વીરેન્દ્ર સહેવાગે કરી મોટી ભવિષ્યવાણી, કહ્યું, “આવનારા સમયમાં દુનિયા ઉપર રાજ કરશે આ ભારતીય ખેલાડી”, જાણો કોણ છે તે ?

હાલ તો ક્રિકેટ રસિયાઓ IPLના રંગમાં રંગાયેલા છે, અને સોશિયલ મીડિયામાં પણ ક્રિકેટને લઈને એક પછી એક અપડેટ સામે આવતી રહે છે, જેમાં ભવિષ્ય વિશે પણ ઘણા ખ્યાતનામ ક્રિકેટરો દ્વારા આગાહી કરવામાં આવતી હોય છે, ત્યારે હાલમાં ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે પણ એક ખેલાડીને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે.

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગનું કહેવું છે કે જો વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત મર્યાદિત ઓવરની ક્રિકેટ જ રમે છે તો લોકો તેને યાદ નહીં કરે. વીરુનું માનવું છે કે જો પંત હંમેશા માટે રેકોર્ડ બુકમાં પોતાનું નામ લખવા માંગે છે તો તેણે દેશ માટે 100 ટેસ્ટ મેચ રમવાનો પ્રયાસ કરવો જોઈએ. ટેસ્ટ ક્રિકેટમાં બે ત્રેવડી સદી ફટકારનાર દેશના એકમાત્ર ક્રિકેટર સેહવાગ એ 11 ભારતીયોમાં સામેલ છે જેમણે 100 થી વધુ ટેસ્ટ રમી છે અને 8500 થી વધુ રન બનાવ્યા છે.

ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સદી ફટકારનાર પંત એકમાત્ર ભારતીય વિકેટકીપર છે. તેણે અત્યાર સુધી 30 ટેસ્ટ રમી છે અને 40.85ની એવરેજથી 1920 રન બનાવ્યા છે. સેહવાગે મીડિયાને કહ્યું, ‘જો તે 100થી વધુ ટેસ્ટ રમશે તો તેનું નામ ઈતિહાસના પુસ્તકોમાં કાયમ માટે નોંધાઈ જશે. માત્ર 11 ભારતીય ક્રિકેટરોએ આ સિદ્ધિ હાંસલ કરી છે અને દરેકને તે 11 નામ યાદ છે.

સહેવાગે આગળ કહ્યું કે T20 અને ODIમાં જીતેલી મેચોની તાત્કાલિક અસર થાય છે પરંતુ લાંબા ગાળે લોકો માત્ર એ જ યાદ રાખે છે કે તમે સફેદ જર્સી (ટેસ્ટ)માં શું કર્યું હતું. તેણે કહ્યું, ‘વિરાટ કોહલી ટેસ્ટ રમવાનો આટલો આગ્રહ શા માટે કરે છે? તે જાણે છે કે જો તે 100-150 અથવા તો 200 ટેસ્ટ રમશે તો તે રેકોર્ડ બુકમાં અમર થઈ જશે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ તાજેતરમાં જ તેની 100મી ટેસ્ટ મેચ રમી હતી. વિરાટે મોહાલીના PCA સ્ટેડિયમમાં શ્રીલંકા સામે તેની કારકિર્દીની સોમી ટેસ્ટ રમી હતી.

Niraj Patel