ખબર

હવે ઉંદરો પણ ફેલાવી રહ્યા છે માણસોમાં ખતરનાક વાયરસ, ડોકટરો પણ છે હેરાન, વાંચો સમગ્ર મામલો

હજુ દુનિયાભરમાં કોરોના વાયરસનો ખતરો શમ્યો નથી ત્યાં હવે દુનિયાના માથા ઉપર એક નવી મુસીબત આવીને ઉભી થઇ ગઈ છે. કોરોના વાયરસની જેમ એક બીજો વાયરસ પણ પ્રાણીઓ દ્વારા હવે માણસમાં ફેલાઈ રહ્યો છે. આ માહિતી હોંગકોંગના વિશેષજ્ઞોએ આપી છે. આ વાયરસ ઉંદરોમાંથી માણસમાં ફેલાતો હોવાની વાત સામે આવી છે.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર એક નવો ઘાતકી વાયરસ સામે આવ્યો છે જે ઉંદર દ્વારા માણસોમાં ફેલાવવની શરૂઆત પણ થઇ ગઈ છે. જેમાં લોકો હેપેટાઇટિસ-ઈનો શિકાર થઇ રહ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે હોંગકોંગના વિશેષજ્ઞોએ એવો દવાઓ કર્યો છે કે અત્યાર સુધી દેશની અંદર 11 એવા મામલા સામે આવ્યા છે. જેમાં ખતરનાક વાયરસ ઉંદરો દ્વારા માણસમાં પ્રવેશ્યો છે. વિશેષજ્ઞોનું માનવું છે કે આ સંક્રમિત લોકોમાં હેપેટાઇટિસ-ઈનો એક નવો જ પ્રકાર મળી આવ્યો છે અને આ પ્રકારનો વાયરસ માત્ર ઉંદરોમાં જ મળી આવે છે.

Image Source

હેપેટાઇટિસ-ઈ વાયરસ લીવરની એક બીમારી છે, જેમાં પીડિત થવા ઉપર તાવ અને કમળા જેવી બીમારી આવી શકે છે, અને આ વાયરસના ચાર પ્રકાર છે, જે અલગ અલગ જીવોમાં મળી આવે છે. હોંગકોંગ યુનિવર્સીટીના રિસર્ચર અને માઇક્રોબાયોલોજિસ્ટ ડૉ. સિદ્ધાર્થ શ્રીધરનું કહેવું છે કે આપણી પાસે એક એવો વાયરસ છે જે રસ્તા ઉપર ચાલતા ઉંદરો દ્વારા પણ ફેલાઈ શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.