કૌશલ બારડ ખબર ફિલ્મી દુનિયા

ઉત્સાહનો માહોલ : રામાયણ, મહાભારત અને શ્રીક્રિષ્ના બાદ દૂરદર્શન હવે આ સીરિયલનું પ્રસારણ કરશે!

કોરોના વાઇરસને રોકવા માટેના પ્રયાસરૂપે દેશમાં ત્રીજું લોકડાઉન પણ લગાવી દેવામાં આવ્યું છે. લોકો ઘરમાં જ છે. આ પરિસ્થિતીમાં ટેલિવિઝન પર રોજરોજ પ્રસારિત થતી ધારાવાહિકોનું શૂટિંગ પણ અટકી ગયું છે. પણ દૂરદર્શન માટે તો આ લોકડાઉન સોનાના દિવસો લાવ્યું છે.

લોકડાઉનના સમયમાં દૂરદર્શને રામાનંદ સાગરની ‘રામાયણ’ અને બી.આર.ચોપરાની ‘મહાભારત’ સહિત અનેક ટેલિવિઝન સીરિયલોનું પુન:પ્રસારણ કરીને અઢળક લોકપ્રિયતા મેળવી લીધી છે. અભૂતપૂર્વ સફળતા મેળવીને ‘રામાયણ’ પૂરી થઈ એ પછી દૂરદર્શન પર ‘શ્રીક્રિષ્ના’ પ્રસારિત થઈ રહી છે. આ સમયમાં જ દૂરદર્શનના ટેવિલિઝન નેટવર્ક પર એક વધારે જૂની અને પૌરાણિક સીરિયલ પ્રસારિત થવા જઈ રહી છે.


દૂરદર્શને કરેલી જાહેરાત પ્રમાણે, બહુ ટૂંક સમયમાં ડીડી ભારતી પર ‘વિષ્ણુપુરાણ’ સીરિયલ પ્રસારિત થવાની છે. સને ૨૦૦૦ની સાલમાં જેનું પ્રસારણ શરૂ થયેલું એ ‘વિષ્ણુપુરાણ’ ધારાવાહિક ખાસ્સી સફળ રહી હતી. મહાભારત બનાવનાર બલદેવ રાજ ચોપરા(બી.આર.ચોપરા)એ જ ‘વિષ્ણુપુરાણ’નું પણ નિર્માણ કર્યું છે.

Image source

આ ધારાવાહિકમાં ભગવાન વિષ્ણુના દશાવતારોની વાત કરવામાં આવે છે. મૂળે આખી કથા વિષ્ણુપુરાણ પર આધારિત છે. કુલ ૧૨૬ એપિસોડનું પ્રસારણ આ ધારાવાહિકમાં થયેલું છે. દૂરદર્શન અને ઝી ટીવી પર આ સીરિયલનું પ્રસારણ કરવામાં આવેલું. ‘મહાભારત’ સીરિયલમાં સંગીત આપનાર રાજ કમલે જ આ સીરિયલમાં પણ સંગીતકારનું કામ કર્યું છે.

Image source

મુખ્ય કલાકારોની વાત કરીએ તો, મહાભારત સીરિયલમાં કૃષ્ણનાં પાત્રથી બહોળી પ્રસિદ્ધિ મેળવનાર નિતિશ ભારદ્વાજ આ ધારાવાહિકનું મુખ્યપાત્ર છે. ભગવાન વિષ્ણુનો રોલ તેઓ ભજવે છે. વિષ્ણુના દશાવતારમાંથી વામન, રામ, કૃષ્ણ અને પરશુરામ પણ નિતિશ ભારદ્વાજ જ બને છે. માતા લક્ષ્મીનાં પાત્રને અભિનેત્રી રોહિણી ન્યાય આપે છે.

Image source

દૂરદર્શનના ટેલિવિઝન નેટવર્ક દ્વારા આ લોકડાઉન પીરિયડમાં જૂની સીરિયલો પ્રસારિત કરીને ટીઆરપીનો ખડકલો કરી દેવામાં આવ્યો છે. હાલમાં જ રામાયણ સીરિયલ દુનિયામાં એક દિવસમાં સૌથી વધુ લોકો(૭૭ મિલિયન) દ્વારા જોવાયેલ ટેવિલિઝન શો બની ગયો છે અને વિશ્વભરની તમામ ટેવિલિઝન સીરિયલોના રેકોર્ડ તોડી નાખ્યા છે.
આ આર્ટિકલ તમને કેવો લાગ્યો ? અચૂક કોમેન્ટ કરો.
Author: કૌશલ બારડ: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.