બોલીવુડની જાણીતી સિંગર નેહા કક્કડ આજકાલ ‘ઇન્ડિયન આઇડલ-11’ને જજ કરી રહી છે. આ શોમાં નેહા કક્કડ સાથે વિશાલ દદલાની અને અનુ મલિક જજ તરીકે નજરે ચડે છે. થોડા દિવસ પહેલા એક કંટેસ્ટેન્ટે નેહા કક્કડને સ્ટેજ પર પ્રપોઝ કરી દીધી હતું એટલું જ નહીં સાથે જબરદસ્તી કિસ પણ કરી લીધી હતી.
અચાનક આ દુર્ઘટના થતા નેહા સંકોચમાં મુકાઈ ગઈ હતી. આ મામલે વિશાલનું એક નિવેદન સામે આવ્યું છે. વિશાલનું આ નિવેદન યુઝર્સના ટ્વિટ પર રીપ્લાય આપીને આપ્યું છે. ફેન્સે નેહા સાથેની આ ઘટના બાબતે લખ્યું હતું કે, સર આ યુવકને મારવો જોઈએ તેની હિંમત જ કેવી રીતે થઇ ? હું ઉમ્મીદ રાખું છું કે, તેને આટલો આસાનીથી ના મુકવો જોઈએ. આ ટ્વીટ પર વિશાલ દદલાનીએ કમેન્ટ કરી હતી.
I suggested that the Police be called, but Neha decided to let the guy off the hook. He definitely needs psychiatric help, and we will try to help him get that, if we can. #IndianIdol11 https://t.co/CiCLy7u787
— VISHAL DADLANI (@VishalDadlani) October 20, 2019
સોશિયલ મીડિયામાં વિશાલને લોકો પૂછી રહ્યા હતા કે, તમે તમારી સામે આવું કેમ થવા દીધું? આ સવાલ પર વિશાલે જવાબ આપ્યો હતો. વિશાલે લખ્યું હતું કે, ‘મેં કીધું હતું પોલીસને બોલાવી. પરંતુ નેહાએ નક્કી કર્યું કે તેને પોલીસને નહિ સોંપે. તેને સાચે જ મનોવૈજ્ઞાનિકની મદદની જરૂરત છે. જો અમે કરી શકીએ તો કોશિશ કરીશું કે તેનો ઈલાજ હોય.’
ત્યારબાદ અન્ય એક યુઝરે લખ્યું હતું કે, ‘તમે લોકો આવનારા સમયમાં નિશ્ચિત કરજો કે હવે આવું ના થાય. આ વસ્તુને નજર અંદાજ કરવામાં ના આવે.
જણાવી દઈએ કે, આ કંટેસ્ટેન્ટે નેહા કક્કડેને તેનો ફેન ગણાવ્યો હતો. જે કંટેસ્ટેન્ટેઆ હરકત કરી હતી એ મિલન રાજપૂત નામનો શખ્સ નેહા માટે ઘણી ગિફ્ટ લાવ્યો હતો.
મિલન નેહાના નામની ટેટુ પણ હાથમાં કરાવ્યું છે. મિલનની આ દીવાનગી જોઈને નેહાએ તેને પ્રેમથી ગળે લગાવતા જ તેને નેહાના ગાલ પર કિસ કરી દીધી હતી. આ ઘટના ઘટતા જ નેહા તુરંત જ દૂર થઇ ગઈ હતી. પરંતુ તે અસહજની લાગણી અનુભવતી હતી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.