જ ભરાય છે.

Image Source

સ્થળ: લો ગાર્ડન માર્કેટ, અમદાવાદ.
ગરવી ગુર્જરી:

Image Source

ગુજરાતનાં પારંપારિક શિલ્પ સામાન ખરીદવા માટે તમારે સૌથી પહેલા અહીં આવવું પડશે. બહુ મહેનત અને જીણવટથી બનાવવામાં આવેલા સમાન ઉપર કરવામાં આવેલી કારીગરી બહુ શાનદાર હોય છે. આ ઉત્પાદનોને તમે તમારા ઘરને સજાવવા માટે ઉપયોગ કરી શકો છો. તેનાથી વધારે કોઈને ગિફ્ટ આપવા માટે પણ ઉપયોગમાં આવી શકે છે.
સ્થળ: ગરવી ગુર્જરી, સાનિધ્ય બિલ્ડીંગ, આશ્રમ રોડ, અમદાવાદ
માણેક ચોક:

Image Source

માણેક ચોકથી શરૂ થઈને તે લાંબી સડક પર ચાલો જે બાદશાહના હજીરા સુધી જાય છે તે રસ્તાની બંને બાજુ કોઈ સ્ટોલ લાગ્યા છે જ્યા ઝગમગતા અને પ્રિન્ટ કરેલા કપડાં વેચતા જોવા મડશે. તમે સિવડાવવા માટે કાપડ પણ અહીથી ખરીદી કરી શકો છો અથવા તમારી અલમારીમાં પડેલા કપડાંમાં કઈ જોડવા કે લગાવવા માટે પણ અહીથી ખરીદી કરી શકો છો. બજારમાં કોઈપણ પ્રકારના કપડાં કોઈપણ બજેટમાં મળી રહે છે. તમે તમારા ખિસ્સામાં પડેલા રૂપિયા મુજબ ખરીદી કરી શકો છો. અહીં તમને સોના ચાંદી પણ મળી શકે છે.
સ્થળ: માણેક ચોક, અમદાવાદ
બનાસક્રાફ્ટ :

Image Source

સેલ્ફ એમ્પ્લોય વિમેન્સ એસોસીએશન (SEWA) ગુજરાતની સૌથી મોટી કો-ઓપરેટિવ યુનિયન છે. અને નિર્માણ કારીગરોના ભલા માટે કરવામાં આવેલું છે. સેવા ટ્રેડ ફેશિલેટેશન સેન્ટર દ્વારા એક અલગ પ્રકારની પહેલ ચલાવવામાં આવે છે જેમ કારીગરો પોતે જ ઉત્પાદક બને છે, પોતાની કંપનીના માલિક પણ તેઓ જ હોય છે, હિસ્સેદાર અને મુખ્ય વ્યક્તિ પણ પોતે જ હોય છે. ખૂબસૂરત કપડાં ઉપર કરવામાં આવેલી કલાકારીથી બનાવેલ સૌથી સારી ક્વોલિટીના કાપડની ખરીદી તમે અહીં કરી શકો છો.
સ્થળ: ૮ ચંદન કોમ્પ્લેક્સ, સી.જી.રોડ, સ્વસ્તિક ક્રોસ રોડ પાસે, નવરંગપુરા, અમદાવાદ.
ઢાલગરવાડ

Image Source

ઢાલગરવાડનું નામ કદાચ જ કોઈએ નહિ સાંભળ્યું હોય. ઢાલગરવાડ એટલે સારું અને સસ્તું કાપડ મેળવવાનું એકમાત્ર સ્થળ. ઢાલગરવાડમાં તમને બાંધણી, સિલ્કના પટોડા, જયપુરી પ્રિન્ટનું કાપડ,પ્રાચિન અને અર્વાચીન આભૂષણો, પરંપરાગત આભૂષણો તેમ જ એથનિક વેર માટે  સૌથી સારી જગ્યા છે.
ઢાલગરવાડ માર્કેટ સૌથી જૂનું માર્કેટ છે. નદીની પેલી બાજુ હોય લોકો તેને સીટી તરીકે ઓળખે છે. ઢાલગરવાડમાં કપડાંની લગભગ 500થી વધુ દુકાનો છે.
સ્થળ: લાલ દરવાજા પાસે, અમદાવાદ
લાલ દરવાજા :

Image Source

અમદાવાદમાં શોપિંગનું નામ આવે તો તુરંત જ લાલ દરવાજાનું નામ તુરંત જ આવે. લાલ દરવાજામાં તમને સોયથી લઈને ઇલેક્ટ્રોનિક સુધીની તમામ વસ્તુઓ મળી જશે. આ માર્કેટ તમામ વર્ગના લોકોને પરવડે તેવી છે. આ માર્કેટમાં રવિવાર એ રજાના દિવસે બહુજ ભીડ હોય છે. આ માર્કેટ સવારે 11થી રાતે 9 વાગ્યા સુધી હોય છે.
સ્થળ: જિલ્લા પંચાયત ભવન પાસે, અમદાવાદ
સિંધી માર્કેટ

