ખબર ખેલ જગત

અ..ધ..ધ..ધ.. એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટના વિરાટ કોહલી કમાય છે આટલા લાખ રૂપિયા, જાણીને આંખો પહોળી થઇ જશે

ભારતીય ક્રિકેટ જગતનું એક મોટું નામ એટલે વિરાટ કોહલી. પોતાની મહેનત અને પોતાના પ્રદર્શનથી ભારતીય ક્રિકેટમાં એક આગવું નામ વિરાટે કર્યું અને આજે તે ભારતીય ટિમનો કપ્તાન પણ છે.

Image Source

આજે ક્રિકેટ પ્રેમીઓને વિરાટ કોહલી વિના મેચ જોવાનો આનંદ જ નથી આવતો, 3જી નવેમ્બરે યોજાયેલી ભારત બાંગ્લાદેશની મેચમાં મળેલી હાર બાદ વિરાટની ખોટ ભારતીય ક્રિકેટ ચાહકોને વર્તાઈ હતી. વિરાટે ટિમ માટે ઘણી જ મહત્વની ભૂમિકાઓ ભજવી છે તેને પોતાના નામ ઉપર ઘણા રેકોર્ડ પણ નોંધાવ્યા છે. આજે ભારતમાં જ નહીં વિશ્વસ્તરે કોહલીનો ડંકો વાગી રહ્યો છે.

Image Source

રનના ઢગલા બનાવનાર વિરાટ કોહલી આવકની બાબતમાં પણ ઘણો જ વિરાટ છે. ફોર્બ્સ મેગેઝીનના એક અહેવાલ મુજબ વિશ્વના સૌથી ધનવાન 100 ખેલાડીઓમાં કોહલીનું પણ નામ છે. કોહિલીની રમત અને તેના પ્રદર્શનના કારણે તેના કરોડો ચાહકો વિશ્વભરમાં છે અને અલગ અલગ સોશિયલ મીડિયામાં તેને ફોલો પણ કરે છે.

 

View this post on Instagram

 

Happy Diwali to everyone. May the Festival of Lights light up your lives and bring more love and peace to all 🙏😇❤️

A post shared by Virat Kohli (@virat.kohli) on

 

ઇન્સ્ટાગ્રામના જ ફોલોઅર્સની વાત કરીએ તો આજે વિરાટ કોહલીને વિશ્વભરમાંથી 43.6 મિલિયન લોકો ફોલો કરી રહ્યાં છે. વિરાટ કોહલીની આવક 176 કરોડ સુધીની છે જેમાંથી વિવિધ જાહેરાત દ્વારા વિરાટ 150 કરોડ સુધી કમાઈ શકે છે. ભારતીય ક્રિકેટ ટીમમાં રમવાનો પગાર અને બીજા ઇનામો મળીને 26 કરોડ સુધી તેની આવક થાય છે.

 

બીસીસીઆઈ દ્વારા વિરાટ કોહલીની A+ કોન્ટ્રાક્ટમાં નિમણુંક કરવામાં આવી છે જેના કારણે તેને વાર્ષિક 7 કરોડ મળે છે. આ સિવાય વિવિધ બ્રાન્ડની જાહેરોત માટે પણ કોહલી જ સૌની પહેલી પસંદ છે જેના કારણે એ જાહેરાતની પણ ખુબ જ મોટી કમાણી તેને મળી રહી છે.

 

View this post on Instagram

 

🎯

A post shared by Virat Kohli (@virat.kohli) on

સોશિયલ મીડિયામાં પણ ખુબ જ મોટું ફોલોઅર્સ ધરાવવાના કારણે પણ વિરાટ કરોડો રૂપિયા કમાઈ રહ્યો છે. તેના ઇન્સ્ટાગ્રામની એક પોસ્ટ માટે પણ તેને લાખો રૂપિયા મળી રહ્યા છે.


ઇન્સ્ટાગ્રામની એક પોસ્ટ કરવા ઉપર તેને 82 લાખ રૂપિયા સુધીની આવક થાય છે તેમજ કોઈ મોટી બ્રાન્ડની જાહેરાત જો તેના ઇન્સ્ટગ્રામ એકાઉન્ટ ઉપર કરે છે તો તેને એક પોસ્ટના 3.2 કરોડ રૂપિયા સુધી મળે છે.


વિરાટ કેટલીક બ્રાન્ડની જાહેરાત સિવાય પણ પોતાની પત્ની અનુષ્કા શર્મા સાથેના ફોટા પણ અવારનવાર ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરતો હોય છે તેમજ પોતાના જિમ અને રમત અંતર્ગત ફોટાઓ પણ શેર કરે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.