વલસાડનું કપલ લગ્નના 27 દિવસ બાદ હનીમૂન મનાવવા માટે પહોંચ્યું માઉન્ટ આબુ, પત્નીનું એવી રીતે કર્યું કે હોંશ ઉડી જશે

હનિમૂન પર પતિએ પત્નીની જે રીતે હત્યા કરી એ જાણીને મગજમાં તંમર ચડી જશે, જિંદગીમાં આવું વિચાર્યું નહિ હોય એવી ટેક્નિક અપનાવી

ગુજરાતમાં હત્યાના ઘણા બધા બનાવો છેલ્લા થોડા સમયથી સામે આવી રહ્યા છે. ઘણા લોકો અંગત અદાવતમાં તો કોઈ પ્રેમ પ્રકરણમાં એકબીજાની હત્યા કરી નાખતા હોય છે. તો પતિ પત્ની વચ્ચે થતા ઝઘડામાં પણ હત્યા થતી હોવાના કિસ્સાઓ સામે આવે છે, હાલ એવા જ એક હત્યાના મામલાનો ખુલાસો થયો છે.

ગુજરાતના વલસાડ નિવાસી 32 વર્ષીય જોલી પટેલ તેની 28 વર્ષીય પત્ની રુચિકા પટેલ સાથે લગ્નના 27 દિવસે 10 જાન્યુઆરીના રોજ માઉન્ટ આબુ હનીમુન મનાવવા માટે આવ્યા હતા. જ્યાં જોલીએ રુચિકાની હત્યા કરી નાખી અને હત્યા બાદ પત્નીની ખરાબ તબિયતના કારણે તેનું મોત થયું હોવાની સૂચના પૈરાવરજનોને આપી હતી. પરંતુ આ ઘટનામાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ આખો મામલો ખુલી ગયો છે.

(પ્રતીકાત્મક તસવીર)

પતિએ પહેલા તેની પત્નીના મોઢામાં પાંદળા ઠૂંસી દીધા હતા અને પાતળી ડાળીથી ગળું દબાવી દીધું હતું. મહિલાના પિતાએ જમાઈ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવી છે. આરોપી વલસાડમાં સીસીટીવી કેમેરા લગાવવાનો વ્યવસાય કરે છે. માઉન્ટ આબુ ફરવા આવેલા પતિ પત્ની ગુજરાત તોરણ ભવનમાં રોકાયા હતા.

(પ્રતીકાત્મક તસવીર)

જ્યાં 10 જાન્યુઆરીના રોજ અચાનક રુચિકાની તબિયાર ખરાબ થઇ ગઈ. વોમિટિંગ થવાના કારણે તેને ગ્લોબલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટર દ્વારા રુચિકાને મૃત જાહેર કરવામાં આવી. ડોક્ટર દ્વારા તેનું પોસ્ટમોર્ટમ કરીને શબ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું હતું. રુચિકાની મોતના 1 મહિના અને 3 દિવસ બાદ તેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો જેમાં આખી હત્યાનો ખુલાસો થયો.

(પ્રતીકાત્મક તસવીર)

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ રુચિકાના પિતા હરીશ ભાઈ રહીશ વલસાડ ગુજરાતે ગુરુવારે માઉન્ટ આબુ પોલીસ સ્ટેશનમાં રુચિતાના પતિ જોલી કુમાર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. હરીશે પોલીસને જણાવ્યું કે રૂચિકાના લગ્ન 13 ડિસેમ્બર 2021ના રોજ જોલી સાથે ગુજરાતમાં થયા હતા. લગ્નના 24 દિવસ બાદ યુગલ માઉન્ટ આબુની મુલાકાતે ગુજરાતથી નીકળી ગયું હતું.

(પ્રતીકાત્મક તસવીર)

અંબાજીની મુલાકાત લીધા બાદ 7 જાન્યુઆરીએ હોટલમાં રોકાયા હતા. આ પછી, જોલીએ 9 જાન્યુઆરીએ ફોન કર્યો અને રુચિકાની તબિયત અચાનક બગડવાની અને હોસ્પિટલમાં લઈ જતાં મૃત્યુ વિશે માહિતી આપી. સરકારી હોસ્પિટલના ડૉ. નવીને કહ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ રૂચિકાના મૃત્યુના 1 મહિના 3 દિવસ પછી આવ્યો.

(પ્રતીકાત્મક તસવીર)

રિપોર્ટમાં એવું સામે આવ્યું છે કે મહિલાના તમામ અંગો યોગ્ય હતા. મહિલાને પાતળી ડાળી વડે ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી. રુચિકાનું ગળું અને મોં ઘણાં બધાં પાંદડાંથી ભરાઈ ગયાં હતાં, જેથી તે શ્વાસ લઈ શકતી ન હતી. મહિલાના ગળામાં લગભગ મુઠ્ઠીભર પાંદડા ભરેલા મળી આવ્યા હતા. રુચિકાનું પહેલા પાતળી ડાળી વડે ગળું દબાવવામાં આવ્યું હતું. ત્યારપછી તેનું મોં ભારે ઓશીકું કે અન્ય કોઈ વસ્તુ વડે દબાવવામાં આવ્યું હતું. જે બાદ તેનું પણ હાથ વડે ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી.

Niraj Patel