વિરાટ કોહલીના મોબાઈલ વોલપેપરમાં આ કોનો ફોટો? અનુષ્કા, વામિકા-અકાય કોઈ પણ નહીં, જુઓ

T20 વર્લ્ડ કપની શાનદાર જીત બાદ વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર છવાયેલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં વિરાટ કોહલી વિજય પરેડ બાદ લંડન જવા રવાના થયો હતો. આ દરમિયાન કિંગ કોહલી એરપોર્ટ પર જોવા મળ્યો હતો. હવે વિરાટ કોહલીની મોબાઈલ સ્ક્રીનની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by The Cricket TV (@the.crickettv)

વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાની વિજય પરેડમાં ધૂમ મચાવ્યા બાદ સૌ કોઇની નજર કિંગ કોહલી પર ટકેલી હતી. વિજય પરેડ દરમિયાન કોહલીએ જોર જોરથી વંદે માતરમ ગાયું, આ દરમિયાન વિરાટની એનર્જી જોઈને એવું લાગી રહ્યું હતું કે તે કોઈ 18 વર્ષનો યુવાન છોકરો છે.

ટીમ ઈન્ડિયાના અભિવાદન સમારોહ બાદ વિરાટ કોહલી એરપોર્ટ પર જોવા મળ્યો, કોહલીને તેના પરિવારને મળવા લંડન જવું પડ્યું. એરપોર્ટ પરથી વિરાટ કોહલીના મોબાઈલ ફોનની સ્ક્રીનની એક તસવીર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. કોહલીના મોબાઈલ ફોનની સ્ક્રીન પર અનુષ્કા, વામિકા કે અકાયમાંથી કોઈ નહીં, પરંતુ કોઈ ખાસ વ્યક્તિની તસવીર દેખાઈ રહી છે.

સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે નીમ કરોલી બાબાની તસવીર વિરાટ કોહલીના મોબાઈલ ફોનની સ્ક્રીન પર છે. જે હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘણીવાર એવું જોવા મળે છે કે વિરાટ કોહલી જ્યારે પણ ક્રિકેટમાંથી બ્રેક લે છે ત્યારે તે પોતાના પરિવાર સાથે તીર્થ સ્થાનો પર જાય છે. કોહલી પરિવાર સાથે લીમ કરોલી બાબાના દરબાર અને વૃંદાવનના પ્રેમાનંદ મહારાજના આશ્રમની પણ મુલાકાત લે છે.

yc.naresh