ગુજરાતમાં આ ડોકટરે ઘરની બહાર ઉભા રહી અને ઉજવી લગ્નની વર્ષ ગાંઠ, પરિવાર કરતા પહેલા સમજ્યા પોતાના દર્દીઓને, દિલથી સલામ

કોરોનાની મહામારીમાં વધારો થવાના કારણે ડોકટરોની અગ્નિ પરીક્ષાઓ થઇ રહી છે. ડોકટરો આ સમયે દર્દીઓના જીવ બચાવવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. આ સમયે ઘણા ડોકટરો એવા પણ છે જે પોતાના પરિવારને પણ પૂરતો સમય નથી આપી શકતા. સાચા અર્થમાં તે કોરોના વોરિયર્સ બનીને સામે આવ્યા છે.

ત્યારે એવાજ એક ડોક્ટર વિશાલ ઠક્કર જે બનાસકાંઠાના ડીસાની અંદર હેત આઇસીયુ ચલાવી રહ્યા છે. તે છેલ્લા 20 દિવસથી પોતાના ઘરે નથી ગયા. આ ઉપરાંત તેમના લગ્નની 8મી વર્ષ ગાંઠ પણ તેમને પોતાના ઘરની બહાર ઉભા રહીને જ મનાવી હતી.

ડીસા શહેરના ગાયત્રી મંદિર સામે આવેલા ડૉક્ટર હાઉસમાં હેત આઇસીયુ ધરાવતા અને ડીસાના ગ્રીનપાર્કમાં રહેતા ડૉ. વિશાલ ઠક્કર છેલ્લા 20 દિવસથી કોરોના પોઝિટિવ લોકો જલ્દી સ્વસ્થ થાય તે માટે પત્ની અને બે બાળકોથી દુર હોસ્પિટલમાં જ રહે છે.

બુધવારે તેમના લગ્ન જીવનની આઠમી વર્ષગાંઠ હતી. પોતાના લગ્નની ઉજવણી માટે પત્ની અને બાળકોના આગ્રહના કારણે તેઓ ઘરે તો પહોંચ્યા પરંતુ આ ઉજવણી તેમને અનોખી રીતે કરી. તેઓ પોતાના ઘરની બહાર જ ઉભા રહ્યા.

કારણ કે બાળકો અને પરિવારજનોને આ મહામારીનો ચેપ ન લાગે તેની કાળજી રાખી રહ્યા હતા. સતત 20 દિવસ સુધી તે હોસ્પિટલમાં ફર્ક બજાવી રહ્યા છે. અને લગ્નની વર્ષગાંઠની ઉજવણી માટે પણ તેઓ ઘરની બહારથી જ તુરંત જ હોસ્પિટલ પરત ફર્યા હતા. ડૉ. વિશાલ ઠક્કરે પણ સોશિયલ ડિસ્ટન્સ સાથે લગ્ન જીવનની ઉજવણી કરતાં તેમની કોરોના વોરિયર્સ તરીકેની સેવાને લોકોએ બિરદાવી હતી.

Niraj Patel