ફિલ્મના શૂટિંગ દરમિયાન આ દિગ્ગજ અભિનેતા અકસ્માતનો ભોગ બનવાનો હતો, 1 સેકેંડ પણ મોડું થયું હોત તો ચાલ્યો જતો જીવ, જુઓ લાઈવ વીડિયો

“રામ રાખે તેને કોણ ચાખે ?” એનો સાક્ષાત અનુભવ થયો આ દિગ્ગજ અભિનેતાને… આંખના પલકારે બચી ગયો જીવ.. જુઓ વીડિયો શેર કરીને શું કહ્યું ?

દેશભરમાં અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવે છે અને ઘણા એવા અકસ્માત પણ હોય છે જે આંખના પલકારે સર્જાતા હોય છે અને કોઈનો જીવ પણ ચાલ્યો હતો હોય છે. સામાન્ય માણસની જેમ સેલેબ્સ પણ ઘણીવાર અકસ્માતનો ભોગ બનતા હોય છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘણીવાર એવી ઘટનાઓ સર્જાય છે કે કલાકારનો જીવ પણ જોખમમાં મુકાઈ જતો હોય છે. ત્યારે તેના વીડિયો સામે આવતા જ ચાહકો પણ હેરાન રહી જાય છે.

હાલ એવી જ એક ઘટના ઘટી હતી તામિલ ફિલ્મોના સુપરસ્ટાર વિશાલ કૃષ્ણ રેડ્ડી સાથે. આ ઘટનાનો એક વીડિયો તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. જે ‘માર્ક એન્ટોની’ના શૂટિંગ દરમિયાનનો છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ફિલ્મના સેટ પર અભિનેતા સાથે મોટો અકસ્માત થયો હતો.

ચાહકો સાથે વીડિયો શેર કરતા વિશાલે લખ્યું, ‘ભગવાને મારી જિંદગી થોડી સેકન્ડ અને થોડા ઈંચથી બચાવી લીધી. ભગવાનનો ખૂબ ખૂબ આભાર. હું આ ઘટનાથી ચોંકી ગયો છું અને હવે મારા પગ પર અને શૂટ પર પાછો ફર્યો છું. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ફિલ્મ ‘માર્ક એન્ટની’નું શૂટિંગ ચાલી રહ્યું છે. સેટ પર આખી કાસ્ટ અને ક્રૂ શૂટિંગમાં વ્યસ્ત છે.

આ ફાઇટ સિક્વન્સમાં ટ્રકનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, જે દિવાલ તોડીને અંદર આવ્યા બાદ તેને ઉભા રહેવાનું હતું. પરંતુ અચાનક ટ્રકે તેનું સંતુલન ગુમાવ્યું અને તે જગ્યા તરફ તેજ ગતિએ આગળ વધવા લાગી જ્યાં વિશાલ પણ હતો. ટ્રકને કાબૂ બહાર જતી જોઈને સેટ પર નાસભાગ મચી ગઈ હતી. વિશાલનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સાથે ફેન્સ પણ અભિનેતાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.

Niraj Patel