જીવનશૈલી

આ છે શિયાળામાં પહેરવા માટેના કપડાંનું સૌથી સસ્તું બજાર, માત્ર 180 રૂપિયામાં મળી જશે લેધર જેકેટ

દેશભરમાં શિયાળો શરૂ થઇ રહયો છે, અને કેટલાક ભાગોમાં ઠંડી પડવાની શરુ પણ થઇ ગઈ છે. ત્યારે ઠંડીથી બચવા માટે આપણે ગરમ કપડાં પહેરીએ છીએ. એટલે આપણે ઉનના કપડાની ખરીદી પણ કરવી પડે છે. એવામાં તમે વિચારતા હશો કે આખરે ગરમ કપડાંની ખરીદી ક્યાંથી કરશો કે જેથી ઓછા બજેટમાં સારી વસ્તુઓ ખરીદી શકાય, કારણ કે શિયાળો ખૂબ જ થોડા સમય માટે આવે છે અને એટલે જ તેના માટે કપડાં ખરીદવામાં વધુ બજેટ ફાળવવાનું મન નથી બનતું. આ કપડાં શિયાળો પૂરો થતા જ કબાટમાં મૂકી દેવામાં આવે છે અને પછી બીજા વર્ષે આ કપડાંની ફેશન જતી રહે છે.

Image Source

દર વર્ષે ગરમ કપડાંની મોટી માત્રમાં ખરીદી કરવામાં આવે છે પણ આ કપડાં ખૂબ જ મોંઘા હોય છે અને સારી ક્વોલિટી માટે પૈસા વધુ ખર્ચ કરવા પડે છે. ત્યારે આજે અમે અહીં તમને જણાવીશું એક એવા બજાર વિશે કે જ્યા ગરમ કપડાં ખૂબ જ સસ્તા ભાવે મળી જાય છે. તમને જણાવી દઈએ કે આ બજારમાં તમને માત્ર 180 રૂપિયામાં જેકેટ મળી જશે.

Image Source

દેશનું સૌથી સસ્તું ગરમ કપડાનું બજાર દેશની રાજધાની દિલ્હીમાં ભરાય છે. દિલ્હીના ગાંધીનગર બજારમાં તમને ખૂબ જ સસ્તા ભાવે સારા ગરમ કપડાં મળી જાય છે. જો તમે ગરમ કપડાં ખૂબ જ સસ્તા ભાવે અને સારી ક્વોલોટીના ખરીદવા માંગો છો તો તમારા માટે દિલ્હીનું ગાંધીનગર બજાર સૌથી શ્રેષ્ઠ વિકલ્પ બની રહે છે. અહીં તમને સ્વેટરથી લઈને જેકેટ સુધીની વસ્તુઓ ખૂબ જ સસ્તા ભાવે અને ઓછા ભાવે મળી જશે.

Image Source

અહીં મોટાભાગે હોલસેલના ભાવે જ માલ મળે છે, પણ ગ્રાહકોની માંગ જોતા અહીં લોકો સિંગલ પીસ પણ ખરીદી શકે છે. બસ અહીં ખરીદવા માટે તમને સારી રીતે ભાવતોલ કરાવતા આવડવું જોઆએ. જો તમને ભાવતોલ કરાવતા આવડતું હોય તો આનાથી સારું માર્કેટ તમારા માટે બીજું કોઈ જ નથી.

દિલ્હીના ગાંધીનગર માર્કેટલા લગભગ 15000થી વધુ દુકાનો છે અને આને એશિયાનું સૌથી મોટું માર્કેટ માનવામાં આવે છે. અહીં દેશભરથી જુદા-જુદા વિસ્તારોમાં કપડાં સેલ કરવામાં આવે છે. અહીં તામેં એક સારું સ્વેટર 100 રૂપિયામાં અને લેધર જેકેટ તમને આરામથી 180 રૂપિયામાં મળી જશે. જો તમને પ્રીમિયમ ક્વોલિટી, હાઈ ક્વોલોટીમાં જોઈએ તો પણ અહીં તમને સસ્તા ભાવે મળી જાય છે.

Image Source

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ બજારમાં તમે ખૂબ જ સસ્તા ભાવે ઘરેણાં પણ ખરીદી શકો છો. આ બજારમાં દેશના અન્ય બજારોની સરખામણીમાં ખૂબ જ ઓછા ભાવે ઘરેણાં મળે છે. આ બજારમાં તમે સસ્તા ભાવે કપડાં પણ ખરીદી શકો છો. અહીં પર વેંચતા કપડાં મોટેભાગે દુકાનદારોએ જાતે જ તૈયાર કરેલા હોય છે. એટલે આની ક્વોલિટી ખૂબ જ સારી હોય છે.

Image Source

દિલ્હીની આ માર્કેટ સિવાય લાજપત નગર, સરોજિની નાગર, જનપથ, ચાંદની ચોક, કરોલ બાગ જેવા બજારો પણ છે જ્યા લોકો ખરીદી કરવાની પસંદ કરે છે. દિલ્હી સિવાય તમને લુધિયાણાની ઘૂમર મંડી માર્કેટ અને કરીમપુરા બજારથી પણ ગરમ કપડાં અને કપડાં ખરીદી શકો છો. અહીં તમને ગરમ કપડાં બજાર કરતા પચાસ ટકા ઓછા ભાવે મળશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.