દુનિયાભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસના પ્રકોપથી આખી દુનિયામાં ડરનો માહોલ વ્યાપે ગયો છે. ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસના કારણે લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કોરોના વાયરસ અલગ અલગ પ્રકારે પ્રસરતો રહ્યો. એમાં હવે ભારતમાં સામે આવેલું નવું ડેલ્ટા વેરિયંટ પણ ખતરનાક સાબિત થઇ રહ્યું છે.
છેલ્લા 24 કલાકની અંદર જ ભારતમાંથી નવા ડેલ્ટા વેરિયંટના 40 કેસો સામે આવતા તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. ડેલ્ટા વેરિયંટના આ નવા 40 કેસ ભારતના ત્રણ રાજ્યોમાંથી સામે આવ્યા છે. જેમાં મહારાષ્ટ્ર, કેરળ અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે. જે બાબતે આ ત્રણ રાજ્યોને કેન્દ્ર સરકાર તરફથી વધુ સતર્ક રહેવાનો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે.
કોરોનાના આ નવા ડેલ્ટા વેરિયંટના કારણે મધ્ય પ્રેદશના ઉજ્જૈનમાં એક મોત પણ નોંધાયું છે. જે એક મહિલા હોવાનું સામે આવ્યું હતું અને આ ડેલ્ટા વેરિયંટથી થયેલી પ્રથમ મોત છે. મૃત્યુ પામનાર મહિલાએ કોરોના વેક્સિન લીધી ના હોવાનું પણ સામે આવ્યું છે. હાલ દેશમાં કોરોનાના નવા વેરિયંટનો ખતરો વધી રહ્યો છે.