ખબર

આ દેશે કોરોનાને પછાડી દીધો એવો ચમત્કાર થયો કે આખી દુનિયા જોતી રહી ગઈ…

દુનિયાના મોટાભગના દેશો કોરોનાની ચપેટમાં આવી ગયા છે, અને દુનિયાભરમાં વૈજ્ઞાનિકો તેનો ઈલાજ પણ શોધવામાં લાગી ગયા છે તે છતાં પણ હજુ તેમને સફળતા નથી મળી રહી, બીજી તરફ લખો લોકો આ કોરોનાને હરાવવામાં સમર્થ પણ રહ્યા છે. ઘણા દેશો હવે આ કોરોના વાયરસના સંક્રમણથી બહાર પણ આવી રહ્યા છે. એવો જ એક સુંદર દેશ છે ન્યુઝીલેન્ડ, જ્યાં હવે કોરોનાનો માત્ર એક જ દર્દી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. ન્યુઝીલેન્ડ કોરોનાને હરાવવામાં સફળ રહ્યું છે.

Image Source

ન્યૂઝીલેન્ડના સવાસ્થ્ય મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી છે કે છેલ્લા 5 દિવસમાં ન્યુઝીલેન્ડની અંદર એક પણ કોરોના સંક્રમિત નવો કેસ નથી મળ્યો જેન કારણે ન્યુઝીલેન્ડ હવે કોરોના મુક્ત થવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

Image Source

ન્યુઝીલેન્ડમાં સરકાર દ્વારા લેવામાં આવેલા યોગ્ય પગલાં અને જનતાના સમર્થન અને સાંજના કારણે જ તે આ વાયરસને ફેલાતો અટકાવી શકવામાં આને તેના ઉપર વિજય મેળવવામાં સફળ રહ્યું છે.

Image Source

ન્યૂઝીલેન્ડની અંદર 26 ફેબ્રુઆરીના રોજ કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો, 19 માર્ચના રોજ સરહદોને બંધ કરવામાં આવી હતી તેમજ સંપૂર્ણ દેશમાં લોકડાઉન પણ જાહેર કરવામાં આવ્યું હતું. આ લોકડાઉનનુ પાલન પણ પ્રજા દ્વારા યોગ્ય રીતે કરવામાં આવ્યું હતું.

Image Source

ન્યુઝીલેન્ડમાં અત્યાર સુધી 1504 કોરોનાના કેસ નોંધાયા છે, જેમાંથી 21 લોકોના મૃત્યુ થયા છે. ન્યુઝીલેન્ડમાં હજુ પણ લોકડાઉન લાગુ જ છે, પરંતુ કેટલીક છૂટછાટ પણ આપવામાં આવી છે, હવે ત્યાં 100 લોકો સુધી એકઠા થવા ઉપર પણ છૂટ આપવામાં આવી છે સાથે જ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવા માટેની પણ પરવાનગી આપવામાં આવી છે.

www.health.govt.nz  પ્રમાણે અત્યારે કોવિડ 19 દર્દીની સંખ્યા ઝીરો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.