ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ હાલમાં જ હેશટેગ વિરુષ્કાડિવોર્સ #VirushkaDivorce ટ્રેન્ડ થયું છે.
આ પાછળનું કારણ ઉત્તર પ્રદેશના બીજેપી ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે પાતાલ લોકમાં તેમની તસવીરનો ઉપયોગ કરવા માટે અનુષ્કા શર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
View this post on Instagram
આ બાદમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને અનુષ્કા શર્મા સાથે ડિવોર્સ લેવાની સલાહ આપવામાં આવી હતી. હવે એક ટ્વિટર યૂઝરે તે ખબરનો સ્ક્રીનશોટ ટ્વિટર પર પોસ્ટ કકરતા જ હેશટેગ વિરુષ્કાડિવોર્સ #VirushkaDivorce ટ્રેન્ડ કરવા લાગ્યું છે.
View this post on Instagram
જણાવી દઇએ કે અનુષ્કાને લઇને બીજેપી નેતા નંદકિશોર ગુર્જરે જણાવ્યું હતું કે, ‘પાતાલ લોક’ વેબ સીરીઝમાં બાલકૃષ્ણ વાજપેયી નામના ગુનેગાર સાથે એક રસ્તાનું ઉદ્ધાટન કરતી મારી અને અન્ય નેતાઓની તસ્વીરો બતાવવામાં આવી છે. હું હાલનો ભાજપનો ઘારાસભ્ય છું અને મારી પરવાનગી વગર પાતાળ લોકોમાં મારી તસ્વીરનો ઉપયોગ કરીને રાષ્ટ્રદ્રોહનું કાર્ય કર્યું છે. બીજેપી નેતાએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે વિરાટ કોહલી દેશ ભક્ત છે. દેશ માટે રમે છે. એવામાં તેણે અનુષ્કા શર્માથી છૂટાછેડા લઇ લેવા જોઇએ.
View this post on Instagram
જણાવી દઈએ કે, અનુષ્કા શર્મા છેલ્લે ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને કેટરીના કૈફ સાથે અનુષ્કા મુખ્ય ભૂમિકા ભજવી હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર વધારે કમાણી કરી શકી નથી. આ સિવાય અનુષ્કા શર્માએ તાજેતરમાં જ વેબસીરીઝ પાતાલ લોકનું નિર્માણ કર્યું છે, જે ખૂબ ધમાલ મચાવી રહી છે.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.