ખબર ખેલ જગત ફિલ્મી દુનિયા

વિરાટ અનુષ્કાને લઈને આવી ગયા ગુડ ન્યુઝ, ફેન્સમાં ખુશીનો માહોલ

બૉલીવુડ અને ક્રિકેટ જગતના સૌથી મશહૂર કપલ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની ફેન ફોલોઇંગ વધતી જ જાય છે. અનુષ્કા જલ્દી જ તેના પહેલા બાળકને જન્મ આપશે. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ સોશિયલ મીડિયામાં ફેન્સ સાથે એક ખુશખબરી શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

વિરાટે ટ્વીટર પર માતપિતા બનવાની વાત શેર કરી હતી. જે માટે અનુષ્કાના પતિ વિરાટ કોહલીએ પણ ટ્વીટ કર્યું હતું. ખુશખબરી એ છે કે હાલમાં જ ટ્વીટર ઇન્ડિયાએ જાહેરાત કરી હતી કે, વિરાટ કોહલીના આ ટ્વીટને 2020નું સૌથી વધુ પસંદ કરનારું ટ્વીટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

બંનેના ફેન્સે બંનેને અઢળક પ્રેમ આપ્યો છે. વિરાટ અને અનુષ્કાની આ તસ્વીર સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે. લોકોએ પોતાની લાઇક્સ અને કમેન્ટથી બેહદ પ્રેમ આપ્યો છે. ઓફિશિયલ ટ્વીટર ઇન્ડિયાએ વિરાટ કોહલીના આ ટ્વીટને કેપ્સન સાથે રી-શેર કર્યું છે. આ સાથે જ લખ્યું છે કે, સૌથી વધુ પસંદ કરનારું ટ્વીટ.

જણાવી દઈએ કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ 27 ઓગસ્ટ 2020ના એક તસ્વીર શેર કરીને તેના માતાપિતા બનવાને લઈને જણાવ્યું હતું. તસ્વીરમાં અનુષ્કાએ કાળા પોલ્કા ડોટ વાળો ડ્રેસ પહેર્યો હતો. વિરાટ તેની પાછળ ઉભો હતો. આ તસ્વીર જોઈને અંદાજો લગાવી શકાય છે કે, બંને કેટલા ખુશ છે. વિરાટએ ટ્વીટર પર તસ્વીરને કેપ્સન સાથે શેર કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

આ પોસ્ટ બાદ અનુષ્કા શર્મા તેનો બેબી બંપ ફ્લોન્ટ કરતી ઘણી તસ્વીર શેર કરે છે.