જાણો કેમ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે કર્યા સુરતની હોસ્પિટલના વખાણ ? ટ્વીટ કરીને શેર કર્યો શાનદાર વીડિયો, તમે પણ જુઓ

સમગ્ર દેશની અંદર કોરોના મહામારીની અસર ખુબ જ મોટા પ્રમાણમાં ફેલાઈ રહી છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના દિવસે દિવસે વધી રહ્યો છે. આ દરમિયાન ઓક્સિજન અને બેડની ખોટ પણ હોસ્પિટલોમાં વર્તાઈ રહી છે.

આ મહામારીના સમયમાં ઘણી હોસ્પિટલો દ્વારા દર્દીઓ જલ્દી સ્વસ્થ થઇ જાય તે માટેના સુંદર કર્યો પણ કરવામાં આવે છે. જેની ઘણી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોવા મળે છે.

હાલમાં જ ભારતીય ટીમના ભૂતપૂર્વ ખેલાડી વીરેન્દ્ર સહેવાગ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો શેર કરવાની સાથે સહેવાગે હોસ્પિટલ સ્ટાફના વખાણ પણ કર્યા છે.

આ વાયરલ વીડિયો સુરતમાં બનેલી નવી સિવિલ હોસ્પિટલનો છે. કોરોનાના દર્દીનું મનોબળ વધારવા માટે સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ અને તબીબો દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી હતી. આ દિવસે હોસ્પિટલ અને કર્મચારીઓ દ્વારા કોરોનાના દર્દીનો બર્થ ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું અને તેનું મનોબળ વધારવામાં આવ્યું હતું.

સહેવાગે વીડિયો શેર કરવાની સાથે ખુબ જ સરસ કેપશન પણ આપ્યું છે. તેને લખ્યું છે કે, “નિરાશાના આ સમયમાં આપણે ચુનોતીઓનો સામનો કરી રહ્યા છીએ. આપણા ડોક્ટર્સની ભાવનાઓ અને પ્રતિબદ્ધતા જોવી ઘણી જ સારી વાત છે. અહીંયા સુરત સિવિલ હપ્ર્સપોતાલના ડોક્ટર્સ દ્વારા એક કોરોના સંક્રમિત દર્દીનો જન્મ દિવસ મનાવવામાં આવ્યો. આપણા સ્વાસ્થ્ય કાર્યકર્તાઓને સલામ !

Niraj Patel