ભારતના જાણીતા ક્રિકેટર વિરાટ કોહલી તેની રમત, તેનો સ્ટાઈલિશ અંદાજ અને તેની લકઝરી લાઈસ્ટાઈલને લઈને ઓળખવામાં આવે છે. વિરાટ કોહલીએ બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા છે. અનુષ્કા શર્મા પણ તેની અને વિરાટ કોહલીની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

વિરાટ કોહલીની લકઝરીયસ લાઈફની વાત કરવામાં આવે તો વિરાટ કોહલી પાસે મોંઘી કારનું કલેક્શન છે. તો વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની ઘર પણ ઘણું લકઝરિયસ છે.

વિરાટ કોહલીએ દિલ્લીના ગુરુગામ (ગુડગાંવ)માં એક આલીશાન ઘર બનાવ્યું છે. આ ઘરમાં તે અનુષ્કા શર્મા સાથે ગત વર્ષ જ શિફ્ટ થયો હતો. આ પહેલા વિરાટ કોહલી દિલ્લીના મીરા બાગમાં રહેતો હતો.

વિરાટ કોહલીએ નવા ઘરમાં શિફ્ટ થતા બધા જ ટિમ મેમ્બરો માટે શાનદાર પાર્ટીનું આયોજન પણ કર્યું હતું.

એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિરાટ કોહલીએ આ ઘર 500 ગજમાં બનાવવામાં આવ્યું છે. આ પ્લોટ પર વિરાટ કોહલીએ 10 હજાર સ્કેવર ફૂટમાં બાંધકામ કર્યું છે.

વિરાટ કોહલીએ આ ઘર પાછળ 80 કરોડ જેટલો જંગી ખર્ચ કર્યો છે. વિરાટ કોહલીની આ શાનદાર ઘર ડીએલએફ સીટી ફેજ-1 બ્લોક સીમાં છે.

વિરાટ કોહલીએ તેના ઘરનું અનોખો લુક આપવા માટે એક ખાસ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કંપની દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે.

વિરાટના ઘરમાં ફેસીલિટીની વાત કરવામાં આવે તો તેમાં સ્વિમિંગ પુલ, જિમ અને ગાર્ડન જેવી સુવિધા છે.

વિરાટે તેના ઘરમાં એક સ્પેશિયલ ટીવી પર લગાડ્યું છે જેમાં મેચની તસ્વીર આવતી રહેતી હોય છે.

વિરાટ કોહલીએ આ ઘરમાં ઘણી સેલ્ફી પણ લીધી હતી. જે વિરાટ કોહલીએ સોશિયલ મીડિયામાં શેર કરતા જ વાયરલ થઇ હતી.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સમય પસાર કરવા માટે આવતા-જતા રહે છે.

અનુષ્કા શર્માના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો આ વર્ષે તેની એક પણ ફિલ્મ નથી આવી. અનુષ્કા શર્મા તેના પતિ વિરાટ ખોલી સાથે સમય પસાર કરતી નજરે ચડે છે.