સાવ આમ તો ન કરાઈ! વિરાટ કોહલીને જોતા જ મહિલાએ સેલ્ફી લેવા માટે કર્યું આવું કામ, વીડિયો થયો વાયરલ

વિરાટ કોહલી સાથે સેલ્ફી લેવી તેના ચાહકોની સૌથી મોટી ઈચ્છા છે. ત્યારે હાલમાં જ એક મહિલાને પણ વિરાટ સાથે સેલ્ફી લેવાનો મોકો મળ્યો. તેથી તેણે તકનો લાભ ઉઠાવવામાં કોઈ કસર છોડી ન હતી. પરંતુ એક્સાઈટમેન્ટના ચક્કરમાં તે કંઈક એવું કરે છે જેનાથી વિરાટને પણ ઓકવર્ડ લાગે છે. વિરાટ સાથે સેલ્ફી લેવાનો વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ક્લિપ જોઈને યુઝર્સ એક તરફ વિરાટ કોહલીના વખાણ કરતા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ લોકો આન્ટીને વિરાટ સાથે આવું વર્તન ન કરવાની સલાહ આપતા જોવા મળે છે.

પોતાના મનપસંદ સ્ટારને પોતાની આંખોની સામે જોયા બાદ ચાહકો પોતાની ભાવનાઓ પર કાબુ રાખી શકતા નથી. આવી જ એક ક્લિપ હાલમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે, જેમાં એક આંટી વિરાટ કોહલી સાથે સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે. પરંતુ ફોટો ક્લિક કરતી વખતે આંટી કંઈક એવું કરે છે જેનાથી વિરાટ પણ અસ્વસ્થ થઈ જાય છે. આ વીડિયોમાં મહિલાએ વિરાટને જોતા જ તરત જ તેની સાથે સેલ્ફી લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. વિરાટ તેની વાત સાંભળે છે અને અટકી જાય છે. પરંતુ જ્યારે મહિલા ફોન ખોલવામાં સમય કાઢે છે, ત્યારે તે ગભરાઈ જાય છે કે વિરાટ સેલ્ફી લીધા વિના જ નીકળી જશે. આવી સ્થિતિમાં મહિલાએ કોહલીનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો હતો.

વીડિયોમાં જ્યારે મહિલાના ફોનનો કેમેરો ખૂલતો નથી ત્યારે ત્યાં ઉભેલા પાપારાઝી તેનો ફોટો ખેંચે છે. જે બાદ વિરાટ ત્યાંથી નીકળી જાય છે. પરંતુ યુઝર્સ આ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં યુઝર્સ વિરાટ કોહલીની સાદગીના વખાણ કરતા જોવા મળે છે. એક વ્યક્તિએ લખ્યું કે વિરાટ કોહલી તેના પ્રશંસકો માટે પ્રેમ દર્શાવવામાં ક્યારેય ડરતો નથી! અન્ય એક યુઝરે લખ્યું કે કૃપા કરીને વિરાટની પ્રાઈવસીનું સન્માન કરો, અમ્મા, આ રીતે હાથ પકડવો સારી વાત નથી. આ વીડિયોને અત્યાર સુધીમાં 8 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. જ્યારે 18 હજાર યુઝર્સે આ પોસ્ટને લાઈક કરી છે.

Twinkle