Image Source

આ માર્કેટમાં તમને વ્યાજબી ભાવે બેડશીટ, ડ્રેસ મટીરીયલ્સ, સાડી અને પરંપરાગત વસ્તુઓ મળી શકે છે. ખાસ કરીને આ માર્કેટ ટ્રેડિશન વસ્ત્રો માટે જાણીતું છે. આ માર્કેટમાં સોફાના કાપડ, પડદાના કાપડ, પણ પ્રખ્યાત છે.
સ્થળ : આ માર્કેટ કાલુપુર રેલવે સ્ટેશનની નજીક છે.
રાણીનો હજીરો

Image Source

નવરાત્રીની સીઝનમાં મહિલાઓના કપડા અને ચણિયાચોળી માટે ફેમસ સ્થળ છે.  આ સ્થળ ઢાલગરવાડ અને લાલ દરવાજાથી ચાલીને જઈ શકાય છે. જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન અહીં ફક્ત ચણીયાચોલીનું જ વેચાણ થાય છે. રાણીના હજીરાની ખાસિયત એ છે કે, અહીં જે ઓક્સોડાઈઝ  ઓર્નામેન્ટ્સ તમારી સાડીથી લઈને ટ્રેડિશનલ કુર્તી પર પણ પહેરી શકો છો. આ સ્થળ પર કોટનના ગામઠી કપડું મળી રહે છે.
સ્થળ: ઢાલગરવાડથી નજીક, અમદાવાદ
ગાંધી બ્રિજ

Image Source

જે લોકો વાંચવાના શોખીન હોય તેના માટેનું સ્થળ છે ગાંધી બ્રિજ. અહીં તમને જૂની બુકો પણ સસ્તામાં મળી જશે. અહીં પાપા પગલીથી પીએચડી સુધીના પુસ્તો ઉપલબ્ધ છે. અહીં અડધાથી પણ ઓછી કિંમતમાં બુક મળી શકે છે. અહીં પુસ્તકોની કેટલીક પાઈરેટેડ કોપીઝ  પણ હોય છે. પુસ્તક રસિકો વિચારી પણ ના શકે તેટલા પુસ્તક હોય છે.
રતનપોળ 

Image Source

રતનપોળ એટલકે કે લગ્નસરાની ખરીદી માટેનું પ્રિય સ્થળ.રતનપોળ આજ દિવસ સુધી તેની પ્રસિદ્ધિ જાળવી રાખી છે. આજે પણ લોકો લગ્નની ખરીદી કરવા માટે અહીં જ આવે છે. અહીં લગ્નમાં પહેરવાની સદીઓ અને ચણિયાચોળી સૌથી વધારે મળે છે.
સ્થળ : ત્રણ દરવાજા પાસે, અમદાવાદ
સીજી રોડ માર્કેટ 

Image Source

આ જગ્યા સાઉથ અમદાવાદના લોકો માટે જરા પણ નવી નથી. સીજી રોડ પર સૌથી વધારે વેસ્ટર્ન વેર જોવા મળે છે. રોડની બન્ને બાજુ સેંકડો દુકાનો વેસ્ટર્ન વેરથી ભરેલી છે. અહીં મોલ કરતા વધારે બ્રાન્ડની આઈલમ નાની-મોટી દુકાનોમાં મળશે. આ રોડ પર લગભગ બધી જ બ્રાન્ડના શો રૂમ આવેલા છે.
સ્થળ: સીજી રોડ, અમદાવાદ
ગરવી ગુર્જરી

Image Source

ગરવી ગુર્જરી દુકાન ગુજરાતી કળાનું પ્રતિનિધત્વ કરે છે. આ દુકાનમાંથી ફક્ત ગુજરાત જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યની હસ્તકલાને સાથે દરેક પ્રકારની હેન્ડીક્રાફટ આઈટમ જોવા મળશે. વિદેશના લોકો  તેના મિત્રને ગિફ્ટ આપવા માટે આજગ્યાની અચૂક મુલાકાત લે છે.  આ દુકાનમાં બધી જ વસ્તુઓનો ભાવ વ્યાજબી હોય છે.
સ્થળ:  આશ્રમ રોડ, અમદાવાદ
ત્રણ દરવાજા : 

Image Source

આ સ્થળ પર તમને કપડાં સિવાયની બધી જ વસ્તુઓ મળશે. અહીં તમને ઘરની નાની ચમચીથી માંડીને ઘરના હોલમાં પાથરવામાં આવતી જાજમ સુધી બધી જ વસ્તુ મળે છે. તો કટલેરીનો સામાન પણ સસ્તા ભાવે મળે છે. અહીં એક પર્સ માર્કેટ પણ આવેલું છે. અહીં તમને લેટેસ્ટ ડિઝાઇનના પર્સ વ્યાજબી ભાવે મળશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.