પિતાની મોતથી ઝકઝોર થઇ ગયો હતો વિરાટ કોહલી, આંસુ પણ નહોતો વહાવી શક્યો- જાણો કિંગ કોહલીની સ્ટ્રગલ સ્ટોરી

કિંગ કોહલી આજે 34 વર્ષનો થયો, હેપ્પી બર્થ ડે…પપ્પાના નિધન પર આંસુ પણ સારી શક્યો નહોતો વિરાટ, પછી ભાઈને આપ્યું વચન

જે બેટ્સમેનની સામે દુનિયાભરના બોલરો પાણી ભરે છે, તે બેટ્સમેન જો ક્રિઝ પર હોય તો ટીમ ઈન્ડિયાનું રનિંગ બોર્ડ ઝડપથી દોડે છે. તે બેટ્સમેન જે મેદાનમાં આવે છે, પછી સ્ટેડિયમમાં કોહલી-કોહલીની બૂમો ગુંજી ઉઠે છે. વિરાટ કોહલી આજે પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. 5 નવેમ્બર 1988ના રોજ દિલ્હીમાં જન્મેલો વિરાટ કોહલી હાલમાં વિશ્વના મહાન બેટ્સમેનોમાંનો એક છે. જો કે વિરાટનો સંઘર્ષ ઓછો પ્રેરણાદાયક નથી. વિરાટ કોહલી જ્યારે માત્ર 18 વર્ષનો હતો ત્યારે તેના માથા પરથી પિતાની છત્રછાયા હટી ગઇ પરંતુ માતાએ વિરાટને હારવા ન દીધો.

દિલ્હીના એક સામાન્ય પરિવારમાં જન્મેલ વિરાટ કોહલી આજે ક્રિકેટનો અસાધારણ ખેલાડી બની ગયો છે. પિતાના અવસાન બાદ વિરાટની માતા સરોજ કોહલીએ તેને જીવનની મુશ્કેલીઓ સામે લડવાની કુશળતા આપી હતી. વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા છે અને આ કપલ હંમેશા ચર્ચામાં રહે છે. ક્રિકેટની દુનિયામાં બંનેને સૌથી ક્યૂટ કપલ માનવામાં આવે છે, આ કપલ ક્યારેય એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવાની કોઈ તક છોડતું નથી. છેલ્લા બ-ત્રણ વર્ષોમાં વિરાટ કોહલીનું ફોર્મ ખરાબ થઈ ગયું હતું,

તેમ છત્તાં પણ અનુષ્કાએ તેને પૂરો સાથ આપ્યો હતો. આ જ કારણ હતું કે 3 વર્ષ પછી 2022 વિરાટ કોહલીની કારકિર્દીમાં માઈલસ્ટોન સાબિત થયું. આ વર્ષે વિરાટ કોહલીએ 1000થી વધુ રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી T20 સ્પર્ધામાં વિરાટ કોહલીએ 4 ઇનિંગ્સમાં 3 શાનદાર અડધી સદી ફટકારી છે અને તે બે વખત પ્લેયર ઓફ ધ મેચ પણ રહ્યો છે. પાકિસ્તાન સામેની મેચમાં તો વિરાટ કોહલી છવાઇ ગયો હતો. આજે દુનિયા આ મહાન બેટ્સમેનને ‘કિંગ કોહલી’ તરીકે ઓળખે છે.

19 ડિસેમ્બર 2006 જ્યારે કોહલી 17 વર્ષનો હતો. ત્યારે તેના પિતાનું અવસાન થયુ હતુ. એ જ સમયે તેની મેચ પણ ચાલી રહી હતી. આ દુખને બાજુ પર મૂકી વિરાટે કર્ણાટક સામે 90 રન બનાવ્યા અને ફોલોઓન બાદ ટીમને બચાવી લીધી. રમત પુરી થયા બાદ તેણે પિતાના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી. વર્ષ 2009માં શ્રીલંકા પ્રવાસ માટે વિરાટ કોહલીની પસંદગી કરવામાં આવી. આ પછી વિરાટ કોહલીએ ક્યારેય પાછું વળીને જોયું નથી. તેણે એકલા હાથે ટીમ ઈન્ડિયાને અનેક પ્રસંગોએ જીત અપાવી છે.

કોહલીએ ​​477 આંતરરાષ્ટ્રીય મેચોમાં 23,350 રન બનાવ્યા છે. કોહલી 2011 ODI વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો. વિરાટે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે કોઈપણ કારણસર ક્રિકેટ છોડી શક્યો ન હતો અને તેના પિતાના મૃત્યુ પછી તેણે નક્કી કર્યું હતું કે આ રમત તેની સૌથી મોટી પ્રાથમિકતા હશે. તેણે કહ્યું કે તેના પિતાના મૃત્યુએ તેને સખત લડાઈ અને ખરાબ સમયનો સામનો કરવાનું શીખવ્યું.

વિરાટે બેન્સિંગરને કહ્યું કે તે સમયે તે ચાર દિવસીય મેચનો ભાગ હતો. જ્યારે આ બધું (પિતાનું મૃત્યુ) થયું ત્યારે તેણે બીજા દિવસે બેટિંગ કરવી પડી. તેણે કહ્યું, ‘અમે આખી રાત જાગ્યા, પછી કંઈ ખબર ન પડી. મેં તેમને છેલ્લા શ્વાસ લેતા જોયા. તે પૂરતી રાત હતી. અમે નજીકના ડૉક્ટરની જગ્યાએ પણ ગયા, પણ કોઈએ જોયું નહીં. ત્યારબાદ અમે તેમને હોસ્પિટલ લઈ ગયા પરંતુ કમનસીબે ડોક્ટર તેમને બચાવી શક્યા નહીં. પરિવારમાં બધા ભાંગી પડ્યા અને રડવા લાગ્યા,

પણ મારી આંખમાંથી આંસુ નહોતા આવતા. હું સમજી શક્યો નહીં કે શું થયું હતું. આ બધું જોઈને હું ચોંકી ગયો હતો.’વિરાટે સવારે તેના કોચને આ વિશે જણાવ્યું. તેણે કહ્યું, ‘હું મેચમાંથી આવ્યો અને અંતિમ સંસ્કાર થયા. ત્યારબાદ મેં મારા ભાઈને વચન આપ્યું કે હું ભારત માટે રમીશ. પપ્પા હંમેશા ઇચ્છતા હતા કે હું ભારત માટે રમું. આ પછી જીવનમાં ઘણુ બધુ આવ્યું પણ ક્રિકેટ મારી પ્રથમ પ્રાથમિકતા બની ગઈ.

Shah Jina