વિસાવદરમાં હજી તો 2 મહિના પહેલા જ કર્યા હતા પ્રેમ લગ્ન, માતા-પિતા ગયા દીકરીના હાલ ચાલ પૂછવા ત્યાં જ મળ્યા એવા સમાચાર કે…

વિસાવદરમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી….પ્રેમલગ્ન કરનાર પુત્રીનું મોં જોવા માતા-પિતા ગયા તો જમાઈએ શંકાસ્પદ વર્તણૂક કરી, પોલીસમાં અરજી કરતા…

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના અનેક ચોંકાવનારા બનાવો સામે આવતા હોય છે. ઘણીવાર એવું બનતુ હોય છે કે, અંગત અદાવત હત્યાનું કારણ હોય છે, તો ઘણીવાર પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધ…હાલમાં જૂનાગઢના વિસાવદરમાંથી હત્યાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પતિ તેની પત્નીની બે મહિના પહેલા હત્યા કરી હતી અને તેની લાશને જમીનમાં દાટી દીધી હતી. જો કે, આ ઘટનાનો પર્દાફાશ હવે થયો છે અને પોલિસે હત્યારા પતિની ધરપકડ પણ કરી છે.વિસાવદરના પ્રેમપરા ગામે રહેતા એક યુવકને ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડાની અંબાળા ગામની યુવતિ સાથે આંખ મળી ગઇ હતી અને તે બાદ તેઓ બે મહિના પહેલા જ ભાગીને લગ્ન કર્યા હતા.

જો કે, દીકરીનો સંપર્ક ન થતા માતા-પિતા પ્રેમપરા આવ્યા અને તેમણે દીકરીની ભાળ ન મળતા પોલિસમાં અરજી આપી. જે બાદ પોલિસે તે યુવકને પકડી તેની કડકાઇથી પૂછપરછ કરી હતી અને આખરે તેણે પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. વિસાવદરના પ્રેમપરાના જીગ્નેશ માથાસુરીયાને ગીર સોમનાથ ગઢડાના અંબાળા ગામની લક્ષ્મી વાઢેલિયા સાથે પ્રેમ થયો હતો અને તે બંનેએ બે મહિના પહેલા ભાગીને લગ્ન કર્યા હતા.જે બાદ પરણિતાના પિતા દીકરીને જોવાની ઇચ્છા થતા પ્રેમપરા આવ્યા. જીવરાજ પ્રેમપરાના 100 વારીયા પ્લોટ વિસ્તારમાં રહેતો અને પરણિતાના માતા-પિતા બંને ત્યાં આવ્યા હતા.

Image source

તેમણે જીવરાજને કહ્યુ કે તેમને તેમની દીકરીને જોવી જો કે આરોપી જીવરાજે તેની પત્નીને માતા-પિતાને મળાવી નહિ અને કાંઇ કહ્યુ પણ નહિ. જે બાદ મૃતકના પિતાને કંઇક ખોટુ થયુ હોવાની શંકા ગઇ અને તેમણે વિસાવદર પોલિસને અરજી આપી. જે બાદ જીવરાજને પકડી પોલિસે તેની કડકાઇથી પૂછપરછ હાથ ધરી હતી. જો કે, આરોપી પોલિસ સામે એવું જ રટણ કરતો કે લક્ષ્મી તેઓ સોમનાથ ગયા ત્યારે દરિયામાં ડૂબી ગઇ છે. પરંતુ પોલિસને તેની વાત પર વિશ્વાસ ન થતા આકરી પૂછપરછ કરતા તે ભાગી પડ્યો અને તેણે પત્ની લક્ષ્મીની હત્યા કરી લાશ દાટી હોવાની કબૂલાત કરી હતી.

પોલિસ જીવરાજને લઇને પ્રેમપરાના રોણિયા વિસ્તારમાં ધાબડધોયા નદીના ડેમ નજીક આવેલ દિલાભાઇ ડોબરિયાની વાડી પાસેના નદીના ઢાળિયા પાસે આવી હતી. અહીં જંગલી જનાવરોએ 8-10 ફૂટ ઉંડું ભોંયરું બનાવ્યું હતું. જીવરાજે કહ્યું, પોતે લક્ષ્મીની હત્યા બીજા સ્થળે કરી લાશને ખભે ઉપાડીને અહીં લાવી ભોંયરામાં નાંખી તેના પર માટી નાંખીને દાટી દીધી હતી. હાલ તો પોલીસે લાશને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી છે. પોલિસને માનવ કંકાલ મળી આવતા FSLની મદદથી તપાસ શરૂ કરી હતી.

લક્ષ્મીના પિતાએ પોલિસ ફરિયાદમાં જણાવ્યુ કે, લક્ષ્મીનો પતિ એટલે કે આરોપી જીવરાજના અન્ય સ્ત્રી સાથે પણ પ્રેમ સંબંધ છે અને તેને લઇને જ તેણે તેમની દીકરીની હત્યા કરી નાખી છે. હાલ પોલિસ એ તપાસ કરી રહી છે કે હત્યાનું કારણ શું હતુ અને તેમાં કોઇ સંડોવણી છે કે નહિ. આરોપીએ 10 વર્ષ પહેલા પણ એક લગ્ન કર્યા બતા. જોકે, પહેલીનું મોત થયા પછી લક્ષ્મી સાથે તેણે પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારે તે વધુ એક લગ્ન કરવાની ફિરાકમાં હતો.

Shah Jina